STORYMIRROR

મોનિકા દોશી "એક આશ"

Tragedy Thriller Others

4  

મોનિકા દોશી "એક આશ"

Tragedy Thriller Others

દુર્ઘટના

દુર્ઘટના

3 mins
222

આજ એક એવી દુર્ઘટનાની વાત કરવા જઈ રહી છું જેમાં હૃદયને કંપાવી નાખતું સત્ય છે. એક એક વ્યક્તિના આંખોને પલાળી નાખતું હૃદયસ્પર્શી ચિત્ર છે, આત્માને ધ્રૂજાવી નાખતું રુદન છે. કોઈ ક્યારે પણ કલ્પના પણ ના કરે એવી હકીકત છે. 

મારી બાજુમાં રહેતાં વિક્રમભાઈ અને તેમનો પરિવાર દર વર્ષે બહાર ફરવા જાઈ આ વર્ષે પણ બધાં એ બહાર જવાનું નક્કી કર્યુ. આ વખત બધાં સાથે માઉન્ટ આબુ ફરવા જવાનું વિચાર્યુ. વિક્રમભાઈની પત્ની દિવ્યાબેન એમના પતિ સામે એક પ્રસ્તાવ મૂક્યો. આપણે કાયમ એકલાં ફરવા જઈએ છીએ તો આ વખત આપણ તમારા અને મારા મમ્મી પપ્પા અને આખા ફેમિલી સાથે જઈએ. વિક્રમભાઈ ને એમની પત્નીની આ વાત ખૂબ ગમી ગઈ.

વિક્રમભાઈના ફેમિલીમાં એમના પત્ની એમના ત્રણ બાળકો જેમાં બે દીકરી અને એક દીકરો અને એમનાં મમ્મી પપ્પા સાથે જ રહેતાં. વિક્રમભાઈએ રાતે બધાં સાથે બેઠાં હતાં ત્યારે આબુ સાથે ફરવા જવાની વાત કરી અને સાથે દિવ્યાબેનના મમ્મી પપ્પા ભાઈ ભાભી અને એમના બે બાળકો પણ સાથે જઈ શકી એવો પ્લાન કરી. વિક્રમભાઈના મમ્મી પપ્પા પણ આ વાતમાં હામી ભરી દીધી. 

તરત વિક્રમભાઈની પત્નીએ એમના પિયરમાં ફોન કર્યો અને આબુ સાથે જવા પૂછ્યું, પહેલા તો દિવ્યાબેનના મમ્મી પપ્પા ના પાડી પણ વિક્રમભાઈના આગ્રહથી બધાં માની ગયાં. 

 આબુ જવાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો બધાં જ શુક્રવારે વહેલી સવારે બે મોટી ગાડી લઈને નીકળી ગયાં. એક ગાડીમાં વિક્રમભાઈના મમ્મી પપ્પા, સાસુ સસરા ભાઈ ભાભી અને વિક્રમભાઈની એક મોટી દીકરી બેઠાં અને બીજી કારમાં બાકી રહ્યાં બધાં બેસી ગયાં. 

 માતાજીનાં જય નાદ સાથે ગાડી ચાલું કરવામાં આવી. બધાં જ હસતાં ગાતા સફરની મજા માણવા લાગ્યાં હજુ તો અડધો રસ્તો પણ પસાર નહીં થયો હોય કે એક પૂર જોશે આવતી ટ્રકે એક ગાડીને અડફેટે લઈ લીધી. બીજી ગાડી થોડી આગળ નીકળી ગઈ હોવાથી આ અકસ્માતની જાણ ના થઈ. થોડી વાર પછી બીજા ગાડીમાં બેસેલા ને ધ્યાન પડ્યું કે બીજી આપણી ગાડી દેખાતી જ નથી. જે ગાડીનો એક્સીડન્ટ થયો હતો એ ગાડી વિક્રમભાઈના મમ્મી પપ્પા અને સાસુ સસરાવાળી હતી જેમાં દિવ્યાબેન, ભાઈ ભાભી અને એમની દીકરી પણ હતી. 

 થોડીવાર પછી વિક્રમભાઈ ગાડી પાછી લેવડાવી બીજી ગાડી સોમવારે થોડે દૂર જતા એક જગ્યાએ માણસનું ટોળું દેખાયું. કોઈને મનમાં પણ ના આવ્યું કે આ ગાડી એમની છે. એટલે ગાડી થોડી સાઈડમાંથી નિકાળી બાજુમાંથી પસાર થતાં દિવ્યાબેનની નજર ગાડીની બાજુમાં સૂતેલી એમની દીકરી પર પડી. આ જોઈને દિવ્યાબેન બૂમો પાડીને ગાડીને ઊભી રખાવી. બધાનાં હાથ પગ ધ્રૂજી રહ્યાં હતાં કોઈ આગળ વધી શકતું ન હતું પણ દિવ્યાબેન એમની દીકરી પાસે ગયા દીકરી લોહી લુહાણ હાલતમાં બેભાન પડી હતી. વિક્રમભાઈ ગાડીમાં જઈ ને જોયું તો ગાડીમા હૃદય કંપાવનારુ દ્રશ્ય હતું અંદર રહેલાં બધાં જ મોતની આગોશમાં હતાં. હૈયા ફાટ રુદન એ ત્યાનું વાતાવરણ દયનીય બનાવી દીધું હતું. ભગવાનની દયાથી એમની એક દીકરી જ જીવતી હતી. પણ એને પણ ખૂબ જ વાગેલું હતું. ત્યાં ઊભેલા લોકોએ પહેલેથીજ એમ્બ્યુલન્સ ને બોલાવી લીધી હતી. જેથી ત્યાથી બધાં ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. કોઈ માણસે વિક્રમભાઈનો ફોન લઈને એમના સગાં ને ફોન કર્યો અને ઘટનાની જાણ કરી તાબડતોડ નજીકનાં સગાં હોસ્પિટલમાં પહોંચી ગયાં. 

હવે સમય હતો મૃત્યુ પામેલા ને ઘરે લાવવાનો. નક્કી કરવામાં આવ્યું કે છ મૃતદેહ (જેમાં મમ્મી પપ્પા સાસુ સસરા ભાઈ ભાભી) ને વિક્રમભાઈના જ ઘરે લાવીને અંતિમવિધિ કરવાની. એમ્બ્યુલન્સનો અવાજ આવતાં જ આજુબાજુ ના ફ્લેટના અને અમારાં ફ્લેટના બધાં ઘરની બહાર નીકળી આવ્યાં કોઈની કલ્પના બહારનું દ્રશ્ય સર્જાયુ. એક પછી એક મૃત દેહને બહાર લાવવામાં આવ્યાં આખી સોસાયટી શોકમય બની ગઈ, નહીં કહી શકનાર વેદના બધાંને થવા લાગી. 

આજ પણ આ વાત આ ઘટના યાદ આવતાં કંપારી છૂટી જાઈ છે. ભગવાન ક્યારેય કોઈ ને આવા દિવસ ના બતાવે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy