Vaghela Shilpa

Inspirational

3  

Vaghela Shilpa

Inspirational

ગરિમા

ગરિમા

2 mins
14.4K


ગરિમા એ પોતાનો સમાન લપેટવાનો શરૂ કર્યો.

"આ તે મા-બાપ છે કે શું ? આખી લાઈફ એમને કીધું એમજ કર્યું છે કહ્યું તેમ ભણી કહ્યું તેમ પરણી પણ ખરી, ન જાણ પેહચાણ, આંખ બંધ કરી મા-બાપના વિશ્વાસે ..., અને ત્યાં જઈ ને પણ શું મળ્યું ? શંકા-કુશંકા, સાસુ સસરાને પતિનો શારીરિક ને માનસિક ત્રાસ ?"

"સમય જતાં બધું થાળે પડી જશે" , "થોડું સહન કરવું પડે", ધીરજ રાખો", જેવી શિખામણો નો મમ્મી અને કુટુંબીઓ દ્વારા વરસાદ માત્ર મારા પર થતો રહ્યો. છેલ્લા પાંચ વરસથી આજ તો કરતી આવી છું હજી કેટલું સહન કરવાનું ? કેટલી ધીરજ રાખવાની ? કેટલી પાયા વગરની આશાઓ રાખવાની ?"

"પરણ્યા પછી પતિનું ઘર જ તારું ઘર છે, આ તારું પિયર નઈ", આવા વાક્યો મમ્મી તરફથી અને "એ આ મારું ઘર છે આઈ હું કઉ એ જ કરવું પડશે, નઈતો પિયર ભેગી કરી દઈશ." આવા વાક્યો પતિને સાસુ સસરા તરફ થી ... હવે આમા મારુ ઘર ક્યુ ? બે બે ઘર હોવા છતાં એક પણ ઘર પર મારો હક્ક નઈ ? મા-બાપ ની ઈજ્જત માટે આટલા વરસ સહન કર્યું છતાં પણ એ લોકોને પોતાની દીકરી કરતા ઈજ્જત વધુ વહાલી છે, એટલેજ તો મારી પર થતા ત્રાસની જાણ હોવા છતાં મને ત્યાં મોકલવા રાજી થઈ ગયા. બસ હવે બહુ થયું.

ગરિમાએ બેગ ભરી અને બેડરૂમમાંથી હોલરૂમમાં આવી ત્યાં મમ્મી સોફા પર બેસી હતી. ગરિમાના હાથમાં બેગ જોઈ બોલી "સાસરે નઈ જાય તો ક્યાં જઈશ ?"

"પચ્ચીસ વરસ તમારા બધા પ્રમાણે જીવી જોઈ લીધું, હવે બાકીના પચ્ચીસ વરસ મારી પ્રમાણે જીવીને જોઈ લવ" ગરિમાએ મક્કમ અને નીડર અવાજે મમ્મીની આંખમાં આંખ મિલાવી કહ્યું.

ઘર, પરિવાર, કુટુંબ, સમાજની ગરિમાને નેવે મૂકી તે મક્કમ પગલે ઘર બહાર નીકળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational