STORYMIRROR

MITA PATHAK

Thriller

3  

MITA PATHAK

Thriller

પ્રેમનો કરુણાંત

પ્રેમનો કરુણાંત

6 mins
503

તમને કોઈ એમ કહે કે તમને રાધા ને કૃષ્ણ જેવો પ્રેમ ગમે તો બધા જ હા બોલશે. પણ જયારે એની જેમ સ્વીકાવાનો આવે તો કદાચ બધા જ ન પાડી દે......રાધા અને કૃષ્ણનો પ્રેમ અત્યારેનાં કોલેજકાળ જેવો હતો. પણ મેળવવાની કે પામી લેવો કોઈ પણ સંજોગોમાં એવી ભાવનાવાળો ન હતો. પ્રીત છે, પ્રેમ છે જે એકબીજા ચિંતા કરે છે, કદર કરે છે, એકબીજા સમજે છે, જાણે છે કે એકબીજાના દિલમાં શું ચાલી રહ્યું છે. શું ભાવેથી લઈને શું કરતાં હશે બધી ખબર હોવા છતાં એકબીજાનાથી અલગ થઈને પણ એકબીજા દિલમાં હમેંશા જીવંત રહે તે એ પ્રેમ છે. એ સમર્પણ છે. તેથી દુનિયા આવા પવિત્ર પ્રેમને યાદ કરે છે ને રટણ કરે. અત્યારે ના પ્રેમ જેવું નહિ. કે પ્રેમ શબ્દથી જ નફરત થઈ જાય..

ભરત કેટલી વાર છે ? ચાલ કોલેજ જવાનો સમય થઈ ગયો છે. તેના મિત્રો રોજ બૂમો પાડે છે. બસ સ્ટેન્ડ પર રોજ છોકરા છોકરીઓના અલગ અલગ ટોળકા જોવા મળે. આવી બે ટોળકી ગામડેથી રોજ કોલેજ માટે શહેર જાય છે. ભરતની એક બહેન તેનાથી એક વરસ પાછળ કોલેજમાં છે. તે પણ પેલી છોકરીઓની ટોળકીમાં હતી. એટલે ભરતને તેની બધી સહેલીઓને ઓળખે. એટલે ઘરે પણ આવતી જતી રહેતી. ભરતને તેની બહેનની એ સહેલી જોડે વધારે ફાવતું ;જે તેની સાથે મજાક મસ્તી કરતો અને વાતો પણ કરતો. ભરત બીજા વર્ષમાં નાપાસ થવાથી ; હવે તે તેની બહેનની સહેલી ભારતીના કલાસમાં આવી ગયો. હવે તો રોજ મળવાનું એટલે આકર્ષણમાંથી પ્રેમમાં પરિવર્તન થયું. બંને એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ થયા છે. અને હા ! પ્રેમ થયા પછી ! કોલેજની બધી મોસમ સારી જ લાગે. ચાર લેક્ચરમાંથી બે જ ભરવાના ...બે તો ચાલે કેમકે પ્રેમીપંખીડાંનો સમય હોય કોલેજના ઝાડ નીચે હોમવર્ક કરતાં હોય એવા ઢોંગ સાથે બેસીને એકબીજા જોડે વાતો કરવાનો સમય હોય છે. આવા ખીલી ગયેલો પ્રેમ ભરત અને ભારતીનો હતો..

ભરત અને ભારતી નસીબ જોગે એક જ જ્ઞાતિના જાણ પહેચાનવાળા એક જ ગામના હોવાથી લગ્ન બંધનમાં જોડાય છે પ્રેમમાં સફળતા મળી છે એકબીજાને પામી જશે તેનો ખૂબ જ આનંદ છે. રંગેચંગે પ્રેમ પ્રણયની શરૂઆત થઈ. હનીમૂન અને પછી સંસારિક જીવનની મધુર સફરે નીકળ્યા. ભરત સુખી પરિવારનો દીકરો હતો એટલે હવે તેના પોતાના પપ્પાના ધંધામાં આગળ જવાનું નક્કી કર્યું. સમય જતાં તેને બધું કામ કાજ સંભાળી લીધું. વરસ દિવસ જતા તેના ઘરે દીકરાનો જન્મ થયો છે. તે અને તેનું પરિવાર ખૂબ ખુશખુશાલ છે.

પપ્પાના ધંધાના આવનાર કામદારોને પગારથી લઈને દરેક કામ પણ ભરત જ કરતો હવે. બધાને પોતે બધુ જ કામ સોંપતો. એમાં એક ગરીબ ઘરની એક છોકરી પણ કામ કરવા આવતી. બીજી ઘણા બધા સ્ત્રી પુરુષો આવતા પણ આ છોકરી દેખાવડી અને બોલકા સ્વભાવ ને કારણે બધા તેને ઓળખે અને તેની સાથે બધા મજાક મસ્તી પણ કરતાં. ભરત શેઠ હોવા છતાં તે શરમાયા વગર દિલ ખોલીને વાતો કરતી. ભરત પણ સહજતાથી સાંભળતો. પણ જવાન છોકરી છે. ભરતની સાથે એક બે વાર ભૂલથી અથડાઈ જવાથી ભરતના દિલમાં પણ એક અંકુર ફૂટ્યો.પણ તે વખતે... તેને પોતાની જાતને સંભાળવી હતી ! તેને ભારતીને યાદ કરવી હતી !.તેને તેના દીકરાનો ચહેરો યાદ કરવો હતો !! જે પા....પા કહીને આખો દિવસ પાછળ ફરે છે. ભરત જે બીજ અંકુરિત થયું હતું તેને અંકુશ ન કરી શક્યો. જવાની ફુટી રહેલી માસુમ નીતા ઉપર એટલો આકર્ષિત થયો કે તેની સાથે જીવન જીવવાના સપના જોવા લાગ્યો. ...અને આ બાજુ સાહેબ.....સાહેબ કરતાં કરતા કયારે આકર્ષિત થઈ ગયેલી નીતાને પણ પહેલી વારનો પ્રેમ કયારે થયો ગયો ખબર જ ન પડી. તે જાણતી હોવાથી કે, આ શકય જ નથી !! એટલે તે તેમનાથી દૂર રહેવા લાગી પણ ઘર અને માતાપિતા ને મદદ કરવા તેને નોકરી કરવી ખૂબ જરૂરી હતું.નહિ તો બીજે દિવસે શું ખાવા બનશે ? તેના સવાલ થાય એટલે હવે તેનું ઉછળકૂદ બંધ થઈ ગયું. કામ પુરતી મર્યાદિત વાતચિત કરતી. પણ પુરુષ એ લોહામણું સ્વરૂપ છે. ભરત તેના પ્રેમને ભૂલી નીતાના વિચારોમાં ખોવાય છે. આગળ શું પરિણામ આવશે ? આ ખરેખર પ્રેમ છે ? કશું વિચારવા માંગતો નથી. અને નીતા પાસે જઈને તેને તેના દિલની વાત કરી દીધી. નીતા તો ડઘાઈ ને પોતાના પગ પાછળ ભરતી ..તે પછીના બે દિવસ નોકરી પણ આવી નહિ. પણ ત્રીજા દિવસે કમને તે આવી તેને કામ કરે જ છુટકો હતો.....ભરત આતુર થઈને તેને બોલાવીને કહે છે. તું ચિંતા ન કર આ વાત આપણી બંનેની વચ્ચે રહેશે. પણ સચ્ચાઈ એક દિવસ બહાર આવવાની જ હતી. હવે ભરત અને નીતા પણ ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. એટલે ભાગવાની તૈયારીમાં હતા. અને તેઓ ઘરેથી ભાગી જાય છે. પણ સુખસાહિબીમાં ઉછરેલો ભરત પૈસા હતા ત્યાં સુધી તાંગડધિંગા કર્યા પણ પછી !? સાધરણ જીવન જીવવું તેના માટે શક્ય ન હતું પણ નીતાએ પૂરેપુરો સાથ આપવા કહ્યું ...હું મજૂરી કરીશ પણ તમે મને છોડીને ન જતા નહિ તો મારે હવે મરે જ છૂટકો થશે. અને મે પહેલા જ કહ્યું હતું કે એકવાર હાથ પકડો તો છોડતાં નહીં. નીતાની નાદાની હવે તેને ક્યાં લઈ જશે ખબર નહીં.

બીજી બાજુ ઘરના લોકો શોઘ ખોળ ચાલું કરીને કહે છે... . ભરત ને શોધવો પડશે.... હજું તેને નાનો છોકરો છે ....હજું આખી જિંદગી એની સામે પડી છે. એમ વિચારી ઘરવાળા આકાશપાતાળ એક કર્યુ તેને શોધવામાં .....પણ નીતાનું શું ? ગરીબ દીકરીને ! ઘરના લોકોને સમાજ જીવવા દેશે ?...ભરતના ઘરનાં તેનો સ્વીકાર કરશે ? કંઈ જ ખબર નથી. ભરત તેનો સાથ નિભાવવાશે કે છોડી દેશે ?

ભરત નીતા સાથે જિંદગી જીવવા તૈયાર હતો પાછું વળીને જોવાની તેની હિંમત પણ ન હતી. પણ એક મહિનામાં તેના ઘરવાળા એ તેમને શોધી લીધા. ભરતને બહુ સમજાવ્યો. પેલી છોકરી ને પણ વિશ્વાસ આપ્યો કે તમને કોઈ કંઈ પણ કહેશે નહીં. એમ કહી બંનેને ઘરે લાવે છે.

ભરતની પત્ની ભારતીતો ધરતીમાં જાણે સમાય ગઈ છે. તે પોતાના પિયરમાં છોકરાને લઈને જતી રહી છે. એના હોઠ બીંડાઈ ગયા છે મારા પ્રેમની હાર થઈ છે. તેના માટે બધું અસહ્ય છે. મરી જવાનું મન થાય પણ...પેલું નાનું બાળક જેના મોઢા પર જે કાલીઘેલી ભાષામાં મ.મ્મ.. મા કહે છે તેનું શુ ? એમ વિચારી રોજ એક નવું જીવન તેના બાળક માટે જીવે છે.

બીજી બાજુભરતના પિતાએ ... નીતાના ઘરના ને પહેલી જ બોલાવી ને રાખ્યા છે. પૈસા બેગ ભરીને તૈયાર છે.છોકરીના માબાપને ખૂબ સમજાવે છે. તમારી આખી જિંદગી સુખ સાહિબીમાં જાય એટલા પૈસા છે તમે અહીંથી ખૂબ દૂર તમારી દીકરી ને લઈને ચાલ્યા જાવ એમાં આપણી ભલાઈ છે. હમણાં તે આવતા જ હશે...એટલે ભરત અને નીતાને લઈને તેના કાકા ઘરે આવે છે .... ભરતના ઘરે આવતાની સાથેજ પિતાએ સીધો એક લાફો જડી દે છે ભરતના ગાલ પર ! અને ધુસકે ધુસકે રડી પડે છે એક બાપ..

બીજી બાજુ નીતાને જોઈએ ગરીબ માબાપ તેને ભેટીને ખૂબ રડે છે .... તે આ શું કર્યું દીકરી. તે તો અમારી આબરૂ કાઢી બેટા. પણ ધીરા અવાજે કહે છે કે ચિંતા ના કર બધુ સારું થઈ જશે...

ચાલ ! આપણે જઈએ. નીતાએ ભરતનો હાથ છોડવા તૈયાર નથી.. પણ નીતાના પિતા તેને કહે છે; કે શેઠે આપણી રહેવાની અને ઘરની સગવડ અહીં બહું દૂર કરી દીધી છે ચાલ અહીંયાથી એક નવી જિંદગી આપણે શરુઆત કરીશું ......અહીંથી જવામાં આપણી ભલાઈ છે. પણ નીતા ખૂબ જ રડે છે ના હું કામવાળી બનીને પણ આ જ ઘરમાં રહીશ.પણ જબરજસ્તી તેને લઈ જાય છે. ઘરે જતાં જ માબાપે સામાન પેક કરવાની શરુઆત કરે છે આપણે રાતો રાત આ શેઠની ગાડી આપણે અહીં દૂર મુકી જશે. પિતા બોલતા જાય છે અને દીકરીને સમજાવતા જાય છે.......દીકરી એકબાજુ ખુણા બેઠી બેઠી ખૂબ કલ્પાંત કરે છે. હું આવું જીવન કયારેય નહિ જીવી શકું જે ભરત વગર અને તમારા આ ચહેરા જોઈને ! મને કોરી ખાસે કે મેં મારા માબાપનું ઘડપણ બગાડ્યું ? મારાથી આ બધું નહિ જોવાય.એમ રોકકળ કરતી એકદમ ચૂપ થઈને પોતે આપઘાત કરી લે છે. અને નીતા તેની જિંદગીનો અંત લાવે છે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Thriller