બદલો
બદલો
શનિવારની રાત રંગબેરંગી લાઈટ ને શરાબના છલકાતાં જામ ને સબાબ સાથે મિત્રોની મહેફિલ જામેલી હોય છે જેમાં મોટા મોટા પોલીસ ઓફિસર, મીનીસ્ટર, ડોક્ટર, ઉદ્યોગપતિ હોય છે પોતાની જ મસ્તીમાં બધા નશા માં ઝુલતા ને નાચતાં હોય છે.
એકદમ જ લાઈટ જતી રહે છે સન્નાટો થઈ જાય છે અંધારામાં બધા એકબીજા ને બોલાવે છે એટલામાં જ બધાં ના કાનમાં ભયાનક અવાજ સંભળાય છે બહારની લાઈટ હોય છે ખાલી આની જ લાઈટ જતી રહે છે બહારની લાઈટ ને કારણે સહેજ પ્રકાશમાં એક હવાની વેગે આમતેમ જતો પડછાયો દેખાય છે ને સાથે ભયાનક ચીસો પણ સંભળાય છે જેને કારણે ત્યાના બધાં ડરથી ધ્રૂજવા લાગે છે ને જાણે બધાયે જે શરાબનો નશો એક જ ઝાટકે ઉતરી જાય છે.
અચાનક લાઈટો ચાલુ થઈ જાય છે ને અચાનક બધાં ની નજર એકબાજુ પડે છે જોતા જ બધાં એક સાથે જ બૂમાબૂમ કરવા લાગે છે ને ભાગમભાગ થવા લાગે છે.
સામેની બાજુ લોહીમાં લથપથ એક લાશ પડેલી હોય છે મો ભયંકર રીતે બગડી ગયું હોય છે પણ એના કપડાં ને હાથની ઘડીયાળ પરથી ખબર પડે છે કે એ ડોક્ટર રોહીતની લાશ હોય છે
પાર્ટી માં કમીશનર તો હોય છે એટલે તપાસ હાથ ધરવામાં આવે છે ને પોલીસની ટીમ ને બોલાવવા માં આવે છે બધાની પૂછતાછ થાય છે ને પછી કશું ખબર ના પડતા બધાને જવા દેવામાં આવે છે ને જ્યાં સુધી તપાસ પુરીના થાય ત્યાં સુધી શહેર છોડીને જવાની મનાય કરવામાં આવે છે.
છેલ્લે કમીશનર અભય, ડો કુલકર્ણી, ઉદ્યોગપતિ બજાજ રોકાય છે ને પહેલાં તો શાંતિથી બેસી રહે છે બધાં ને ધીમેથી મીસ્ટર બજાજ બોલે છે.
મીસ્ટર બજાજ : મને તો .........કોય જાણીતો પડછાયો હોય એવું લાગતું હતું તમને એવું કશું લાગ્યું ?
ડો કુલકર્ણી : સાચું બોલું તો મને પણ જાણીતું જ લાગ્યું
કમીશનર અભય : મને તો...........બંને એક સાથે બોલ્યા મને તો શું ?
(કમીશનર અભય ને કોન લાગે છે ને આગળ શું થશે જાણવાં વાંચતા રહો આગળ)

