Vaghela Shilpa

Romance Others

3  

Vaghela Shilpa

Romance Others

પરાણે પ્રીત

પરાણે પ્રીત

4 mins
7.3K


"વિનય છોડ મને! આ શું કરે છે ?,હાથ છોડ મારો વિનય..."

આટલું બોલતા તો વિનય એ શ્રેયાના ગુલાબી હોઠ પર પટ્ટી મારી દીધી, તે ધમ પછાડા કરતી રહી પણ એક કસાયેલા જુવાન પુરુષના શરીર સામે, તેની નમણી નાજુક કાયા સાવ વ્યર્થ પ્રયત્ન કરતી હતી.

વિનય એ તેના હાથ પગ ખુરશીથી બાંધી દીધા ને તેની સામે બીજી ખુરશી લઈ બેસી ગયો અને પ્રેમ ભરેલા સ્મિતથી એ શ્રેયા ને જોઈ રહ્યો.

 શ્રેયા રોઈને લાલ થયેલી અને સુજેલી આંખોથી વિનયને સવાલ કરી રહી.."કેમ ?, શા માટે ?.." વિનય જાણે તેની હરણી જેવી આંખોમાંના સવાલ સમજી ગયો હોય એમ બોલવા લાગ્યો..

 "આઈ લવ યુ શ્રેયું", મને તું હમેશાથી ગમતી હતી, કોલેજસમયથીજ, પણ ક્યારેય કહેવાની હિંમત જ ન થઇ... બસ... હમેશા તને દૂરથી જ ચાહતો રહ્યો. તુતો પરણી પણ ગઈ. પણ હું તારા સિવાય કોઈનો થઇજ ન શક્યો. હું ખુશ હતો કે તું સુખી છે. પણ જ્યારે મને નિશિતા એ કીધું કે તું ખુશ નથી, ખાલી સમાજને માં બાપની ઈજ્જત માટે જ ત્યાં રહે છે. બસ, મેં નક્કી કરી લીધું કે તને એમાંથી હું છોડાવીશ. તુતો સામેથી માનત નહીં એટલે જ મારે આ રસ્તો અપનાવો પડ્યો." "હવે તું જેમ ઈચ્છે એમ જીવી શકે છે, તને કોઈ કંઈજ નહિ કહે , નવું શહેરને નવું જીવન તને મુબારક શ્રેયું" કહી વિનય એ શ્રેયા ની મો પર ની પટ્ટી હટાવી.

શ્રેયા હજી વિનય ને આવક બની જોઈ રહી હતી. તેનું મગજ કામ કરતું નહતું, વિનય પર ગુસ્સે થાય કે એને વળગીને પોક મૂકી ને રોવે ? એક બાજુ પોતે આઝાદ છે એ વાતથી તે ખુશ હતી ,જ્યારે બીજી તરફ એને પોતાના પરિવારથી વિખુટા પડ્યાનું દુઃખ પણ હતું. વિનય માટે એને એક અજીબ પ્રકારનો અણગમો થઈ ગયો હતો. તે બસ એટલુંજ બોલી શકી, "વીનું કેમ ?"

"બીકોઝ આઈ લવ યુ, પાગલ"..વિનયે પ્રેમથી એના ગાલે ટપલી મારી હસતા કહ્યું.

"પણ વિનય આ તે યોગ્ય નથી કર્યું ,હું તને પ્રેમ નથી કરતી તો તારી જોડે કેવી રીતે ?"

"તો હું ક્યાં કવ છું કે મને પરાણે પ્રેમ કર, પણ મને તો કરવાદે !" અને વિનય એની નજીક જઈને હસીને બોલ્યો "જોઈ લેજે એક દિવસ હું તને પણ 'પરાણે પ્રીત' કરાવીનેજ રહીશ"

"પ્રીત પરાણે ન થાય વિનય" શ્રેયા એ નફરત, થોડા ગુસ્સા અને થોડા દુઃખ સાથે કહ્યું હતું.

શ્રેયા અને વિનય એ નવા જીવનની શરૂઆત કરી. એકદમ અજાણ્યું શહેર, અજાણ્યા લોકો શ્રેયા બિલકુલ તૈયાર ન હતી.વિનયએ પ્રેમથી ને પછી ધાકધમકીથી શ્રેયાને મનાવી સાથેજ રાખી.

એક વરસ...બે વરસ...સમય વીતતો ગયો...

આજે શ્રેયા અનિમેષ નજરે બારી બહાર તાકી રહી હતી. વિનયએ ક્યાં કાઈ ખોટું કર્યું હતું ! આજ સુધી મેં એને સારી રીતે બોલાવ્યો પણ નથી, છતાં પણ એને હમેશા હસતા મોઢેને પ્રેમ ભરી નજરોથી જ મારી નારાજગી સહન કરી છે. ક્યારેય બળજબરી તો શું ખોટી નજરે જોઈ પણ નથી, એટલું માન તો મારા પતિ પણ મને ન આપી શકત. અને વિનયનો વાંક શુ ?એજ કે મારી મરજી વિરુદ્ધ મને અપહરણ કરીને લાવ્યો ! પણ સામેથી તો હું ક્યાં આવા તૈયાર જ થાત.

પીપ...પીપ....વિનયની ગાડીનો અવાજ સાંભળી શ્રેયા ઝબકી, તેને બારી બહાર જોયું. વિનય તેની ગાડીમાંથી નીકળી દરવાજા તરફ આગળ વધી રહ્યો હતો..

એ જોઈ શ્રેયા તરત નીચે દોડી. વિનય બેલ સ્વીચ દબાવે એ પહેલાં તો એને દરવાજો ખોલી દીધો, વિનય આશ્ચર્ય સાથે શ્રેયા ને જોઈ રહ્યો.

એક નજરથી તેને શ્રેયાને નીચેથી ઉપર આખેઆખી જોઈ લીઘી. તેની પસંદની પ્યોર જોર્જેટની લીલી સાડ ને વિનય ના ગિફટમાં આપેલા સફેદ મોતીના હાર, ને હાથમાં કાચની લીલી ચુડીયો સાથે શ્રેયા જાણે સાક્ષાત અપ્સરા લાગતી હતી. વિનય તો સાવ બાઘાની જેમ એને જોઇજ રહ્યો.

"હવે જોતાજ રેહશો કે અંદર પણ આવશો ?" ઝરણાં જેવું ખળખળ હસતા શ્રેયા બોલી. વિનય અંદર આવી સોફામાં બેઠો શ્રેયા એ એને પાણીનો ગ્લાસ આપ્યો. હજી વિનય વિચારમાં જ હતો કે જેને આટલા વરસ સરખા મોઢે બોલાવ્યો પણ નથી તે અચાનક આમ...

"હેલો મિસ્ટર.." ચપટી વગાડતા વિનયના વિચારોના વંટોળ ને ખંખેરતા શ્રેયા બોલી, "ક્યાં વિચારો માં ખોવાઈ ગયા ?"

"કઇ નઈ શ્રેયું... તું આજે આમ....સાવ અલગ..એટલે....સરસ લાગે છે.." વિનય તૂટક તૂટક શબ્દોમાં આનાથી વધુ બોલી જ ન શક્યો.

શ્રેયા ફરીથી ખિલખિલાટ હસી પડી. વિનયની પાસે બેસી એના ચહેરાને પોતાના કુમળાં નાજુક હાથોમાં લઇ, એકમેકના શ્વાસ પણ અનુભવાય એટલા નજીક જઈ તે વિનયની આંખોમાં આંખ પરોવી ને બોલી,

"આખરે..તમે મને "પરાણે પ્રીત"કરાવીજ દિધીને !"

અને શ્રેયા નજરો ઝુકાવી વિનયની છાતીમાં સમાઈ ગઈ.

વિનયની આંખમાં સુખદ આશ્ચર્યના આસું હતા. થોડી વાર એમજ બેસી રહ્યા પછી વિનય એ પણ પોતાની શ્રેયું ને,પોતાના મજબૂત આલિંગનથી જકડી લીધી. અને વારંવાર "આઈ લવ યુ માય શરું, આઈ લવ યુ સો મચ"કહેતો રહ્યો અને તેના જવાબમાં શ્રેયા પણ તેની પર અપાર પ્રેમ વર્ષાવતી રહી...

'કોણ કહે છે કે પ્રીત પરાણે ન થાય !'

   


Rate this content
Log in

Similar gujarati story from Romance