STORYMIRROR

"Komal Deriya"

Romance Tragedy Thriller

2  

"Komal Deriya"

Romance Tragedy Thriller

પ્રેરણા

પ્રેરણા

1 min
93

હું ગઝલ લખુ છું ને એ તારા માટે જ હોય છે અને સાચુ કહું તું જ મારી પ્રેરણા છે.

તારી યાદ મને બહુ જ આવે છે તને હું ભૂલી જ નથી શકતી એક પણ ક્ષણ, મને તારા વગર જરાય નથી ફાવતું બસ દેખાડો જ કરું છું કે હું ખુશ છું. મારે તને મળવું છે પણ ડર લાગે છે કે તું ના જ પાડીશ, તારી ના સહન નથી થતી બહુ દુ:ખ થાય છે યાર. તને જ્યારે પણ યાદ કરું મારા ચહેરા પર હાસ્ય છવાઈ જાય છે અને આંખો તને શોધવા લાગે છે, તને જોવાનું મન થાય એટલે હું તારુ ગીત વગાડી આંખો બંધ કરી તને ભરપૂર માણી લઉ છું, કેમકે તને હવે ખુલ્લી આંખથી જોવુ એ એક સપનું બની ગયું છે.

કાલે આખો દિવસ તને યાદ કરી છે મે પણ તોય તને કે કોઈને કહ્યું નથી, મન ઉદાસ હોવા છતાં બધા ફોટામાં હસતી દેખાઉ છું, તારું નામ દિવસમાં દસ વાર લઈ જવામાં મને ખુશી થાય અને 

તારું કેવું છે ! કે મારુ નામ કદાચ યાદ પણ નથી પણ તોય એમ થાય કે તું બીઝી છે એટલે પછી તને યાદ કરી ને જ સૂઈ જાઉ છું મેસેજ પણ એટલે જ નથી કરતી.

પણ આઈ રીયલી મીસ યુ સો મચ યાર.. 

આઈ રીયલી વોન્ટ ટુ મીટ યુ..


Rate this content
Log in

Similar gujarati story from Romance