બદલો -4
બદલો -4
ડો કુલકર્ણી બેભાન થઈ જાય છે. મીસ્ટર બજાજ ડો કુલકર્ણી ને શોધવા નિકળી જાય છે. જે જગ્યાએથી ફોન આવ્યો તો ત્યાં પહોંચે છે. પણ ત્યાં ડો કુલકર્ણી હોતા નથી આમ તેમ બધે જ શોધે છે. પણ નિરાશ થઈ ને પાછા જાય છે. બીજી બાજુ ડો કુલકર્ણી આંખો ખોલે છે તો સ્મશાનમાં હોય છે. આજુબાજુનું ભયાનક વાતાવરણથી ગભરાય ને માનસિક સંતુલન બગડી જાય છે. ને સ્મશાનમાંથી બહાર નિકળે છે. ને ડો કુલકર્ણી બજાજની જ ગાડી જોડે અથડાય છે. બજાજ ગાડી ઊભી રાખી ને જોવે છે. તો કુલકર્ણી ને જોઈને અવાક થઈ જાય છે. ને એને લઈને ઘરે આવે છે. ડો કુલકર્ણી એક જ વસ્તુ બોલ્યા કરે છે. મારી ભૂલ થઈ ગઈ માફ કરી દે ને ગભરાયેલા ખુણામાં બેસી રહે છે.
રાત થાય છે. જાણે એવો ભયાનક સન્નાટો હોય છે. કે કો પણ ને અંદર થી હલાવી દે બજાજ આરામથી થાકીને સુતો હોય છે. ને કાનમા કોય જોસથી ચીસ પાડે છે. બજાજ બેબાકળો થઈ ને ઊભો થઈ જાય છે. આજુ બાજુ જોતા કશુંજ દેખાતુ નથી ને બીતા બીતા ફરી સુવે છે. ને આંખો બંધ કરે છે. અચાનક આંખ ખુલી જાય બીકમાં તો એની ઉપર જ હવા મો કોય લટકતું સૂતું હોય છે. ભયાનક ચહેરો માંસના લોચા બહાર લટકતા ને આખો બગડી ગયેલો ચહેરો લોહીના ટીપા ટપ ટપ ટપ ટપ........બજાજ પર પડતાં હોય છે. બજાજ ઊભો થવા જાય છે. પણ ઊભો થઈ નથી શકતો પરસેવે નિતરતો ને બીકમાં ધ્રુજતો પણ કઈ જ કરીના શકતો હવામાંથી એ લટકતું એનાં પર પડે ને અચાનક ગાયબ થઈ જાય છે.
કોય અદ્રશ્ય હાથ બજાજ ને ગાલ પર જોર જોરથી લાફા મારે છે. આખો ગાલ લાલચોળ થઈ જાય છે. અચાનક મારતું બંધ થઈ જાય છે.
ક્રમશ:

