Ishita Raithatha

Drama Romance

3  

Ishita Raithatha

Drama Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૬

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૬

4 mins
214


પૂજા તે કવરની અંદર જે લેટર હતો તે વાંચે છે ત્યાં તરત પાછળથી કરણના આવવાની અવાજ આવે છે તો તરત પૂજા પાછળ જોવે છે. ત્યાં કરણ બાથરૂમમાંથી નાહીને આવ્યો હતો. કરણ હેન્ડસમ હતો અને એમાં પણ અત્યારે કરણ ના બોડી પર ફક્ત ટુવાલ વીંટ્યો હતો, કરણ ના વાળ પણ ભીનાં હતા, કરણ પોતાની બોડી પણ મેન્ટન રાખતો જેથી અત્યારે તેના સીક્ષ પેક પણ જોરદાર દેખાતા હતા. પૂજા આ જોઈને કરણ તરફ એટ્રેક થતી હતી પરંતુ તરત પૂજાએ પોતાના પર કંટ્રોલ કર્યો અને પુજા તે લેટર ત્યાં ટેબલ પર રાખીને તરત સોફા પર જઈને બેસી જાય છે.

કરણ પોતાના વોર્ડરોબ માંથી કપડાં લઈને પાછો અંદર ચેન્જ કરવા જાય છે. કરણ ચેન્જ કરીને આવે છે ત્યાં તરત કરણને એક ફોન આવે છે કરણ વાત કરતો કરતો બહાર બાલ્કની માં જતો રહે છે. પૂજા વિચારે છે કે, "શું કરણ મારી સુંદરતા ને જ પ્રેમ કરે છે? મને સમજી શકશે કે નહીં? જે વ્યક્તિ થોડીવાર પહેલાં આટલો પ્રેમાળ હતો તે ક્ષણવાર માં આટલો ક્રૂર બની જાય છે."

આટલું વિચારતાં વિચારતાં પૂજા ત્યાં સોફા પરજ સૂઈ જાય છે. થોડીવારમાં કરણ ત્યાં અંદર આવે છે તો જોવે છે કે પૂજા ત્યાં સોફા પર સુઈ ગઈ હતી કરણ ત્યાં નજીક જાય છે અને જોવે છે તો પૂજાના હાથ પર પોતાના આંગળા ની છાપ બેસી ગઈ હોય છે, આ જોઈને કરણ નો ગુસ્સો શાંત થઈ જાય છે અને પછતાવો પણ થાય છે. તરત કરણ નીચે રસોડામાં બરફ લેવા જાય.

કરણ જ્યારે રસોડામાં જાય છે ત્યારે ત્યાં આરતી પણ પાણી લેવા આવે છે, પહેલાં તો આરતી કરણ ને રસોડામાં જોઈને આશ્ચર્ય પામે છે કે ભાઈ આજે રસોડામાં છે? પછી પોતેજ વિચારે છે કે, કદાચ બેસ્ટી માટે જમવાનું લેવા આવ્યા હશે, અને શું બેસ્ટી એ ભાઈ ને બધી વાત કહી દીધી હશે? આવા અનેક વિચારો આરતીના મનમાં થતાં હતા ત્યારે કરણે, આરતીને ત્યાં જોઈ અને ગુસ્સા સાથે બોલ્યો,

કરણ:"પૂજા માટે આ શહેર અને લોકો નવા છે, માટે તારી સાથે પૂજાને કોલેજ મોકલવાનું મે વિચાર્યુ હતું કે જેથી પૂજાને તકલીફ ના થાય."

આરતી:"હા, હું ધ્યાન રાખીશ, અને એમ પણ તમે ચિંતા ના કરો પૂજા બહાદુર છે આજે જે રીતે બેસ્ટી એ પેલા સચિનને પાઠ ભણાવ્યો તે ગજબ હતું."

કરણ:"પાઠ ભણાવ્યો! એટલે? અને પૂજા તારી બેસ્ટી છે, ગુડ."

પછી આરતી બધી વાત કરે છે કરણ પણ બધું ધ્યાનથી સાંભળે છે. આરતી અને કરણ પહેલીવાર આટલી વાતો કરે છે. આરતી પણ ખુશ થઈ જાય છે કે આજે ભાઈ મારી વાત સાંભળે છે અને ભાઈને મારા પર વિશ્વાસ છે માટે જ બેસ્ટી ને મારી સાથે કોલેજ મોકલે છે. બધી વાત થઈ ગઈ પછી કરણ ના હાથમાં આઈસ બેગ જોઈને આરતી પૂછે છે,

આરતી:"ભાઈ આ આઈસ બેગ કોના માટે? તમને કંઈ થયું?"

કરણ:"ના આતો જરાક,"

એટલું બોલતાં બોલતાં અટકી જાય છે, પોતાના થી જે પૂજાને તકલીફ થઈ હતી તે કહી ના શક્યો. પરંતુ આરતી સમજી જાય છે કે, ભાઈ બેસ્ટી થી ગુસ્સે હશે અને કંઈક થયું હશે માટે જ આ આઈસ બેગ લઈ જાય છે આ સમયે આરતીને થયું કે પોતાને ભાઈ અને ભાભી વચ્ચે બોલવું ના જોઈએ, માટે આરતી તરત વાત ફેરવી દે છે,

આરતી:"કંઈ વાંધો નહીં ભાઈ, શું તમે જમ્યા?"

કરણ:"ના મને ભૂખ નથી."

આરતી:(આરતી સમજી ગઈ કે બંને એ કંઈ ખાધુ નથી માટે તરત આરતી પૂછે છે)"શું હું તમારા બંને નું જમવાનું રૂમમાં મોકલવી દવ?"

કરણ:"કેમ બંનેનું! શું પૂજા એ કંઈ જમ્યું નથી?"

આરતી:"ના ભાઈ, બેસ્ટી તમારી રાહ જોતી હતી કે તમે આવો પછી તમને બધી વાત કરે અને પછી તમારી સાથે જામશે માટે જામી નથી. પપ્પા એ કીધું પણ ખરી કે, એ તમને ફોન કરીને બધી વાત કરે પરંતુ બેસ્ટી એ કીધું કે તમે કામમાં હશો અને તમને વધારે ટેન્શન આવશે માટે તમે ઘરે આવો પછી નિરાંતે વાત કરશે."

કરણ:"ઠીક છે, સર્વેન્ટ ને કહીને મારા રૂમમાં જમવાનું મોકલી દેજે, અને હા થેંક્યું."

આરતી:"હા, ભાઈ હમણાં જ મોકલાવી દવ."

 તરત કરણ ત્યાંથી જતો રહે છે અને આરતી, કરણ સાથે આટલી બધી વાતો કરી અને કરણ એ તેને થેંક્યું કીધું તેથી ખૂબ ખુશ હતી અને એકલી એકલી બોલે છે કે ભાઈ એ મને થેંક્યું કીધું, એટલામાં ત્યાં માયાબહેન આવે છે અને આરતીને આ રીતે એકલી એકલી બોલતા જોઈને નવાઈ પામે છે.

માયાબહેન:"બેટા શું થયું? કેમ એકલી એકલી બોલે છે?"

પછી આરતી બધી વાત કરે છે અને એ સાંભળીને માયા બહેન પણ થોડા ખુશ થાય છે કે કરણ એ આજે પહેલી વાર આરતી સાથે વાત કરી. પછી બંને મળીને કરણ અને પૂજા માટે જમવાની થાળી તૈયાર કરીને સર્વેન્ટ ની સાથે તે લોકોના રૂમમાં મોકલે છે.

આ બજુ કરણ પોતાના કર્યા પર અફસોસ કરતો કરતો રૂમાં જાય છે અને તરત સર્વેન્ટ જમવાનું આપી જાય છે પછી રૂમનો દરવાજો બંધ કરીને કરણ પૂજાની પાસે આવીને નીચે બેસીને હળવેકથી પૂજાના હાથ પર આઈસ બેગથી સેક કરે છે, જેનાથી પૂજાની નીંદર ઉડી જાય છે અને પૂજા, કરણ ને પોતાની પાસે આટલો નજીક જોઈને ડરીને ઊભી થઈ જાય છે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama