રાજુ
રાજુ
રાજુ ખૂબ જ મજાના માણસ. આખો દિવસ બધાને હસાવતા રહે. કોઈ પણ વાત હોય એ કોમેડી શોધી જ લે અને બધાને હસાવે. આજુબાજુ રહેતા પડોશીને પણ હસાવે એમના આ ખુશમિજાજ સ્વભાવના લીધે એ આબાલવૃદ્ધ સૌને પ્રિય છે. રાજુ પોતાને બાપુના હુલામણા નામથી ઓળખાવતા અને વાતેવાતે કહેતા "બાપુ તો બાપુ જ છે" બાપુના ઘરમાં માછલીઘર અને બે સસલા પાળેલા હતા.
ગરમી ચાલુ થઈ ગઈ તો લીલા નારિયેળ વેચાવા આવ્યા. સોસાયટીમાં બધાએ લીધા બાપુએ બે નારિયેળ પાણી પી અને સામે રહેતા બેનને ઘેર ખાલી નારિયેળ આપી આવ્યા કે સૂકાય એટલે તમારે ચૂલામાં સળગાવા ચાલશે. એ બેને સામે સસલા માટે કોબીજના પાંદડા આપ્યા તો બાપુ કહે,
"મેં તમને બે મોટા નારિયેળ આપ્યા તમે ખાલી બે પાંદડા જ આપો છો ? કંઈક તો શરમ કરો."
એક દિવસ બાપુ એમના ઘરવાળી (બા)ને બહાર ફરવા લઈ ગયા. બાને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું એમણે બાપુને કહ્યું. બાપુએ અમૂલ પાર્લર પાસે સ
્કુટર ઉભુ રાખ્યુ. બાને કહે "બોલ કયો આઈસ્ક્રીમ ખાવો છે ?" બા કહે "ફ્રોસ્ટિક" બાપુ કહે "તુ અહીં ઊભી રહે હુ લઈને આવુ." બાપુ એ પાર્લર વાળાને કહ્યું કે "એક નોનસ્ટિક આપો ફટાફટ." પાર્લર વાળો હસવા લાગ્યો કહે એ તો વાસણ વાળાની દુકાન પર મળે. બાપુ આવીને બા પર ભડક્યા, "આવી તે કેવી પસંદગી છે અહીં નથી મળતો !" બા કહે, "તમે શું માગ્યુ ?" તો બાપુ કહે "નોનસ્ટિક, બા કહે નોનસ્ટિક નહીં ફ્રોસ્ટિક હાલો હુ જોડે આવુ."
બાપુ રેસ્ટોરન્ટમાં જમવા જાય એટલે વેઈટર ગમે એટલો પતલો હોય એને પહેલવાન કહીને જ બોલાવે અને સલાડ મંગાવે તો કહે એક પ્લેટ આચાર લાવજો. એક દિવસ એમનો છોકરો રમત કરતો હતો એને મારીને કહે " ભણને તરબૂચ જેવા.." છોકરો હાજરજવાબી કહે, "તરબૂચના તમે બાપ છ ..."
બાપૂ કહે "ભલે , અમે અમારા ઘરમાં રહીયે છીએ તારા ઘેર આવ્યા તરબૂચ ?"
આમ જિંદગીને હસી મજાકમાં જ જીવન જીવતા.