Jyotindra Mehta

Drama

3  

Jyotindra Mehta

Drama

રેવંત ભાગ ૧૨

રેવંત ભાગ ૧૨

6 mins
295


             દુર્વાસુરે કાર્તિકેય પાસે ધેનુક ને મોકલ્યો. ધેનુક કાર્તિકેય પાસે ગયો અને કહ્યું કે અમારા સેનાપતિ કૈતાભ આપને મળવા માંગતા નથી. તેઓ આપને ત્યારેજ મળશે જયારે આપ અસુરોએ મેળવેલી જીતનું સમ્માન કરશો અને પોતાની સેનાને પછી મોકલી દેશો. આ રાજ્યનો રાજા અમારો ખંડીઓ રાજા છે તે વાત માન્ય રાખશો. કાર્તિકેયે ક્રોધમાં આવી ગયો અને ધેનુક ને કહ્યું કે હજી યુદ્ધ પૂરું નથી થયું તમે બધા જો આત્મસમર્પણ કરશો તો જ તમને માફી મળશે અન્યથા હું રણભૂમિ પર હાજર દરેક અસુરોનો વધ કરીશ. તમારા સેનાપતિ ને કહો કાલે રણભૂમિ માં મળે. ધેનુક ત્યાંથી આવીને દૂર્વાસુરને મળ્યો અને તે બંને રેવંત પાસે ગયા અને કહ્યું કે કાર્તિકેય નું કહેવું છે કે તેઓ એક પણ અસુરને જીવિત નહિ મૂકે. રેવંતે કહ્યું કે ઠીક છે જેવી તેમની ઈચ્છા.


              બીજે દિવસે રેવંત અને કાર્તિકેય સામસામે આવી ગયા અને યુદ્ધની ઘોષણા કરવામાં આવી. શંખ વાગ્યા પછી બંને સેના વચ્ચે યુદ્ધ શરુ થઇ ગયું. થોડીવારમાં દેવસેનાનું પલ્લું ભારે થઇ ગયું હજી સુધી કાર્તિકેય અને રેવંત મેદાનમાં આવ્યા નહોતા પણ રેવંત ને લાગ્યું તે મેદાન માં નહિ આવે તો અસુર સેના નાસીપાસ થઇ જશે તેથી તે મેદાનમાં આવ્યો અને દેવસેના સામે યુદ્ધ કરવા લાગ્યો થોડી વાર માં તેને અડધી દેવસેના ને ઘાયલ કરી દીધી તે જોઈને કાર્તિકેય મેદાન માં આવી ગયો અને રેવંત સાથે યુદ્ધ કરવા લાગ્યો યુદ્ધ તેની ચરમસીમાએ હતું બંને શક્તિશાળી યોદ્ધા મેદાનમાં હતા તેમના શસ્ત્રોમાંથી નીકળતી ચિનગારીઓ આજુબાજુ ના સૈનિકો ને દઝાડી રહી હતી. બંને એકબીજાના દાવપેચ જાણતા હોવાથી કોઈ પ્રાણઘાતક વાર કરી શકતા નહોતા તેજ વખતે બંનેને નારાયણ નારાયણ નામનો જાપ સંભળાયો અને ને થંભી ગયા તેમના આશ્ચર્ય વચ્ચે યુદ્ધભૂમિ પર નારદમુનિ આવી ગયા અને કહ્યું કે આ હું શું જોઈ રહ્યો છું આ દેવ અને અસુર વચ્ચેનો સંગ્રામ છે કે પરિવાર વચ્ચેનો. કાર્તિકેયે કહ્યું કે મેં તો ગઈકાલે શાંતિ નો સંદેશ મોકલ્યો હતો પણ મામા પૂર્ણ રીતે અસુર તરફી થઇ ગયા છે તેમણે મને યુદ્ધ નું આવ્હાન આપ્યું. શું તે આ ભૂમિ પર અસુરો નું રાજ ઈચ્છે છે ? રેવંતે કહ્યું કે મેં એવો કોઈ સંદેશો નથી મોકલ્યો આપેજ સંદેશો મોકલ્યો હતો કે અહીંથી એકપણ અસુર જીવિત નહિ જય શકે. નારદમુનિએ કહ્યું આપ બંનેને અર્ધસત્યથી ભ્રમિત કરવાં આવ્યા છે,સત્ય હું કહું છું દુર્વાસુર આપ બંનેને લડાવીને આ યુદ્ધ જીતવા માંગે છે. રેવંત તમને ભ્રમ છે કે આ લોકો તમને અસુર સમજે છે પરંતુ તેઓ પહેલેથીજ તમારી હકીકત જાણે છે તેઓ તમે આ પ્રદેશ માં આવ્યા ત્યારથીજ તમારો પીછો કરે છે. આપ જયારે તે ગામમાં પહોંચ્યા ત્યારે રાતોરાત ત્યાંથી યુવકોને બીજા સ્થળે મોકલીને ત્યાં વૃદ્ધોને લાવ્યા અને એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ પીડિત છે અને તેઓ સફળ રહ્યા તેઓ એટલા પણ પીડિત કે નિર્દોષ નથી આ યુદ્ધ છે એમાં તમને હથિયાર બનાવવામાં આવ્યા. અને આપણી જાણકારીમાં એક વાત લાવી દઉં કે રાજા શ્રીધરન ને વનમાં મોકલ્યા પછી ત્યાં તેમની હત્યા કરવામાં આવી છે અને તે પણ દુર્વાસુરના ઈશારે અને ગઈકાલે રાત્રે રુદ્રરાજન ની હત્યા થઇ છે. રુદ્રરાજન અને શ્રીધરન ની હત્યા ની વાત સાંભળીને રેવંત ની આંખો ક્રોધ થી લાલ થઇ અને તે દુર્વાસુર જ્યાં લડી રહ્યો હતો તે તરફ વળ્યો અને પોતાની કટાર દુર્વાસુર નું નિશાન લઇ મારી. કટારે પોતાનું નિશાન બરાબર સાધ્યું હતું કટાર દુર્વાસુર ના પેટમાં પેસી ગઈ હતી અને તે નીચે પડી ગયો અને રેવંત તેની નજીક પહોંચી ગયો તેને કહ્યું કે દુર્વાસુર તે મારી છેતરપિંડી કરી છે અને તેની સજા મોત છે. આસું નીતરતી આંખોથી દુર્વાસુરે કહ્યું કે હા મેં તમને છેતર્યા છે પણ જો આપ મારી વાત સાંભળશો તો મને મૃત્યુ પછી શાંતિ થશે.


           રેવંત, કાર્તિકેય શાંતિથી દુર્વાસુર ની વાત સાંભળી રહ્યા હતા યુદ્ધભૂમિમાં શાંતિ છવાઈ ગઈ હતી. થોડીવાર પહેલા થતો શોરબકોર બંધ થઇ ગયો હતો. દુર્વાસુરે રક્તનિગળતી કાયા લઈને યુદ્વદ્ભિમી માં પડ્યો હતો. તેણે રેવંત ને ઉદ્દેશીને કહ્યું કે આપ તો મોટા યોદ્ધા છો શિવ ના પાંચ પ્રમુખ ગણોમાંથી એક અને હું નીચ જાતિમાં જન્મેલો એક સાધારણ સૈનિક મારી શું તાકાત કે તમને પડકારી શકું છતાં મેં મારી જાતિ માટે જે કરી શકાય તેનાથી પણ વધારે કર્યું અને તેનો મને સંતોષ છે. આપ આ પ્રદેશમાં હમણાંજ આવ્યા જયારે અમારા પૂર્વોજ પણ આજ માટી માં જન્મ્યા અને મરણ પામ્યા. હું પણ આ જ ધરા પર જન્મ્યો જેનો મને ગર્વ છે. વર્ષોથી આ ધરા પર શું થઇ રહ્યું છે તેનો આપણે જરા પણ અંદાજો નહિ હોય. શું નાની જાતિના હોવું કે તમારો ધર્મ ન પાળવો કે તમે જે દેવને પૂજો છો તેને ન પૂજવા તે અપરાધ છે? અહીં અમારા બાપદાદા રહેતા હતા અને મુક્તપણે વિહાર કરતા. તમારા જેવા શક્તિશાળી લોકો ના યુદ્ધમાં અમારા જેવા શક્તિવિહીન લોકોનો ભોગ લેવાય છે. અસુરરાજ તારકાસુર બળજબરીથી મારા પરદાદા ને યુદ્ધમાં લડવા લઇ ગયા અને ત્યાંથી અમારા ખરાબ સમયની શરૂઆત થઇ. અમે સરળ રીતે જીવનારા લોકોએ પરાજિત યોદ્ધાના પક્ષમાં હોવાના ભયંકર દુષ્પરિણામ ભોગવ્યા. અમારું ઘર ગયું , અમારા ગામો ગયા અને આ પ્રદેશ શ્રીધરન ના દાદાના હાથમાં આવ્યો અને તે શ્રીધરન ને પણ સારો કહેવડાવે એટલા ઘાતકી હતા. તેમણે અમારી જાતિના અડધા લોકોની હત્યા કરી મારતી વખતે એ પણ ન જોયું કે પુરુષ છે કે બાળક છે કે સ્ત્રી કરી ફક્ત નિર્મમ હત્યા અને આ પ્રદેશમાંથી નીકળીને દક્ષિમ ગયા ત્યાં અમારા ગામ વસાવ્યા. અમારા વડવા શિવ ને પૂજતા પણ તે અમે બંધ કરી અમારો વિશ્વાસ ઉઠી ગયો. જેમતેમ મેં મારા જેવી વિચારસરણીવાળા હિમતવાન યોદ્ધાઓને ભેગા કર્યા અને છાપામાર યુદ્ધ શરુ કર્યું તેનાથી થોડા હથિયાર મેળવ્યા પણ અમે શક્તિવિહીન હતા જયારે શ્રીધરન ની સેના મોટી અમારો ગજ ન વાગ્યો તેથી મેં મને યોગ્ય લાગ્યું તેવું પગલું લીધું. મેં જુદા જુદા ગામોમાં મારા એક એક યોદ્ધા મોકલ્યા તેમનું કામ હતું ગામમાં ગભરાટ ફેલાવાવનો શરૂઆત માં મારી યુક્તિ સફળ થઇ પણ પછી મને સમાચાર મળ્યા કે દેવસેનાપતિ કાર્તિકેય સેના લઈને આવે છે તેથી મને મારી યોજના પડીભાંગતી દેખાઈ તેથી હું પોતે નીકળ્યો અને અગત્સ્યમુનિ ના આશ્રમ ની બહાર એક ઝાડ પર શરણ લીધી અને ત્યાંથી આપ સૌનું નિરીક્ષણ કરતો રહ્યો. તેમાંથી આપ મને દયાળુ અને દુર્જયઃ યોદ્ધા લાગ્યા તેથી આપને પોતાની તરફ વાળવાનું નક્કી કર્યું પણ આવું કેવી રીતે કરવું તેની મને ખબર પડતી નહોતી જો હું સીધો આપને મળવા આવ્યો હોત તો આપ માનવાના ન હતા તેથી ધીરે ધીરે આપને પોતાની તરફ કરવાનું નક્કી કર્યું. આપ ત્યાંથી નીક્યાં પછી મેં આપનો પીછો કર્યો અને મેં વિચારી રાખ્યું હતું કે આપ જે ગામમાં આશરો લો તે ગામમાંથી યુવકોને ખસેડી વૃદ્ધોને રાખવા અને મારા સદ્નસીબે આપ જે ગામમાં ગયા ત્યાં ધેનુક હતો મારો વિશ્વાસપાત્ર અને તેની બહેન ધન્વી. હા મેં આપને પોતાની તરફ કરવા થોડી ચાલાકી વાપરી પણ આ યુદ્ધ છે જેમાં બધુજ ક્ષમ્ય છે. અમે ખરેખર પીડિત છીએ. જો હું સીધો આવીને આપને મળ્યો હોત તો શું આપે મારી વાત પર વિશ્વાસ કર્યો હોત? કદાપિ નહિ આપે વિશ્વાસ ન કર્યો હોત અને કદાચ મને મારી પણ નાખ્યો હોત .અને રાજા શ્રીધરન ની હત્યા ની વાત છે તો કહી દઉં કે તે અમારી જાતિનો ગુનેગાર હતો તેને અમારી જાતિના ઘણા બધા લોકોની હત્યા કરી હતી અને જે જીવતા પકડાતા તેમને હાથીના પગ નીચે કચડાવી દેતો. આપે તો તેને જીવનદાન આપ્યું પણ શું તેણે આપણી જાતિ ના લોકો ની સાથે કર્યું હોત તો જીવતો છોડ્યો હોત ? અને રુદ્રરાજન ની વાત છે તો કહી દઉં કે તે પણ શ્રીધરનની પ્રતિકૃતિ છે તેણે અમારા પાંચ ગામો ફક્ત પોતાના આનંદ માટે સળગાવી દીધા હતા તેથી તે પણ અમારો ગુનેગાર છે. હું માનુ છું કે હું નિર્દોષ નથી મેં ઘણા બધા દાવપેચ અજમાવ્યા પણ તે વગર મારી પાસે છૂટકો નહોતો. રેવંતે કહ્યું કે મિત્ર હવે મને લાગે છે કે મારાથી ભૂલ થઇ ગઈ મિત્રાહત્યાનું પાપ લાગી ગયું. દુર્વાસુરે કહ્યું કે આપ મારી જાતિના લોકોની રક્ષા કરજો આપની સમક્ષ કબૂલાત પછી હવે મને મૃત્યુ પછી શાંતિ મળશે. એટલું કહીને દુર્વાસુરે પ્રાણ છોડ્યા. રેવંત ની આખો આસુથી ભરાઈ ગઈ હતી તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં અગત્સ્યમુનિ શૂન્યભાવથી ઉભા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama