પ્રસંગ
પ્રસંગ
આ કોરોના કાળ આવ્યો ત્યારથી ઉજાણી, સમારોહ, મેળાવડા, જમણવાર, મેળા, ગેટ ટુ ગેધર બધુંજ જાણે બંધ થયી ગયું. એવામાં ક્યાંક કોઈના લગ્ન જોવામાં આવે તો એમ થાય હજુ આ પ્રથા યથાવત છે. કારણ એનું, લગ્નમાં ઓછા માણસ જોડે મરણમાં ઓછા માણસ બધે ઓછું ઓછું થયી ગયું.
શું જમાનો આવ્યો છે બાકી ! ધાર્યું નહતું એવી એવી ઘટના બને છે. છોકરાવ ભણ્યા વગર પાસ થાય છે, લોકો પોતાનો ધંધો બંધ રાખી બેસી રહ્યા છે, નોકરિયાત ઘરેથી કામ કરે છે, શહેર જાણે થંભી ગયું છે '.
મને એક વાત યાદ આવી હું તમને જણાવું. બહુ સમય પહેલા એક લગ્નના જમણવારમાં અમે ગયા હતા. કોઈ દૂરના વ્યક્તિના હતા મારે વેકેશન હતું માટે હું ગયો બાકી હું ક્યાંયના જાઉં.
સવારે અમે તેના સ્થાને પહોંચી ગયા, ત્યાં તેમના અંગત ઘરના લોકો પૂજા કરતા હતા અને જેના લગ્ન હતા તે બ્યુટી પાર્લરમાં હતી અને તેના ભાઈ, કઝીન અને કાકા મામા બધા દોડાદોડ કરતા હતા. તેની મમ્મી તો જાણે અલગ દુનિયામાં હતી અને તેના પિતા બધાને આવકાર આપતા હતા. હું બધું દૂર બેઠો બેઠો જોયા કરતો અને મજા લેતો.
એવામાં ગણેશ પૂજા પુરી થયી અને ચા-નાસ્તો ને બધું આપ્યું. બાકી નાસ્તો મસ્ત હતો આજેય મોઢામાં પાણી રહી ગયું. હું મારી ચા લઈને બેઠો અને એવામાં એમના ઘરની કોઈનાની છોકરી દોડતી આવી અને ચટ્ટાઈમાં પગ ભરાતા સીધી મારી પર પડી અને જોવા જેવી થયી. બધી ચા મારા પર અને બધાની નજર મારા કપડાં પર. અંદર થી એટલો હું ગુસ્સે ભરાયો પણ ઓડકાર ખાઈ ગયો.
નવા કપડાંની વાટ લાગી ગઈ. પણ, બધું ભૂલીને દૂર જઈ બેઠો. એવામાં અગિયાર જેવા વાગ્યા અને જેના લગ્ન છે તે છોકરી આવી. બધા ફોટા પાડતા, તેના કપડાંની વાતો કરતા, તેના ભાઈઓ તેની બહેનપણી જોડે આંટા મારતા અને ક્યાંક ગોઠવાઈ જાય તેની રાહ જોઈ દોડાદોડ કરતા.
હું મસ્ત બધાને ધ્યાને લેતો. એવમાં કોઈએ કીધું જાન નીકળી ગયી છે અને નાકે ઉભી છે. જોયું તો જાણે કઈ થયું હોય તેમ દોડાદોડ, કોઈ અંદર જાય કોઈ બહાર આવે, ક્યાંકથી હસાહસી તો ક્યાંક પંચાતનો અવાજ. કોઈ ખુશ થાય તો કોઈ બળતું હતું, કોઈ રડતું તો કોઈ ખૂણામાં બેઠું હતું. એનાકે ફટાકડા એવા ફૂટ્યા જાણે એમ લાગે આગના લાગી જાય. ગાંડાની જેમ ફટાકડાં ફોડ્યા, ગરબે ઘૂમતી લેડીઝ, જાનની સ્વાગત કરતા બધા લોકો...
બાકી, લાગતું કે કોઈના લગ્નમાં છીએ. જાનને વધાવી અને તેમના તરફથી લોકોને ઠંડુ પાણી, નાસ્તો, શરબત, ચા, કોફી, ગરમનાસ્તો અને ઘણી આગતાસ્વાગતા. વરરાજા બાકી શરમાય એક છોકરીની માફક ! એક બાજુ આ અવાજ અને બીજી બાજુ ઢોલના અવાજ. લેડીઝ લોકોનો શોરબકોર, બધેથી અવાજ અવાજ. મારુ માથું પાકયું અને હું ત્યાંથી નીકળી બહાર ગયો.
એવામાં જમણવારની વાત કાને પડી. એકબાજુ લગ્નની વિધિ અને બીજી બાજુ જમણવાર. જેને જવું હોય એ બધા લેવામાંડ્યા આપણે તો લગ્ન જોવા બેઠા.
'કન્યા પધરાવો સાવધાન ' વરરાજા તો પીગળી ગયા. ગુજરાતી ગીતો વાગ્યા અને જોતજોતામાં સાત ફેરા લઇ લીધા અને લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયા.
નાના છોકરાવ ત્યાં મુકેલા ગાદલા ખુરશી જોડે રમતા હતા, ફૂલ તોડતા હતા, એકબીજા પર પાણી નાખતા હતા, ઝઘડતા હતા, રડતા હતા અને મસ્તી કરતા હતા. અમુક છોકરી કલર કરતી હતી, ફોટા સેલ્ફી એન્ડ વિડીઓ જેવું કરતાં હતાં. વરરાજા તેની મસ્તીમાં અને તેના મિત્રો એમની મસ્તીમાં..
લગ્ન વિધિ પુરી થઈ અને નીચે જમણવારમાં બધાં ગોઠવાઈ ગયા. ઓહહ શુ લાઇન બાકી ! દોઢમણની લાઇન બાકી, જમણવારમાં બધી પ્રકારની ડિશ. સાઉથથી લઈ નોર્થ, ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ઢોસા, ચાઈનીઝ અને બીજું ઘણુંય. મારી નજર તો બધે ફરતી હતી.
બધા જ સ્ટાર્ટર મેં પુરા કર્યા અને જોતો હવે જ્યાં લાઇન ઓછી છે ત્યાં જાઉં. મેં મેઈન ડિશ લીધી, બધી જ ભાવતી વસ્તુ મૂકી અને ખૂણે જઈ બેઠો. એવામાં મને લાગ્યું ડિશમાં પાપડ અને છાસ ખૂટે છે માટે ફરી ઉભો થયો અને લઈને જેવો આવતો હતો કે ટેબલ ફેન હતા અને ત્યાંથી ડિશ લઈને નીકળ્યો ને છાસ અને પાપડ ઉડવા લાગ્યા બધી છાશ જોડે બેઠેલા કાકા પર પડી અને થોડું મારા પર '
હું તો કાપો તો લોહી ના નીકળે તેવો. એટલામાં સરખું કરી બેઠો અને ખાધું. મૂડ મરી ગયો હતો પણ એક છોકરી હતી એ મારી સામે જોતી હતી માટે ભૂલીને હસી પડ્યો.
પાણી પીધું, મસ્ત આઈસ્ક્રીમ ખાધો અને જોડે પાન, લસ્સી વાહ !
એવામાં છોકરીની વિદાય આવી ગયી. વાતાવરણ ગમગીન બધા રડમસ. એ છોકરી ઘણું રડી, વરરાજા એની સામે જોઈ એ રડતા. અંદર ખાને વ્યવહારની વાતો સંભળાતી, જોયું કેટલું ઓછું આપ્યું અને એવી બધી વાતો. શણગારેલી ગાડી આવી ગઈ અને વરરાજા અને વધુ અંદર બેઠા અને મને 'ધડકન' નું ગીત યાદ આવી ગયું. પેલી છોકરી મારી સામે જોતી અને પછી નજર હટાવી લેતી.
મેં જોયું ઘડિયાળમાં દસ ઉપર હતા અને પછી અમે બધાને આવજો કહીને નીકળી ગયા. ઓડકાર આવતા હતા અને હું પાણીના બહાને અંદર ગયો અને પેલી છોકરીનો નંબર લીધો. મારા મોઢા પર સ્મિત જોવા જેવું હતું. પછી અમેનીકળી ગયા અને હું મારા ઘરે..
રાત પડી અને સુઈ ગયો.
'ઉઠ! અગિયાર વાગ્યા. નાહવા જા. ક્યારનો રસ ખાવો છે, વાત કરવી છે, મજા આવી ગયી એવું ઊંઘમાં બોલે છે, હેડ ઉભો થા.....
હું આંખો ચોળી ઉભો થયો અને મારી સામે આખું સપનું તરવર્યું. અને મનમાં બોલ્યો અરે યાર, માંડ નંબર મળ્યો એ પણ સપનામાં. પછી એ સપનાની વાત લઈ આખો દિવસ હું હસ્યો.
