રાધાકૃષ્ણનો મિલાપ
રાધાકૃષ્ણનો મિલાપ
રાધા અને કૃષ્ણ એ સતયુગમાં એકબીજાને હંમેશા સાથે રહેવાનું વચન આપ્યું હતું. તેની પછી દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં તે લોકોનું મિલન શક્ય ન બન્યું. તે બંને એ હવે કળયુગમાં લગ્ન કરીને સાથે રહેવાનું વચન આપ્યું અને તેઓએ પુનર્જન્મ લીધો.
રાધા અમદાવાદમાં રહેતી હતી અને કાનો બનાસકાંઠામાં...! બંને લોકોને પોતાના ભૂતકાળનાં પ્રેમ વિશે કંઈ જ યાદ નહોતું. તે લોકોનાં પુનર્જન્મમાં નામ પૂજા અને દેવ હતું. બંને એકસમયે એક જ જગ્યા એ રહેતાં હતાં પણ તેઓ બંને એકબીજા ને ઓળખતા ન હતાં. કાન્હા ને એનાં મિત્રો સાથે જિંદગી સારી ચાલતી હતી. એનાં ઉપર કળયુગમાં પણ ગોપીઓ ફીદા થઈ જતી હતી. જ્યારે રાધા એની સહેલીઓ સાથે જ હસી મજાક કરતી હતી. કાન્હાને ભણવાની સાથે સાથે લખવાનો શોખ હતો. તો બીજી બાજુ રાધા ને કવિતા બનાવવાનો શોખ હતો.
કાન્હા ને તેની વાર્તાઓમાં વચ્ચે વચ્ચે કવિતાની જરૂર હતી. તે જ સમયે રાધા ને કવિતા બનાવવાની ખુબ ઈચ્છા હતી અને તેને વિષય નો'તો સુજતો કે કયા વિષય પર કવિતા લખવી ? એવામાં ને એવામાં રાધા એ તેની સહેલી સૃષ્ટિ ને કવિતા માટે સલાહનું પૂછ્યું. તેની સહેલીએ બે- ત્રણ દિવસ રાહ જોવાનું કહ્યું. જ્યારે સૃષ્ટિ કૉલેજ માં ગઈ હતી, ત્યારે તેને કાન્હાને મિત્ર બનાવ્યો હતો. જાણે હવે તો રાધા અને કૃષ્ણ નો મળવાનો સમય આવી ગયો હતો.
ક્રિષ્નાએ સૃષ્ટિ ને કહ્યું કે તેને કવિતા બનાવી આપે. એટલે સૃષ્ટિએ તેનો વોટ્સએપથી રાધાનો સંપર્ક કરાવી આપ્યો. જાણે કે સતયુગનો અધૂરો પ્રેમ કળયુગમાં પૂરો થવા જઈ રહ્યો હતો. રાધા ને કવિતા લખવાનો શોખ જરૂર હતો, પણ તેને પ્રેમમાં પડવાનો કોઇ જ શોખ નહોતો. કાન્હાએ રાધા ને કવિતા લખવા માટે કહ્યું. એને લીધે તો રાધા ને નવો વિષય પણ મળી ગયો હતો. બંને ને ભલે પોતાના ભૂતકાળ વિશે યાદ નહોતું છતાંય બંને ધીમે ધીમે દોસ્ત બનવા તરફ જઈ રહ્યાં હતાં; દેવ અને પૂજા.
પૂજા તો સોશ્યલ મીડિયા માં ખાલી વોટ્સએપ નો જ ઉપયોગ કરતી હતી. જ્યારે દેવ ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક ની સાથે સાથે વોટ્સએપ નો ઉપયોગ કરતો હતો. પરંતુ બંન્ને વોટ્સઅપ થી સંપર્ક માં આવ્યા હતાં ને દોસ્ત બન્યાં હતાં. ઓફ કોર્સ, કાનો સોશ્યલ મીડિયા નો ઉપયોગ વધારે કરતો હોય, તો ત્યાં ગોપી તો હોવાની જ છે ને......! જ્યારે મોડર્ન રાધાને તે બધામાં રસ નો'તો. દેવ અને પૂજા બંને દોસ્ત જરૂર હતાં, પણ દેવ ને પૂજા પ્રત્યે આકર્ષણ વધતું જતું હતું. પૂજાને પ્રેમમાં રસ નહોતો અને સાથે સાથે તેને એકલાં એકલાં રહેવાની આદત હતી. દેવને તો તેની વોટ્સએપ ની ડિસ્પ્લે પિકચર જોઈને મન માં એવી વાત આવી હતી, "જો આ છોકરી મારી પત્ની બને, તો આખી જિંદગી જ સોનામાં સુગંધ જેવી બની જશે!" તેને એ વાતની પણ ખબર હતી કે પૂજા તેને દોસ્ત નો'તી માનતી. પૂજાએ પોતાનું વ્યક્તિત્વ બીજી બધી છોકરીઓ કરતાં અલગ જ વિકસિત કર્યું હતું. તેને વાત વતમાં રોવાની આદત નહોતી અને કોઈની તેને જરૂર પણ નહોતી.
દેવ જ્યારે જ્યારે પૂજા ને કૉલ કરતો ત્યારે તેને જમવાનું જરૂર પૂછતો હતો કે - તે જમી કે નહીં ? શું જમી ? જમી કે નાસ્તો કર્યો વગેરે વગેરે.....! પૂજા વિચાર કરતી હતી કે દેવ એની પંચાત કેમ કરે છે? કેટલીયે વાર તો તે દેવ સાથે જગડો પણ કરતી હતી - જમવાની વાત ને લઈને.....! પૂજાનાં ક્લાસમાં પણ બીજા વિદ્યાર્થીઓ હતાં જેને તે દોસ્ત માનતી હતી છતાંય તેને કોઇએ આ સવાલ નો'તો પૂછ્યો. દેવએ જ્યારે આ સવાલ પૂછ્યો ત્યારે તેને અજીબ લાગતું હતું. એક દિવસ પૂજા તેનાં કોલેજની કોઈક સ્પર્ધા માટે બીજી કોલેજ માં ગઈ હતી. તેને ભીડ માં રહેવું નો'તું ગમતું. આ વાતની ખબર કોઈને હતી નહીં અને પૂજા એ આ વાતની ખબર કોઈને પડવા પણ નથી દીધી. ખબર નહીં કે કેમ દેવને આ વાતની ખબર પડી ગઈ. તેણે પૂજા સાથે આખો દિવસ કોલ માં વાત કરી હતી. ત્યાં સુધી કે જ્યાં સુધી પૂજા ઘરે પહોંચી ન જાય....!
આ વાત નાં બિલકુલ બે દિવસ પછી કોલેજમાં તેને કોલેજમાં ટપોરી છોકરાઓની પ્રપોઝલ આવવા લાગી. જ્યારે તે ઘરે પહોંચી, ત્યારે વોટસઅપ પર તેણે દેવ સાથે વાત કરવાનું ચાલુ કર્યું. હવે તેણે દેવ ને પોતાનો સૌથી સારો દોસ્ત માનવાનું ચાલું કરી દીધું હતું. પણ બંન્ને વાતો કરતાં હતાં તે વખતે દેવએ મસ્તી મસ્તી માં કઈક એવું કીધું કે પૂજાને એમ લાગ્યું કે દેવ પણ તેની સાથે ફ્લર્ટ કરવા માગે છે. તેણે દેવ સાથે જગડો કર્યો. પહેલાં પણ મસ્તી મજાક માં દેવએ કીધું હતું કે તે પૂજાને પસંદ કરતો હતો. એટલે પૂજા વધારે ગુસ્સે થઇ ગઇ હતી. પણ ત્યારે તેને સમજાયું કે વાંક દેવનો નહિ પણ તેનો પોતાનો જ હતો. એટલે પછી તેણે દેવ ને સોરી કહેવાનું ચાલું કર્યું. પણ દેવ પણ કળયુગ નો કાનુડો હતો ને ! ચોવીસ કલાક સુધી તેણે પૂજા સાથે વાત નહોતી કરી અને છેક છત્રીસ કલ્લાક પછી તેણે પૂજાનું સોરી એસેપ્ટ કર્યું. પૂજા આ વખતે ખુબ ખુશ હતી કે તેની પાસે કહેવા માટે શબ્દો નો'તા.
પરંતુ દેવ એ કહ્યું, " હવે તો હું તારી સાથે જ લગ્ન કરીશ. તને એમ જ હતું ને કે હું તને પસંદ કરું છુ, તને ચાહું છું. આખી જિંદગીમાં હું તારી સિવાય બીજી છોકરીને પસંદ નહીં કરું. તું મને જેવો ધારે છે તેવો જ બનીને બતાવીશ, જોઈ લેજે !" પૂજા પણ ગુસ્સે હતી જ ! તેણે સામે એવો પ્રશ્ન કર્યો ," તું મને જ પસંદ કરે છે ને ? તો બોલ, મારી સાથે લગ્ન કરીશ ? " ને દેવ એ લગ્ન માટે હા પાડી. બંન્ને એ આ બધ્ધી વાતો વોટસઅપ પર જ કરી હતી. પૂજા ને પોતાની સિવાય કોઇ બીજા ઉપર વિશ્વાસ કરવાની આદત નહોતી. તેણે દેવને "હા" પાડી છતાંય તેની માટે નવું હતું કે તે કોઇ બીજા વ્યક્તિ ઉપર ભરોસો કરે.
કળિયુગ હોય કે સતયુગ; કાન્હાની આસપાસ ગોપીઓ તો રહેવાની જ છે ને ! પણ હા, મોડર્ન રાધાને બિલકુલ મંજૂર નહોતું કે કૃષ્ણ ની આસપાસ કોઈ પણ ગોપી આવે ! કૃષ્ણ ખાલી રાધાનો જ છે અને રહેશે. જ્યારે આ વાતને એક અઠવાડિયું થયું હશે, પૂજા વિચારતી હતી કે ," મારી કલ્પનામાં જે પ્રેમની વાર્તા અને કવિતા વિચારી છે, તેવું જ બિલકુલ બા'રની અસલી દુનિયામાં થાય છે ! આટલો મોટો ચમત્કાર એ પણ વિજ્ઞાન ના પ્રયોગો ની દુનિયામાં શક્ય કેવી રીતે બને ? તેને દેવ ને હા પાડી, લગ્ન ની વાત પણ કરી તોય તેને એવી કોઈ વાત લાગતી નો'તી કે તે પ્રેમમાં પડી હોય. તે એવા દિવસની રાહ જોતી હતી કે તેને સામેથી ખબર પડે કે તેને પ્રેમ થઈ તો ગયો, પણ ખબર નહોતી પડી.
એક દિવસ કોઈક કારણસર દેવ ને પૂજા ની સહેલી નો નંબર જોઈતો હતો. તેણે પૂજા ને મેસેજ કર્યો કે તે નંબર આપે. પૂજા એ નાં પાડી દીધી. એનાં મગજ માં એમ લાગ્યું કે, "સહેલી નો નંબર જાણવા માગે છે, પછી તે અલગ થઈ જશે તો?!" એવું વિચારીને તે એકલી એકલી રૂમ માં રોવા લાગી. દેવ ને આ વાત આપોઆપ સમજાઈ ગઈ એટલે તેણે તરત જ કૉલ કર્યો. પૂજા નું રોવાનું બંધ થતું નહતું અને તે કોઈની સામે રોયી પણ નહોતી. તેને દેવ નો કૉલ રિસીવ કરવાની હિંમત નહોતી. તો તે વખત નો કૉલ મીસ થઈ ગયો. દેવ એ બીજી વાર કૉલ કર્યો ત્યારે તેણે એવું દર્શાવવાની કોશિષ કરી કે કંઈ જ બન્યું નથી. દેવ ને ખબર હતી કે પૂજા રડી હતી કેમ કે તેને ખોવાનો ડર લાગતો હતો. તેણે સમજાવ્યું કે એવી કોઈ વાત નથી કે જે "દેવ - પૂજા" ને અલગ કરી શકે. પછી પૂજા ને સમજાઈ ગયું, કે પ્રેમને ખોવાનો ડર પણ લાગ્યો તે વાતની તેને ખબર પણ નહોતી પડી. એને એટલે જ તે ઘણું બધું રડી હતી.
પછી એણે પોતાની મોડર્ન જનરેશન ની માટે કવિતા પણ બનાવી હતી -
"આ વખતે રાધા છે થોડી જીદ્દી અને પાગલ
પણ કાના વગર તેનુ ક્યાંય લગતું નથી મન.....!
મોડર્ન રાધા પણ કંઈ ઓછી નથી,
એક પણ ગોપી તેને કાનાની લાઇફમાં મંજૂર નથી.....!"
કાનાની લાઇફમાં નવા જમાનાની રુક્મિણી પણ આવી હતી. પણ કળિયુગ માં કાના ને બસ રાધા જ હતી. તેને સોનાની દ્વારિકા નગરી અને સોળ હજાર રાણી નહીં પણ એક જ રાધા અને તેનું ગોકુળ વનરાવન જોઈતું હતું. એટલે જ તેણે રુક્મિણીનાં પ્રસ્તાવને નાં પાડી દીધી. રાધા કૃષ્ણ ને કળયુગમાં કોઈ જ અલગ કરવાની કોશિશ પણ કરે, તો ય રાધા તે બધાંની સાથે ઝગડો કરતી હતી. કાન્હા માટે તેને કોઇ જ નિયમો અને આદર્શો જરૂરી નહોતાં. બસ તે પાગલ હતી કે - "કોઈ તે બંન્ને ને અલગ કરી નહી શકે. અને જે અલગ કરવાની કોશિશ કરશે, તેની હાલત સારી નહી રહે."
દેવ અને પૂજા હંમેશા મોબાઈલ કોલ્સ અને વોટ્સઅપ થી જ સંપર્ક માં હતાં. પણ છતાંય તેમને અલગ કરવાવાળા લોકો સાથે તેમણે બંનેએ સંબંધ ઓછો કરી દીધો હતો. આ રાધા અને કૃષ્ણ મંદિર માં નહી પણ અસલી દુનિયામાં સાથે રહેવા માંગતા હતા. જ્યારે તેઓનું મળવાનું શક્ય જ નહોતું, ત્યાં તે બંને આખા વર્ષમાં ચાર- પાંચ વખત મળતા હતા. અને પરિવારની સહમતીથી તેઓએ એકબીજા સાથે કોન્ટેક્ટ થયાનાં ચાર વર્ષ પછી લગ્ન કરી લીધાં હતાં.
જે પ્રેમની વાર્તા સતયુગથી અધૂરી હતી, તે કળિયુગમાં પુનર્જન્મ લીધાં પછી પૂર્ણ થઈ હતી.

