Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

રાજા રજવાડા

રાજા રજવાડા

5 mins
1.2K


વૈશાખ જેઠના ભઠ્ઠી જેવા શેકાતા ઉનાળામાં ચૂંટણી વખતે પહેલી વખત મતદાર બનેલ સરલા અને સુરેશ મતદાન કરવા તૈયાર નહોતા થતા. કરશન દાદાએ બંનેને સમજાવતા કહ્યું કે તમારા જેવડા હતા ને અમારે તો ના છૂટકે અમને ના-પસંદ રાજકુવરને રાજા બનતો જોવો પડેલ કેમકે બ્રિટિશ રાજમાં ચૂંટણી નહોતી. રાજાનો કુંવર રાજા થાય પછી ભલેને તે બુદ્ધિનો બળદિયો હોય. રાજાની મનગમતી રાણી રાજા પાસે રીસ કરે એટલે એનો કુંવર રાજા! ગાંધીબાપુએ સ્વરાજ અપાવ્યું તે પહેલા કેવું શાસન હતું એનો થોડો ચિતાર આપ્યો: 


રજવાડા ખાસ કરીને બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય ઉપખંડ પર અર્ધ-સાર્વભૌમ હતા જેનો સીધો શાસન બ્રિટિશ શાસન કરતા નહોતું, પરંતુ સ્થાનિક શાસક જેને આપણે રજવાડા તરીકે ઓળખીયે તેના દ્વારા કેટલાક મુદ્દાઓ પર આડકતરી શાસનને આધિન હતું. ભારતમાં રજવાડાનો રાફડો ફાટ્યો હતો અને 565 રજવાડાઓ હતા ઉપરાંત હજારો જમીનદારી વસાહતો અને જાગીરોને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. 1947માં, રજવાડાઓએ આઝાદી પૂર્વે ભારતના 40% વિસ્તારને આવરી લીધો હતો અને વસ્તીના 23% ભાગ! રજવાડાઓના યુગની અસરકારક રીતે 1947 માં ભારતીય સ્વતંત્રતા સાથે અંત આવ્યો. લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી રજવાડા ભારતમાં વિલીન થયા. 


ભારતીય શાસકો વિવિધ પદવીઓ ધરાવતા હતા - જેમાં છત્રપતિ, સમ્રાટ, મહારાજા, રાજા, સુલતાન, નવાબ, અમિર, રાજે, નિઝામ…. શાસકના વાસ્તવિક શીર્ષકનો શાબ્દિક અર્થ અને પરંપરાગત પ્રતિષ્ઠા ગમે તે હોય, બ્રિટીશ સરકારે બ્રિટિશ રાજાની સમાન દરજ્જો ધરાવતાં મૂળ શાસકો "રાજાઓ" ન હોઈ શકે અને તેથી તેવી અસરને ટાળવા માટે, તે બધાને "રાજકુમાર" તરીકે સંબોધતા.


રાજ્યના કદ, આવક અને મહત્તાને આધારે રાજવીને બ્રિટિશ સરકાર મન સન્માન આપતું અને કેટલી તોપની સલામી અપાતી તેને આધારે તેનું મહત્વ સમજાતું. 600 રજવાડામાંથી ફક્ત 117 રજવાડાને 21 તોપની સલામી મળતી.

ઘણા ભારતીય રાજકુમારો બ્રિટિશ સૈન્ય, ભારતીય સૈન્ય અથવા સ્થાનિક રક્ષકો અથવા પોલીસ દળમાં ફરજ બજાવતા, ઘણીવાર ઉચ્ચ હોદ્દા પર જતા; કેટલાક સિંહાસન પર હતા ત્યારે પણ સેવા આપી હતી.


1947માં ભારત સાથે જોડાણની શરતો મુજબ, અગાઉના ભારતીય રાજકુમારોએ પ્રાઈવેસી પર્સ (સરકારી ભથ્થાઓ) મેળવ્યાં, અને શરૂઆતમાં 1956 સુધી ચાલેલા સંક્રમણ સમયગાળા દરમિયાન આંતરિક બાબતોમાં તેમની સ્થિતિ, વિશેષાધિકાર અને સ્વાયત્તા જાળવી રાખી. આ સમય દરમિયાન, પૂર્વ રજવાડાઓ યુનિયનોમાં ભળી ગયા, જેમાંથી દરેક રાજ્યના ગવર્નરની સમકક્ષ રાજપ્રમુખ (શાસક વડા) ની પદવી સાથેના પૂર્વ શાસક રાજકુમાર હતા. 1956 માં, રાજપ્રમુખની સ્થિતિ નાબૂદ કરવામાં આવી અને ભૂતપૂર્વ રજવાડાઓ ભારતીય રાજ્યોનો ભાગ બન્યા. 1969માં રાજવીઓને માલતા સાલિયાણાં બંધ થયા.


ભારતમાં આવેલા લગભગ 600 જેટલા રજવાડામાં એક તૃતીયાંશ રજવાડા એટલે કે લગભગ 200 રજવાડા તો સૌરાષ્ટ્રમાં જ હતા. નાના કસ્બા, ગામ કે શહેરના રાજવીઓ મોટા રાજાને સલામી ભરતા અને તેઓ પ્રજા પાસેથી ઉઘરાવેલ કરની રકમનો મોટો ભાગ મોટા રાજાઓને અને મોટા રાજાઓ બ્રિટિશ રાજને ચુકવતા. છેલ્લો કાયદો તો બ્રિટિશ સરકારનો જ ચાલતો. રાજાને જો વંશ ન હોય તો તેના મૃત્યુ પછી બ્રિટિશ સત્તા ભોગવતી, રાજા દત્તક પુત્ર ના પાઇ શકતા. તેવું જ પ્રજા નું, પુરુષ સંતાન વગર મૃત્યુ પામતા વ્યક્તિની મિલકત રાજવી લઇ લેતા. લેખિત બંધારણ કે કાયદા કાનૂન કરતા રાજા કહે તે કાયદો તેવું જ પ્રજા નું, પુરુષ સંતાન વગર મૃત્યુ પામતા વ્યક્તિની મિલકત રાજવી લઇ લેતા. 


લેખિત બંધારણ કે કાયદા કાનૂન કરતા રાજા કહે તે કાયદો. રાજાના પસાયતા કે અધિકારીઓ મનમાની કરતા. શાસનમાં પ્રજાનો કોઈ અવાજ નહોતો, પણ કોઈ કોઈ રાજા પ્રજા વત્સલ હતા અને પ્રજાની વેદના સમજતા. રાજાનો કુંવર યોગ્યતા હોય કે ન હોય રાજાનો વારસદાર બની રાજા બની જતો. આજની જેમ ચૂંટણીમાં ભાગ લઇ પ્રતિનિધિ તરીકે ચૂંટાવાનો કે પ્રતિનિધિ ચૂંટવાનો કોઈ હક્ક નહોતો. આજના જેવા ટેક્સના કાયદા નહોતા, ઉત્પાદન (ખેતી સહીત) ઉપર 20-25% ભાગ રાજાને  આપવાનો. ખેડૂતે જેમ માલ સમાન આપવાનો તેમ શ્રમદાન પણ કરવાનું જેને વેઠ કહેવાતી, કેમકે રાજા માટે કરેલ કામ અંગે ખેડૂતને કોઈ વળતર મળતું નહિ. રાજા અને પસાયતાની ખેતીની જમીન ખેડવા કે મકાન બનતા હોય કે બીજા પ્રસંગે કામની જરૂર હોય તો ગામના ખેડૂત અને મજૂરોએ ફરજીયાત જવું પડતું. રાજાને ઈચ્છા થાય તો કબૂતરના લગ્ન કરાવતા અને લાખો રૂપિયાનો ખર્ચ કરતા, બીજે દિવસે ઈચ્છા થાય તો વળી કોઈ નવો તાયફો કરી પૈસા ઉડાવતા.


ગુજરાતમાં ગોંડલ, વડોદરા, જૂનાગઢ મોટા રજવાડા ગણાતા. જૂનાગઢ નવાબનું રાજ હતું. ભારત આઝાદ થયું ત્યારે બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો નવાબના દીવાન હતા. મહાત્મા ગાંધીના પિતાજી કરમચંદ ગાંધી જે પોરબંદરના દીવાન હતા તે પણ થોડો સમય સેવા બજાવતા. બહાઉદ્દીનભાઈ વિષે તો ઘણા લોકો વખાણ કરતા સાંભળ્યા હશે. તેઓ જૂનાગઢના નવાબના દીવાન હતા. માણાવદર જૂનાગઢનું ગણોતિયુ રાજ્ય હતું. માણાવદર નીચે 24 ગામ આવે . તેની નીચે પાછા નાના ભાયાત હોય . કેટલાક નાના ગામમાં બે ભાયાત હોય, બંનેનું અડધું અડધું ગામ! નાનડિયા માણાવદર રાજવીનું ગામ હતું નાનડિયા માણાવદર રાજવીનું ગામ હતું. 

આઝાદીની લડાઈ સમયે નાનડિયા ની કોઠા શેરી તરીકે ઓળખાય છે તે શેરી ના પ્રવેશ દ્વારે એક કોઠો હતો તેમાં સંતાય ને સૈનિકો લૂંટારા ને અક્રમણકારીઓનો સામનો કરતા. ગામને ફરતે કાંટાની વાડ હતી જે કિલ્લાનું કામ કરતી ને ગામમાં પ્રવેશનો એક જ દરવાજો હતો. દરેક વ્યક્તિ કે ઢોર ઢાંખર ફરજીયાત મુખ્ય દરવાજે થી જ પ્રવેશ કરી શકતા. કાંટાળી વાળ જેમ ચોર લૂંટારાથી બચવા માટે હતી તેમ, દરબાર ને ટેક્સ ઉઘરાવવાની સરળતા બક્ષતી હતી. નાનડિયા ગામ માણાવદર ના નિયંત્રણમાં હતું ને માણાવદર દરબાર નીચે 24 ગામ હતા એટલે આ વિસ્તાર ચોવીસી તરીકે ઓળખાય. દરબારના માણસો ગામને દરવાજે 24 કલાક ઉભા હોય ને કોઈ ખેડૂત ખેતી ની પેદાશ લઇને નીકળે એટલે એક તૃતીયાંશ માલ દરબારને આપી દેવો પડે. એમ શાકભાજીથી માંડી ફળ, અનાજ, નીરણ કે બળતણનું લાકડું બધું જ આવી જાય. ટેક્સ ઉઘરાવવાની સીધી ને એક જ પદ્ધતિ, કોઈ કાગળ નહિ ને ના કોઈ રીટર્ન ભરવાનું. મારા બા કહેતા કે દરબારના માણસો બહુ ત્રાસ આપે પણ દરબાર પોતે દયાળુ હતા. 1930-35 આસપાસ દરબારે નકામી જમીન જે ખેતીમાં ના વપરાતી હોય તેની ઉપર વેરો લેવાનું ચાલુ કરેલ. મારા બાના ગામ મીતડી માં કોઈ વડીલે મારા બાને ભલામણ કરી કે તમે એક ગીત બનાવી આ પીડા દરબારના કાને નાખો. નકામી જમીનનો વેરો ભરવા પૈસા ખેડૂત ક્યાંથી લાવે? મારા બા અને એની સુથાર બહેનપણીએ 1934માં એક રાસ બનાવી નવરાત્રીના સમયમાં લોકોની વેદના વ્યક્ત કરતી વ્યથા દરબાર સમક્ષ ગાઈ બતાવી, ને દરબારે આ વેરો માફ કરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama