બદલો - 3
બદલો - 3
બજાજ બહુ મોટો બીઝનેસમેન હોય છે અમીર પણ એટલો જ, ઘર આલીશાન રજવાડા જેવું હોય છે કમીશનરની મોતથી ડો કુલકર્ણી ને બજાજ બંને જોડે રહેવાનું નક્કી કરે છે કમીશનરની બધી વિધિ પતાવી ને જોડે બજાજના ઘરે જાય છે ઘરે પહોંચે ત્યાં રાત પડી જાય છે બંને થાકી ગયા હોય છે તો તરત સૂવા જતા રહે છે રાત ના 2 વાગ્યા હોય છે ને જોરથી બારી પછડાય છે બજાજને કુલકર્ણી બંને જાગી જાય છે બંને બહારની રૂમમાં આવી જાય છે ને જોરથી બોમ ફૂટે એ રીતે કાચની બારી ધડામ દઈ ને ફૂટે છે વારા ફરથી બધી બારી ના કાચ ફુટવાલાગે છે ખુરશી ટેબલ હવા મા ઉછળી ને આમતેમ ફેંકાય છે ડો કુલકર્ણી ને બજાજ પોતાનો જીવ બચાવવા જમીન પર ઊંધા સૂઈ જાય છે જોરથી ચીસોને ભયાનક હસવાનો અવાજ આવે છે કોઈ નહીં થોડીવાર માં બધુ શાંત પડી જાય છે કશુ જ ના બન્યું હોય એવી શાંતિ છવાય જાય છે !
બીજી બાજુ ડો કુલકર્ણી અને બજાજ ગભરાયેલા એક ખૂણામાં લપાઈને બેસેલા હોય છે પાછળથી માલિક માલિક અવાજ આવે છે એ અવાજથી પણ બી જાય છે ને બંને પાગલ બની ગયા હોય એવું વર્તન કરે છે રાત આખી આમ જ નિકળી જાય છે, સવારે ડો કુલકર્ણી પોતાના ઘરે જવા નિકળી જાય છે, હજુ તો ગાડી દરવાજાની બહાર જ નિકળે છે ત્યાં તો ગાડી બેકાબુ બની જાય છે ને ગાડી પોતાની જાતે જ ચાલવા લાગે છે ગાડીની સ્પીડ ધીમે ધીમે વધતી જ જાય છે ને 200 300 ની ઝડપે ચાલવા લાગે ગાડીમાં બેઠેલા ડો કુલકર્ણી કશુ નથી કરી શકતો આમથી આમ પછડાટો જ ખાય છે ને અચાનક એની બાજુમાં કોઈ બેઠેલું દેખાય છે ડો કુલકર્ણી જોય ને આંખો ફાટી જાય છે ને બીજી જ મીનીટે કોઈ જ નથી હોતુ ને ગાડી પણ એક પહાડીની કિનારી પર જઈ ને ઊભી રહી જાય છે ફટાફટ ડો કુલકર્ણી ગાડીમાંથી ઉતરી જાય છે ને દોડતા દોડતા ત્યાથી દૂર જતો રહે છે ને દૂર જઈ ને બજાજ ને ફોન કરે છે ને કે છે મને ખબર છે આ કોણ કરે છે આટલુ બોલી ને ડો કુલકર્ણી બેભાન થઈ જાય છે !
(ક્રમશઃ)

