રાધા કૃષ્ણ
રાધા કૃષ્ણ
( આ એક કાલ્પનિક વાર્તા છે.)
એક સમયની વાત છે કૃષ્ણ સ્વર્ગમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે અચાનક રાધાનો ભેટો થઈ જાય છે.
રાધા અને કૃષ્ણ એકબીજાને સામે આવી જતા કૃષ્ણ રાધા ને જોઈને તેમનું દિલ આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યું જ્યારે રાધા કૃષ્ણને જોઈને પ્રસન્નચિત્ત દેખાઈ રહી હતી.
કૃષ્ણ ને જોઈ ને રાધા સ્મિત વેરી રહી હતી પણ કૃષ્ણ તો રાધાને જોઈને ખળભળી ઉઠયા તે બોલે તે પહેલા રાધા બોલી ઊઠી..
હે.. દ્વારકાધીશ કેમ છો ?
જે રાધા કાયમ કાન્હા કાન્હા કહીને બોલાવતી હતી તેના મુખમાંથી દ્વારકાધીશ સાંભળીને કૃષ્ણ ને ખૂબ જ દુઃખ થયું.
તેમનું દિલ ઘાયલ થઈ ગયું.
આવા શબ્દો ના સંબોધનથી ગમે તેમ કરીને પોતાને સંભાળી લીધું અને બોલ્યા ...
રાધા હું તારા માટે આજે પણ તે જ કનૈયો છું તું તો મને દ્વારકાધીશ કહીને ના બોલાવ.
ચલ આવ આપણે બેસીને વાતો કરીએ, થોડું તું તારું જણાવ થોડું હું મારી કહાની સંભળાવું.
સાચું કહું છું... રાધા જ્યારે જ્યારે મને તારી યાદ આવતી હતી ત્યારે ત્યારે મારી આંખોમાંથી આંસુઓ ઉભરાઈ આવતા હતા..
આ સાંભળીને રાધા બોલી મારી જોડે તો એવું કશું જ નથી થયું ....ના આંખોમાંથી આંસુ વહ્યા કે ન તો તારી યાદ આવી..
મે તો તારી યાદ માં આંખોમાંથી એક પણ આંસુ વહાવ્યું જ નથી.
કેમ કે ? હું તને ભૂલી જ ક્યાં હતી ...જો તું યાદ આવત..
તું તો આંખોમા કાયમ માટે વસેલો જ હતો એટલે જ ક્યાંક આંસુઓની સાથે નીકળી ન જાય.
એમ કરીને હું રડતી પણ નહોતી.
કાન્હા તને ખબર છે પ્રેમથી અલગ થઈને તે શું ખોયું.
હું તને તારો અરીસો બતાવું ..
તું તે કડવું સત્ય સાંભળવા તૈયાર હોય તો હું તને સંભળાવુ.
બોલ સાંભળવા તૈયાર છે ?
તે ક્યારેય વિચાર્યું છે ?
આટલી બધી ઉન્નતિ કરી તરક્કી કરી પણ તેમાં તે મેળવવાના બદલે કેટલું બધું ખોઈ નાખ્યું છે..!
યમુનાનું મીઠા પાણીથી જિંદગી ની શરૂઆત કરી હતી તે અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયો..
એક આંગળી પર ચાલવા વાળા સુદર્શન ચક્ર પર ભરોસો કરી લીધો, પણ દસ આંગળીઓ પર ચલવા વાળી બાસુરી ને તું ભૂલી ગયો કાન્હા..
જ્યારે તું પ્રેમ સાથે જોડાયેલ હતો ત્યારે ગોવર્ધન પર્વત ઉઠાવી ને લોકોની જિંદગી બચાવી હતી અને એનાથી અલગ થઈને આજે આ આંગળીયે શુ રંગ દેખાડ્યો છે
સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશનું કામ કરવા લાગી છે આ આંગળીઓ..
કાના અને દ્વારકાધીશ માં શું અંતર છે હજુ જણાવું.
જો તું કાન્હા હોત તો તું સુદામા ને ઘરે જાત સુદામા તારે ઘરે ના આવત.
યુદ્ધ મા અને પ્રેમમાં એ જ તો ફરક હોય છે.
યુદ્ધમાં બધાને મારી ને જીવવું પડે છે એ જ પ્રેમમાં પોતાને મિટાવીને જીવવાનું હોય છે..
પ્રેમમાં ડૂબેલો ઈન્સાન દુઃખી તો રહી શકે છે પણ કોઈને દુઃખી નથી કરી શકતો..
તું તો ઘણી કલાઓનો જાણકાર છે... સ્વામી છે....સ્વપ્નનો દૂર દ્રષ્ટા છે... ભવિષ્યવેતા છે... ગીતાના ગ્રંથનો પ્રણેતા છે ....તો પણ તે આ કેવો નિર્ણય લીધો... તે તારી પૂરી સેના કૌરવો ને સોંપી દીધી અને તે તારી જાતને પાંડવો સાથે કરી લીધી..
સેના તો તારી પ્રજા હતી.
રાજા તો સેનાનો, પ્રજાનો પાલક હોય છે.
તેનો રક્ષક હોય છે.
તારા જેવો મહાન જ્ઞાની તે રથ ને ચલાવી રહ્યો હતો જેની ઉપર બેઠેલા અર્જુન તમારી પ્રજા ને મારી રહ્યો હતો..
તું તારી પ્રજાને મરતા જોઈને તારામાં દયાનો ભાવ જરા પણ ન જાગ્યો.
કેમકે તું પ્રેમથી શૂન્ય થઈ ચૂક્યો હતો..
આજે પણ ધરતી પર જઈને જો તારી દ્વારકાધીશની છબી ધરતી પર શોધીએ પણ નહીં મળે..
દરેક જગ્યાએ, દરેક મંદિરમાં મારી સાથે તું ઊભેલો દેખાય છે.
હું જાણું છું કાન્હા લોકો ગીતાના જ્ઞાન ની વાતો કરે છે.
તેના મહત્વની વાતો કરે છે.
પણ ધરતી ના લોકો યુદ્ધવાળા દ્વારકાધીશની નહીં પણ પ્રેમવાળા કાન્હા પર ભરોસો કરે છે.
ગીતામાં મારું દૂર દૂર સુધી નામ નથી.
મારો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી, તો પણ આજે ગીતાના સમાપન કર્યા પછી... રાધે... રાધે... બોલવામાં આવે છે..
આ વાર્તા કાલ્પનિક જરૂર છે પણ તેની અંદર છુપાયેલ ભાવાર્થ ખૂબ જ મહત્વપૂર્ણ છે..
શ્રીકૃષ્ણની જોડે કોઈ પણ સવાલનો ઉત્તર ના હોય એવું તો થઈ જ ન શકે, પણ રાધા દ્વારા લગાવેલા પ્રશ્ન ચિન્હ પર કાનો પણ મૌન થઈ ગયો..
એ જ તો છે પ્રેમમાં સમર્પણ નો ભાવ ..
પરાક્રમમા બધાને હરાવવાનું જ હોય છે અને એટલે જ આપણે જીતીને પણ હારી જઈએ છીએ પણ પ્રેમથી એકજ નું નહીં ઘણાનું દિલ જીતી લેવાય છે.
સાચું જ કહ્યું છે કે નાની અમથી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ નાની અમથી વાંસળી ને બે હાથથી પકડતા હતા.
રાધે રાધે...
