પ્રાણીઓનો મેળો
પ્રાણીઓનો મેળો
આજે શ્રાવણી અમાસ હતી. મેળાનું વાતાવરણ જામ્યું હતું. આ જોઈ જંગલના પ્રાણીઓમાં પણ મેળાનું આયોજન કરાયું.
ખિસકોલીબેન અને વાંદરાભાઈ તો આ ચકડોળમાંથી બીજા ચકડોળમાં એમ બધા ચકડોળમાં ફરી આવ્યા. દેડકાભાઈ ક્યારના કોશિશ કરે ચકડોળમાં બેસવાની પણ ચડાયુ નહિ. હાથીભાઈએ કેળાની દુકાનેથી બધા કેળા ખરીદી બેઠા બેઠા ખાધા. પછી ચાલ્યા મેળાની બજારમાં ચક્કર લગાવવા. સસલાભાઈએ માંડી ગાજરની દુકાન. વેચવા કરતાં પોતે વધારે ખાધા.
માછલીબેને લીધા પાણીથી ભરેલા ફુગ્ગા. તેને ફોડી પાણીમાં તરવાની લીધી મજા. કોયલબેને તો લલકાર્યા ગીત અને સૌને નચાવ્યા તાલીઓના તાલે. બધાં પ્રાણીઓએ મેળામાં ખૂબ મજા કરી.
