અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
ગંગા એક નાના ગામડાં મા રહેતી 15 વર્ષની છોકરી છે. માતા પિતાના આકસ્મિક મૃત્યુથી માનસિક સંતુલન ખોરવાય ગયું હતું. માતા પિતાના મૃત્યુ પછી ગંગા કાકા કરસનદાસ અને કનુદાદા જોડે રહેતી હતી.
એક દિવસ પોતાના જ ઘરના ફળિયામાં આકાશ સામે જોય ને અપ શબ્દો બોલતી જોર જોર થી બૂમો પાડતી હતી જે સાંભળી આજુબાજુ ના લોકો ભેગા થઈ ગયા, કનુ દાદા આવાજ સાંભળી ને બહાર દોડી આવ્યા ગંગા ને પ્રેમથી સમજાવા ગયા પણ પાગલ ગંગા એ દાદા ને જોરથી ધક્કો મારી ને પછાડી દીધાં ને ગાળો દેવા લાગી એ સમયે કરસનકાકા ઘરે ન હતા. કનુ દાદા જુના જમાનાના હતા એટલે એ એવું જ સમજતા કે ગંગા ને વળગાડ વળગ્યો છે.
એટલામાં કરસનકાકા આવી જાય છે ને આ બધું જોય ને ઘરમાં પવન વેગે જઈને લાકડી લઈને ને આવે છે ને ગંગા ને ઢોર મારમારે છે, કનુદાદા ગંગાને બચાવવા જાય છે, લાકડીના બે ત્રણ ઘા એમને પણ વાગી જાય છે કરસનકાકા કનુદાદા ને વાગતુ જોય ને હાથ થોભાવીને આંખો મોટી કરી ને જોયાં કરે છે ને કશુ જ બોલીયા વગર ઘર માં જતા રહે છે ગામડાં ના લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા આને ભુત વળગી ગયું છે વળગાડ જ છે એક તો કનુદાદા ને પહેલે થી જ આવું લાગતુ ને ગામવાડાનું સાંભળીને વિશ્વાસ થઈ ગયો ગંગાને વળગાળ છે. એવુ હવે દ્રઢ પણે
કનુદાદા માની જ લે છે એટલે કરસન કાકા ને કહે છે ગંગા ને કોઈ તાંત્રિક ને બતાવું જોઈએ કરસન કાકા ગુસ્સો કરે છે ને કહે છે આ ગાંડી છે એને ગાંડા ના ડોક્ટર ની જરુર છે એમ બોલીને ત્યાથી જતા રહે છે બે ચાર દિવસ શાંતિથી પસાર થાય છે ત્યાં ફરી ગંગા તોફાને ચડે છે ઘર ની બધી વસ્તુઓ લઈને તોડફોડ કરે છે ને બાજુમાં રહેતા નાના બાળક ને ઘરમાંથી છુટ્ટી સાણસી ફેકીને મારે છે જેના કારણે છોકરાને લોહી નિકળી જાય છે આનાથી કનુદાદા ગભરાય જાય છે બાળકના માતા પિતા ગંગા ને ચોટલો ખેંચીને ઘસડીને બહાર લઈ આવે છે ને બાંધી દે છે અને કરસન કાકા ને બોલાવે છે ને બધુ કહે છે ગંગા એ શું કર્યું.
કરસન કાકા તો જાણે જ્વાળામુખી ફાટે એમ ફાટે છે ને ગંગા ને બાંધેલી જ હાલતમાં ચાબુકથી મારે છે જેને કારણે માર સહન ના કરી શકતા ગંગા બેભાન થઈ જાય છે ! કનુ દાદા જલદી આવી ને એને છોડાવે છે ને ડોક્ટર ને બોલાવે છે એની તપાસ કરતા ડોક્ટર બધુ પૂછે છે શું થયુ બધી વાત કનુ દાદા કરે છે ને ડોક્ટર પણ ગાંડપણનો ઈલાજ કરાવવાની સલાહ આપે છે હવે કનુ દાદા શું સાચું માને વળગાડ છે ? કે ગંગા ગાંડી થઈ ગઈ છે ? એનો ઈલાજ કરાવવો ?
કનુ દાદા ગામમાં એમના મિત્ર ને મળવા જાય છે એમનું નામ રામુ દાદા હોય છે કનુ દાદાને મળીને પહેલા તો ભેટી પડે છે ને બહુ જ રડવા લાગે છે ને ગંગાની વાત કે છે એટલે સાંત્વના આપતા કહે છે આપણે કાલ જ આનું નિરાકરણ કરીએ. હું એક તાંત્રિકને ઓળખું છું એને મળવા જઈશું તું અત્યારે ઘરે જા કનુ દાદા ઘરે આવી જાય છે અને વિચારમાં બેસી જાય છે.
સવાર ની પહેલી કિરણ સાથે જ કનુ દાદા ઊઠી જાય છે ને રામુ દાદા જોડે જવાની તૈયારી કરવા લાગે છે સવારના 7 વાગતા જ રામુ દાદા કનુ દાદા ના ધરે આવી જાય છે બસ હવે બંને નીકળી જાય છે નજીક ના જ ગામ માં રહેતા એક તાંત્રિક ને મળવા ગામડા ના માણસો બહુ મજબૂત હોય છે એટલે બંને રેલ્વેસ્ટેશન જવા ચાલવા લાગે છે રામુ દાદા સાંત્વના આપતા જાઈ છે વાત કરતાં કરતાં ક્યારે સ્ટેશન પહોંચી જા
ઈ છે એ ખબર જ નથી પડતી. બંને ટ્રેન ની ટીકીટ લઈ ને ટ્રેન મા બેસી જાય છે જોત જોતામાં જે તાંત્રિક ને મળવા જવાનુ હોય છે એ ગામ આવી જાય છે ને બંને તાંત્રિકની જગ્યાએ પહોંચે છે ત્યાંનું વાતાવરણ જોય ને બંને ગભરાય જાય છે.
કોઈની કાન ફાડી નાખતી ચીસો કોઈ ની છુટવા માટેની આજીજી તો કોઈના શરીર પર પડતા ચાબુકના ધા ને કોઈને મારેલો મરનતોલ માર કનુ દાદા આ જોય ને એટલા ડરી જાય છે કે અંદર જવાની હિમ્મત જ નથી કરતા ને જોયતુ જડે એમ અંદર થી કોય માણસ આવી ને કહે છે તાંત્રિક નથી એ બે ત્રણ દિવસ પછી મળસે બંને ત્યાંથી એવી રીતે નિકળે છે જાણે એમને જ માર પડીયો હોય ને છુટી ને ભાગતા હોય.
થોડે દુર જઈ ને શાંતિ થાય છે ને બંને એકબીજાનું મો જોયા કરે છે કોઈ કશુ નથી બોલી શકતુ થોડીવાર બંને કશુ જ બોલ્યા વગર ચાલ્યા કરે છે ને રામુ દાદા ફરી બીજા સિધ્ધ થયેલા ભુવા પાસે બીજે જવા ની વાત કરે છે કનુ દાદા તો એટલા ડઘાઈ ગયેલા હોય છે કે કશુ સાંભળીયા વગર જ હા પાડી દે છે ને બંને બીજા ગામમાં રહેતા ભુવા પાસે જવા નિકળી જાય છે.
ત્યા પહોંચે છે બહાર નુ વાતાવરણ આગળ ના તાંત્રિક કરતા કંઈક અલગ જ હતું એકદમ શાંત મન ને ગમી જાય એવુ કનુ દાદા ને આ જોઈ ને શાંતિ થઈ બંને આગળ વધવા લાગ્યા અંદર જતા જ આંખો ફાટી પડી આગળ જોયુ એના કરતા પણ ભયાનક દ્રશ્ય હતું એક છોકરી ના માથાના વાળ પકડી ને પછાડતા હતા ને મારને કારણે આખુ લાલ થઈ ને સુજી ગયુ હતું આંખો ના પોપચા દેખાતા નહતા ને એ છોકરી હાથ જોડી ને મને છોડીદો ની ભીખ માંગતી'તી પણ પથ્થર થયેલા ત્યાં બધા ઊભેલા જોયા કરતાં ને માર સહન ના કરી શકતા એ છોકરી ત્યાંજ મૃત્યુ પામે છે ને અચાનક ભયાનક વાતાવરણ શાંત બની જાય છે.
છોકરી ના માતા પિતા એને ઉઠાડવાની કોશીશ કરે છે પણ કશુ જ બચ્યું નથી હોતુ ને પોતાની જાતને ઠપકો આપે છે કે ઘરનાનું ને ડોક્ટરનું માન્યું હોત કે આ પાગલ છે. એને તાંત્રિકની નહીં એને ડોક્ટર ના ઈલાજ ની જરુર છે તો આવા તાંત્રિક ના હાથે મારી છોકરી મરી ના હોત અમારી અંધશ્રદ્ધા જ મારી લાડલીને ગળી ગઈ.
કનુ દાદા ને રામુ દાદા આ બધું દૂર થી જોયા કરતાં આ બધું જોઈને કનુ દાદા ને પોતાની ભૂલનું ભાન થાઈ છે અને વિચારે છે જો હું આવા પાખંડી પાસે ગંગા ને લાવત તો આજ એનો પણ આજ હાલ થાત ત્યાંથી જ બંને પાછા વળી જાય છે ને પોતાના ઘરે જતા રહે છે કનુ દાદા રડતા રડતા કરસન કાકા પાસે પોતે જે અંધ શ્રદ્ધાને કારણે ગંગાને તાંત્રિક પાસે લઈ જવાનું કહેતા હતા એની માફી માંગે છે ને ગાંડાની હોસ્પિટલમાં લઈ જઈ ને એનો ઈલાજ કરાવાનું કહે છે.
બીજા દિવસે ગંગા કરસન કાકા અને કનુ દાદા ગાંડાની હોસ્પિટલમાં લઈ જાય છે ને ત્યાજ ગંગા નો ઈલાજ કરવા મૂકીને આવે છે સમય પસાર થતો જાય છે લગભગ એક વર્ષ પછી હોસ્પિટલમાંથી ફોન આવે છે ગંગા સાજી થઈ ગઈ છે એને તમે લઈ જાવ, કનુ દાદા ને કરસન કાકા હરખાતા હરખાતા જાય છે ને ગંગા ને ઘરે લઈ આવે છે.
આજના જમાના પણ ધણા લોકો હજુ પણ અંધ શ્રદ્ધામાં જીવે છે નાના ગામડાં મા તાંત્રિક ને ભુવા લોકો ને વહેમમાં જીવાડે છે ને જેને કારણે ઘણા જીવ જાય છે જ્યાં સુધી આપણે જાગૃત જાતે નહી થઈ ત્યા સુધી આનો કોઈ અંત નથી,ગંગાને જો તાંત્રિક પાસે લઈ ગયા હોત તો આજ એ સાજી ના થઈ હોત.