Vishwa Rawal

Drama Tragedy Others


4  

Vishwa Rawal

Drama Tragedy Others


પથ્થર દિલ - સળગતી આંખો

પથ્થર દિલ - સળગતી આંખો

7 mins 14.2K 7 mins 14.2K

ડોક્ટર રાજ. જે લોકો ને આંખમાં થોડી ઓછી દ્રષ્ટિ હોય તેવા લોકો માટેની દવાનાં શોધક. પદ્મશ્રી ડોક્ટર રાજન રાજ. નોબેલ પ્રાઈસ માટે પણ એમનું નામ ચર્ચાતું હતું. આજકાલ તે અલગ અલગ સમારોહમાં સ્નમાનિત થતા હતા. એવાજ એક સમારોહમાં જવા તે નીકળ્યા અને પત્નીએ ટહુકો કર્યો કે આજે લોચનનો જન્મ દિવસ છે. સમયસર પાછા આવી જજો. ડોક્ટરે સ્મિત આપ્યું અને નીકળી પડ્યા.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ખૂબજ સારો છે પણ તેના સુધી પહોંચવું તે હિમ્મતનું કામ છે. રિટર્ન ટિકિટ લઈને ચાલીસેક મિનિટમાં ડોક્ટર વડોદરા પહોંચી ગયા. ટોલ ટેક્સની લાઈનમાં હતા ને ફોન વાગવાનો શરુ થઈ ગયો. માંડ બીજી બાજુ નીકળતા સુધીમાં તો પાંચ ફોન આવી ગયા. છઠ્ઠી રિંગ વાગી એટલે ફોન ઉપાડ્યો. "હેલો, અંકલ હું સચી બોલું છું. અમે સ્કુલમાંથી પાછા આવી રહ્યા હતા અને રસ્તામાં બે છોકરા સાથે ડ્રાયવરને ઝઘડો થયો. અમારા મેડમ વચ્ચે પડવા ગયાં તો વાત વણસી અને પેલા એ એસિડ ફેંક્યો. મેડમ ખસી ગયા એટલે પાછળ બેઠેલી ત્રણ છોકરીઓ પર એસિડ ઊડ્યો."

અચાનક નેટવર્ક જતું રહ્યું. ડોક્ટરે ગાડી ઊભી રાખી. મનમાં ફડકો પેસી ગયો.

"કોણ હશે એ ત્રણ છોકરીઓ? લોચનને તો કઈ નહિ થયું હોય ને? ના, આવું હું શું કામ વિચારું છું?" તેણે ગાડી પાછી વાળી. ઉતાવળે તે એક ગાડીની પાછળ છેલ્લી લેનમાં નીકળ્યો. પેલી ગાડી નીકળી ગઈ પછી વચ્ચે આડસ મૂકી દેવાઈ. એક બેકપેક લગાડેલા છોકરાએ ઈશારો કર્યો કે બાજુની લેનમાં આવો. લગભગ પંદરેક ગાડીઓ હતી. ડોક્ટરે ગાડીનો કાચ ઉતારીને પરિસ્થિતિ સમજાવી.

"બધા આવીજ વાર્તાઓ કરે છે." કહી તે ચાલવા લાગ્યો. બાજુમાં પાટિયા પર લખેલું હતું.

"માત્ર લાલ બત્તી વાળી ગાડીઓ માટે." તેને વિચાર આવ્યો." પેલી ગાડીમાં તો લાલ બત્તી ન હતી. પછી વિચાર આવ્યો કે લાલ બત્તી તો હવે ક્યાં રહી જ છે?

ફરી ફોન રણક્યો, "અંકલ, લોચન પર પણ એસિડ..." ફરી ફોન કપાઈ ગયો. તે ગાડીમાંથી બહાર નીકળ્યો. ફોનમાં રિંગ જતી જ ન હતી. હવે ખરેખર ઉતાવળ હતી. તેને ટિકિટ પણ લેવાની ન હતી. તેણે આડસ હટાવી અને ગાડીમાં બેઠો. અચાનક પેલો છોકરો પ્રગટ થયો અને ગાડી પર હાથ માર્યો. આડસ વચ્ચે ખસેડી અને દરવાજા પર હાથ માર્યો. ડોક્ટરે નીચે ઉતરીને હાથ જોડ્યા પણ વ્યર્થ.

"વિપુલ નામ છે મારું..." અને કાન ફાટી જાય તેવી બૂમો પાડતા તે વાંકો વાળ્યો. સુંઉઉઉ અવાજ આવ્યો અને ગાડીનું ટાયર બેસી ગયું. ડોક્ટરને તેના ભાઈનો અવાજ સંભળાયો.

"જો હવે દેશમાં પહેલા જેવું નથી રહ્યું. અમેરિકા આવી જાવ બધા. અહીં બહુ સારું છે. વળી તારા જેવા માણસોની તો ખૂબજ ડિમાન્ડ છે." અને વિસ વર્ષ પહેલા પોતે ના પાડીને કેટલી મોટી ભૂલ કરી હતી તે તેને સમજાવા લાગ્યું.

દસ મિનિટમાં ફટાફટ ટાયર બદલી ને તે બારમા નંબરે ઊભો રહ્યો. ફરી આંઠ મિનિટ માં નંબર લાગ્યો અને વિસ સેકન્ડ માં તે પાછો એક્સપ્રેસ વે પર આવી ગયો. ફરી ફોન રણક્યો. "હું મેડમ બોલું છું. લોચન અને સામાન્ય સારવાર આપીને અમે દવાખાને લઈ જઈએ છે. આપને ફોન ન લાગતા એના મમ્મી ને કર્યો .એ નીકળી ગયા છે. અમે તમારા હોસ્પિટલ પર જ જઈએ છીએ. બે છોકરીઓને ગાલ પર અને એક આંખ પર અને લોચનની બંને આંખો પર એસિડ ઊડ્યો છે. અમે..." ફરી ફોન કપાઈ ગયો. ફરી ફોન કર્યો પણ નેટવર્ક ન આવ્યું. આગળ બધીજ લેનમાં ભારે ટ્રક ચાલીસની ગતિથી ચાલતી હતી. ઘણા બધા હોર્ન વગાડ્યા પછી એક જગ્યા મળીને જરાક આગળ જતા એક ટેમ્પો વચ્ચે આવી ગયો. હોર્ન વગાડતાંની સાથેજ ટેમ્પોવાળો આડુંઅવળું ચલાવવા લાગ્યો. ડોક્ટરે ગાડી ધીમી કરી ત્યાં એક ગાડી ખોટી બાજુથી નીકળવા ગઈ અને ટેમ્પાની પાછળ અડી ગઈ. એમના ઝઘડામાં જગ્યા મળતાજ ડોક્ટરે એકસો ચાલીસની ગતિથી ગાડી દોડાવી, આણંદ જતું રહ્યું અને પત્નીનો ફોન આવ્યો. "હું પહોંચી ગઈ છું. લોચનની આંખો પર ચામડી આવી ગઈ છે. ખુલતી નથી. પણ ચિંતા ન કરશો. હું છું તેની સાથે. જુનિયર ડોક્ટર પહોંચવામાં છે. તમે સમારોહ પતાવીને તરત જ આવી જજો." ડોક્ટરને ગળે ડૂમો ભરાઈ ગયો. પત્નીએ માની લીધું કે વાત કરવાનું શક્ય નથી અને ફોન કાપી નાખ્યો.

દીકરી જન્મી એટલે દાદી બોલ્યા હતા, "કેવી રૂપાળી દીકરી છે અને એની આંખો? જાણે ભગવાનના લોચનિયાં. ભાઈ હું તો આને લોચન જ કહીશ." એને લોચનનું બાળપણ યાદ આવી ગયું. તેની ભાવવાહી આંખોથી તે બધાના મન મોહી લેતી. "શું હવે તેનાં લોચનિયાં કાયમ માટે બંધ...?" ડોક્ટરની આંખો ભરાઈ આવી. નડિયાદ પસાર થઈ ગયું હતું. "બસ હવે એક કલાક. જો થોડીક ઉતાવળ કરું તો કદાચ દસેક મિનિટ બચી શકે." ફોન કરવાની ઈચ્છા હતી પણ હિમ્મત ખૂટી ગઈ હતી. અચાનક એક ગાડી ડાબી બાજુથી નીકળી. સામે પાટિયું હતું. રીપેરીંગ ચાલતું હતું. ચૂંઉઉઉઉ અવાજ સાથે ગાડી ઘસડાઈ અને પાટિયા સાથે અથડાઈ. જો જરાક આગળ ગઈ હોત તો આગળ આવેલા ખાડામાં પડી ગઈ હોત. તેનો જીવ તાળવે ચોંટી ગયો. આગળની લાઈટ ફૂટી ગઈ હતી. તેની ગાડી જાણે આંખો વિનાની બની ગઈ હતી. તેને ચિંતા વધી. ગાડી જરાક પાછળ લઈને બાજુમાની નાની જગ્યામાંથી કાઢી અને ફરી એકસો વિસની ગતિએ પેટ્રોલ પમ્પ વટાવ્યો. થોડેક આગળ ફરી કંઈક કામ ચાલતું હતું. ગાડી ધીમી કરીને કાઢી લીધી.

અમદાવાદ ટોલ નાકા આગળ બે બુથ તો બંધ હતા. બાવીસમાં નંબરે ગાડી પસાર થઈ ત્યારે ડોક્ટરે બને તેટલું જલ્દી અમેરિકા જતા રહેવાનું નક્કી કરી લીધું હતું. ડાબી બાજુના ફાંટામાં વળતાની સાથે જ જથ્થાબંધ રીક્ષાઓ આડેધડ પડી હતી. બે મિનિટે ગાડી બહાર નીકળી. આગળ પુલ નીચે ફરી અટકવું પડ્યું. સિગ્નલ એની મેળે બદલાતા હતા અને માણસો મન ફાવે તે રીતે પસાર થતા હતા. ચાર યુનિફોર્મવાળા માણસો એક ઓટલા પર બેસી મોબાઈલ માં કંઈક જોતા હતા. ડોક્ટરને આ બધાને નિયમો સમજાવવાની ઈચ્છા થઈ પણ અત્યારે એનો સમય ન હતો. થોડેક આગળ રેલિંગ તૂટેલી હોવાથી તે એક ગાડીની પાછળ બસની લેનમાં ઘુસી ગયા. થોડી ગભરામણ થઈ અને પછી બહાર નીકળ્યા પછી રાહત થઈ. નારોલ સર્કલ પસાર કર્યા પછી થોડો ટ્રાફિક વધ્યો. પીરાણા પસાર કર્યા પછી તેણે ગતિ વધારી અને પોલીસે ઈશારો કરીને ગાડી ઊભી રખાવી. લાયસન્સ, અને બીજા કાગળિયા બતાવ્યા ત્યાં ફરી ફોન આવ્યો. જેવો ફોન ઉપાડ્યો કે હવાલદારે દરવાજા પર હાથ માર્યો. "એટિટ્યૂડ બતાવે છે? ફોન નીચે.. નીચે.. એક વાર કહ્યું..." અને ફોન ખેંચી લીધો. ડોક્ટરે ભીના અવાજે કહ્યું, "સાહેબ, મારી દીકરીને દવાખાનામાં દાખલ કરી છે... હું પોતે ડોક્ટર છું... મારી પત્ની નો ફોન છે..."

"ડોક્ટરની ચોકડી ક્યાં છે? અને દીકરી દવાખાના હોય તો તું અહીં થોડો રખડતો હોય?" હવે તેની ધીરજ ખૂટી રહી હતી. હાથમાંથી ફોન ખેંચી લીધો. અચાનક રિંગ વાગી ને ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો, "ડોક્ટર, ડી.એસ.પી બોલું છું... હોસ્પિટલ છો?" ડોક્ટરની આંખોમાં આંશુ આવી ગયા અને હવાલદારે ફોન ઉપાડીને બૂમ મારી, "કઈ છે એ?" અને સામેથી આવેલો અવાજ સાંભળીને તેની પણ આંખો ભરાઈ આવી. "અરે સાહેબ આ તો મને એમ કે આની ગાડીમાંથી..." વાક્ય પૂરું થાય તે પહેલાજ સામેના આવજે તેને રોકી લીધો. ફોન ડોક્ટર પાસે આવતામજ તે નાના બાળકની માફક રડી પડ્યા. પોલીસની ગાડીની પાછળ હોસ્પિટલ પહોંચ્યા.

જે બીજી છોકરીની આંખમાં એસિડ ઊડ્યો હતો તે ડી.એસ.પી.ની ભત્રીજી હતી. જુનિયર ડોક્ટરે સારવાર શરૂ કરી દીધી હતી. લોચનને આંખોમાં ખૂબજ બળતરા થતી હતી. તેનાં કપાળથી ગાલની ચામડી જાણે એક થઈ ગઈ હતી. ડોક્ટર રાજને પોતાના એવોર્ડ માટેનો ગર્વ ખૂટી રહ્યો હતો. તેણે રિપોર્ટ જોયા અને જાણે આશાનું કિરણ મળ્યું હોય તેવી લાગણી થઈ. આંખો સુરક્ષિત હતી. બેમાંથી એક બેનપણીની આંખમાં એસિડ જવાથી દ્રષ્ટિ જતી રહી હતી. ડી.એસ.પી.ના પરિવાર જનો રડતાં હતાં. લોકોનાં વિચારો નહિ બદલાય ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે જેવી વાતો પણ ચર્ચાતી હતી. ડોક્ટરે હવે પિતામાંથી ફરી ડોક્ટર બનવાનો સમય આવી ગયો હતો. તેણે કપડાં બદલ્યાં અને ઓપરેશન થીએટરમાં ગયો. દીકરીનાં માથે હાથ ફેરવીને ઉપર જોયું, જાણે ઈશ્વરને સમર્પિત થઈને કામ કરવાની મંજૂરી લેતો ન હોય? રાત્રે બે વાગે તે વારા ફરતી ત્રણ ઓપરેશન પતાવીને બહાર આવ્યો. હવે તેને યાદ આવ્યું કે આજે લોચનનો જન્મ દિવસ હતો.

બધું બરાબર થતા છ મહિના થઈ ગયા? જે કોઈ આવતા તે નિશાળને યા પેલાં બેનને દોષિત ગણાવતા. અંતે બેનની નોકરી ગઈ. પેલા છોકરાને શોધવો અઘરો હતો કારણકે કોઈને તેનું મોં યાદ ન હતું. લોચન સરખી થતાંજ તેણે સ્કેચ બનાવી આપ્યો અને કામ સરળ થઈ ગયું. હવે તે ફરીથી નિશાળ જવા લાગી હતી તે પહેલા જેટલી સુંદર લાગતી ન હતી. જેવી લોચનની પરીક્ષા પતી કે ડોકટરે ધડાકો કર્યો, "આવતા અઠવાડીએ આપણે કાયમ માટે અમેરિકા જઈએ છીએ." લોચનની ખરબચડી આંખોમાં ભાવ બદલાયા. "શું કામ? મારે અહીંજ રહેવું છે." હવે તેના મમ્મી પપ્પા બંને એ તેને કારણ સમજાવ્યું. ડોક્ટરે પોતાનો વડોદરાથી અમદાવાદનો અનુભવ કહ્યો. અને લોચન હસી. "પપ્પા, મને તો અઢાર વરસ જ થયાં. પણ તમે તો કેટલા બધા વરસથી અહીં રહો છો. મારી સાથે જે થયું તે સંજોગો હતા. આવું રોજ થોડું જ થાય છે? હા બધા માણસો સારા નથી હોતા. તો બધા ખરાબ પણ ક્યાં હોય છે? વળી બધાજ આપણા જેવું વિચારશે તો બધા ખરાબ માણસો જ અહીં રહી જશે. આ મારો દેશ છે અને હું અહીં જ રહીશ." બધાએ સમજાવી પછી લોચન અમેરિકા જવા તૈયાર થઈ.

વેકેશન પછી સ્કૂલ ખુલી ત્યારે લોચન આવી ગઈ હતી. પહેલાં જેવીજ સુંદર બનીને. તેની પ્લાસ્ટીક સર્જરી થઈ ગઈ હતી. ડોક્ટર વિચારતા હતા, "વિચારો ની પણ આવી સર્જરી થતી હોત તો?"


Rate this content
Log in

More gujarati story from Vishwa Rawal

Similar gujarati story from Drama