પ્રેમનો સ્વિકાર
પ્રેમનો સ્વિકાર
કોલેજનો આજ છેલ્લો દિવસ હતો. બધાં જ મિત્રો એક બીજા ને ગળે લગાડીને ફરી મળવાનું પ્રોમીસ કરીને છૂટા પડી રહ્યાં હતાં. પણ કાવ્યા આજ ખૂબ જ અસમંજસમાં હતીઃ કાવ્યા કોલેજના પહેલાં વર્ષથી જ તનીષને પ્રેમ કરતી હતી પણ ક્યારેય પણ કાવ્યાએ તનીષને એની જાણ થવા દીધી ના હતી. આજ કોલેજનાં છેલ્લા દિવસે એ બધું જ તનીષ ને કહેવા માગતી હતી પણ એની હિંમત ચાલતી ન હતી.
તનીષ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. આખો દિવસ તનીષ ને ભણવા સિવાય કશું દેખાતું નહીં. કોલેજનો ટોપર હતો. દેખાવમાં પણ ઘાટીલું શરીર. રંગે ગોરો, કોઈ પણ છોકરીને મોહી લે એવું હાસ્ય. લાગણીથી પણ છલોછલ. આખા કોલેજની છોકરીઓ તનીષ પાછળ પાગલ હતી પણ તનીષ ક્યારેય કોઈનીયે સામુ જોવે પણ બધાંથી દૂર જ રહે.
કાવ્યા પણ દેખાવે ખૂબ સુંદર લાગતી હરણ જેવી આંખો, કાળા અને ઘાટ્ટા કેશ, દૂબળી પાતળી થોડી શ્યામ પણ નમણાશ ભરપૂર.
કાવ્યા આજ મન મક્કમ કરી ને તનીષ પાસે પહોંચી જ ગઈ હવે એણે મનથી જ નક્કી કરી લીધું કે આજ કંઈ પણ થાય પોતાનાં મનની વાત તનીષ ને કહી જ દેશે.
કાવ્યા તનીષ પાસે જઈને થોડી થોથવાતા બોલે છે તનીષ તું ફ્રી હોઈ તો મારે તારી સાથે વાત કરવી છે. તનીષ તરત હસતાં મોઢે કહે છે હા બોલને કાવ્યા. હજુ તો કાવ્યા કઈ બોલવા જાય એ પહેલ
ા અચાનક કાવ્યાની જ એક સહેલી સારા આવી ને તનીષ સામે પ્રેમ પ્રસ્તાવ મૂકે છે. આ જોઈને કાવ્યા ના આંખમાંથી આંસુ નીકળી જાય છે અને તે તરત ત્યાંથી જવા લાગે છે.
કાવ્યા જ્યાં પાછળ ફરીને જવા જાઈ છે તો એનો હાથ કોઈ પકડી લે છે. કાવ્યા પાછળ ફરીને જોવે છે તો તનીષ ઘુંટણીએ બેસી ને કાવ્યાનો હાથ પકડીને લાલ ગુલાબ આપતા બોલે છે. આ લવ યુ કાવ્યા મારી સાથે લગ્ન કરીશ ? કાવ્યા તો કંઈ સમજીએ ના શકી અને તનીષ ને કહે છે તું મને પ્રેમ કરે છે ?
તનીષ ઊભો થઈને કહે છે હા જ્યારથી કોલેજના પહેલા દિવસે મેં તને જોઈ ત્યારથી પ્રેમ કરું છું. તારુ એ મને છૂપાઈ ને જોવું, મને તારી નજર કાયમ જોયા કરતી એ બધી જ મને ખબર છે. હું પણ તને ખબર ના પડે એ રીતે તને જોતો રહેતો, તું એક દિવસ જો કોલેજ ના આવે તો તારી સખી ને આડાઅવળા સવાલો કરીને જાણવાની કોશિશ કરતો કે તું કેમ નથી આવી, કોઈવાર હિંમત જ ના થઈ કે હું તને મારા દિલની વાત કહું પણ આજ જો હું ના કે'ત તો તને કાયમ માટે ખોઈ બેસત ! બસ આજ ડર મને આજ મારી દિલની વાત તારા સુધી પહોંચાડવા હિંમત આપી ગયું. તો બોલો મેડમ મારી સાથે લગ્ન કરશો ?
કાવ્યાએ તરત જ તનીષ ને હા પાડી દીધી અને બંને વડીલોની મંજૂરીથી લગ્ન કરીને ખુશીથી જિંદગી જીવવાં લાગ્યાં.