પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી 3
પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી 3


(પાછલા ભાગમાં જોયું કે ઈ.સ. ૨૨૫૦ માં ધર્મોની સ્થિતિ શું છે, કુદરતની સ્થિતિ શું હતી અને રાજકીય પરિસ્થિતિ શું હતી અને સ્થાનાંતરણ અટકાવવા રીજન સરકારોએ ગુનેગારો સાથે હાથ મેળવ્યા હવે આગળ )
ઈ.સ.૨૨૫૦ માં ગુનેગારી આલમની સ્થિતિ
ઈ.સ ૨૨૨૫ સુધી પોલીસ ના અને સરકાર ના કડક જાપ્તા ને લીધે ગુનેગારી વકરી ન હતી. મોટા ગુનેગારી સંગઠનો અસ્તિત્વમાં ન હતા. ગુનાનું પ્રમાણ શૂન્ય હતું એમ તો ન ક્હેવાય પણ ગુનેગારી કાબુમાં હતી. તેમનો મુખ્ય ધંધો ડ્રગ તસ્કરી અને સપ્લાય નો હતો ઉપરાંત ઓનલાઇન ફ્રોડ કરનારનું ગ્રુપ હતું તે પછી નંબર લાગતો હતો ચોરીચકારીનો પણ હવે ચોરી કરવું પહેલાની જેમ આસાન ન હતું તેથી ઓનલાઇન ફ્રોડનો ધંધો વધારે ચાલતો હતો.
પણ GRIBS રીજન માં એક ભેજાબાજ યુવક યુલરે ટ્રીગર નામનું સંગઠન સ્થાપ્યું હતું જે ધીમે ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું હતું. તેણે જુદા જુદા રીજનમાં ફરીને નાના નાના ગુનેગારોને પોતાની છત્રછાયા માં લીધા. તે ટેકનોક્રેટ હતો ઉપરાંત માર્શલ આર્ટનો એક્સપર્ટ હતો. અને રીજન સરકારની ગુનેગારી આલમ સાથે હાથ મેળવવાની નીતિને લીધે ટ્રીગરનું કદ વધી ગયું. થોડાજ સમયમાં ટ્રીગર ની દહેશત આખા જગતમાં ફેલાઈ ગઈ પણ કોઈ જાણતું હતું કે ટ્રીગર નો ચીફ કોણ છે કારણ યુલર તેના સાથીદારોને મળતી વખતે એવો દેખાવ કરતો કે તે ટ્રિગરના ચીફનો રાઈટ હેન્ડ છે. ઈ.સ. ૨૨૫૦ માં યુલર મોટો આસામી બની ગયો છે અને તેણે પોતાની કંપનીઓ પણ સ્થાપી છે જેનો ઉપયોગ કરીને તે સમાજને પોતાનો ઉજળો ચહેરો બતાવે છે અને તેની આડમાં ટ્રીગર નામનું સંગઠન ચલાવી રહ્યો છે.
આટલું હોવા છતાં જગતની સ્થિતિ ૨૦૭૫ ના પહેલા કરતા સારી હતી. સૌરમંડળની બહાર રહેવાલાયક સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે. જો કે આ બધું પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. ૨૦૭૫ ના વિનાશક વિધ્વંસ પછી એટલો બધો વસ્તીવધારો થયો ન હતો કે બધું તાત્કાલિક ધોરણે કરવું પડે. છતાં ભવિષ્યમાં વસ્તીવિસ્ફોટ થાય તો તે માટેની વ્યવસ્થા પહેલેથી કરી રાખવાની નેમ હતી. આ સ્પેસ મિશનો ચારેય રીજન ની સરકારોએ સહકારના ધોરણે ચલાવ્યા હતા. અમુક પ્રાઇવેટ કંપનીઓ પણ આવા સ્પેસ મિશનો લોન્ચ કરતી પણ તેમને રીજનલ સ્પેસ એજન્સીની પરમિશન ની જરૂર પડે છે. પ્રાઇવેટ કંપનીઓમાં APAL સ્પેસ મિશનો લોન્ચ કરવામાં એક નંબર પર છે .
ઈ.સ.૨૨૫૦ માં ટેક્નોલોજીની સ્થિતિ
2075 પહેલાના સમય કરતા અત્યારે ટેક્નોલોજીની સ્થિતિ જુદી હતી છે. ઇન્ટરનેટનું સ્થાન વાઇસનેટે લીધું છે, જે વધુ ઝડપી અને વિસ્તૃત છે. શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ હોવાથી લોકો વધુ કલ્પનાશીલ અને ઉદ્યમી બની ગયા છે સૌથી વધુ ડેવલપમેન્ટ અવકાશ વિજ્ઞાન અને રોબોટિક્સમાં થયું છે. જોકે બાકી ક્ષેત્રોનો વિકાસ નથી થયો એવું નથી. જે લોકો પૈસાદાર છે તે કન્વર્ટિબલ વાપરે છે જે રસ્તા પર દોડી પણ શકે અને હવામાં ઉડી પણ શકે અને મધ્યમ વર્ગ રસ્તા પર દોડતી કરો વાપરે છે અને તેનાથી નીચલો તબક્કો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે છે જે બધા માટે ફ્રી છે. મેટલની સ્થાન પોલીપેન્ટાઈલટ્રાઇફેસાઇનેમ નામના મટેરિયલે લીધી છે જે PPTTS નામથી ઓળખાય છે. આ ક્રાંતિકારી શોધે લોકોના જીવન માં બહુ પ્રભાવ પાડ્યો છે. રોબોટિક્સ થી લઈને ગૃહઉપયોગી વસ્તુઓમાં વપરાય છે.
હોસ્પિટલો અદ્યતન થઇ ગઈ છે હવે અહીં લોકો બીમાર પડીને નથી આવતા અહીં ફક્ત એક્સીડેન્ટ થયેલા લોકોજ આવે છે. હોસ્પિટલોમાં એક ડિપાર્ટમેન્ટ એવો છે જે બાકી ડિપાર્ટમેન્ટો કરતા વધારે બીઝી છે તે છે જેનેટિકલ ડિપાર્ટમેન્ટ. અહીં મોટેભાગે બાળકોને લાવવામાં આવે છે અને તેમના જીન્સ નું પરીક્ષણ કરીને નાનપણમાંજ બીમાર પડી શકતા જીન્સોનું કોડિંગ બદલી દેવામાં આવે છે. આજે કોઈને શારીરિક બીમારી નથી તેમાં આ ડિપાર્ટમેન્ટનો સૌથી મોટો ફાળો છે છતાં ક્યાંક એવા સ્થળો છે જ્યાં બીમારોની વસ્તી છે. તેમને કેદ કરીને રાખવામાં આવ્યા છે. એક ગ્રુપ જે સરકારની વિરુદ્ધ કામ કરી રહ્યું છે તેઓ નવા નવા જીવાણુઓની શોધ કરે છે અને અપહૃત લોકો પર પરીક્ષણો કરે છે. આ વિષય પર પછીના પ્રકરણોમાં પ્રકાશ પાડીશું.
જીન્સ થેરેપી તો હોસ્પિટલોમાં થાય છે પણ તેની સાથે બીજો એક ડિપાર્ટમેન્ટ છે જે માનવ વિકાસમાં પોતાનો બહુમૂલ્ય ફાળો નોંધાવી રહ્યો છે. તે છે બ્રેન ડેવલપમેન્ટ, જે સ્કૂલો સાથે સંલગ્ન છે, સ્કૂલોમાં દાખલ થતા વિદ્યાર્થીઓ બ્રેન મેપિંગ કરીને તેમને કયા વિષયોનું શિક્ષણ આપવું જે તેની મગજની કાર્યશક્તિ સાથે મેળ ખાતું હોય. અને જો કોઈ બાળક નું મગજ કમજોર હોય તો તેને ટ્રીટમેન્ટ આપીને સુધારવામાં આવે છે. આજે કોઈ મંદબુદ્ધિની વ્યક્તિ ભાગ્યેજ મળે છે.
આજે સ્કૂલોમાં શિક્ષણ અને હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ ફ્રી છે, ઉપરાંત રીજનલ સરકારોએ સ્થાપેલા ભોજનાલયમાં જમવાનું ફ્રીમાં મળે છે. પણ સોનાની થાળીમાં લોઢાની મેખ હોય તેમ એક કાર્ય એવું થઇ રહ્યું છે જે માનવતાની વિરુદ્ધ છે. ખોડખાપણ સાથે જન્મેલા બાળકોને મારી નાખવામાં આવે છે. આ નિર્ણય ઈ.સ.૨૧૨૫ માં લેવામાં આવ્યો જયારે ૨૦૭૫ માં વપરાયેલા અણુશસ્રોની ખરાબ અસર તળે ખોડખાંપણવાળા વ્યક્તિઓની સંખ્યા વધી ગઈ , અને આવા ડીફોર્મ થયેલા જીન્સનો વેલો આગળ ન વધે તે માટે આવો નિર્દય નિર્ણય લેવામાં આવ્યો. કિરણોત્સર્ગથી પ્રભાવિત થયેલા જીન્સને રીપેર કરવાનો માર્ગ હજી મળ્યો ન હતો.
આગળના ભાગમાં વાંચો ૨૨૫૦માં લોકોનું જીવન કેવું છે અને કેવી રીતે રહે છે. અને કોણ છે ડૉ હેલ્મ અને એમણે એવું તે શું કર્યું જેનાથી જગત પર મુસીબત આવી ગઈ.