STORYMIRROR

Vaghela Shilpa

Others

3  

Vaghela Shilpa

Others

એક સવાલ

એક સવાલ

1 min
14.5K


"ભાભી આજે તો ખુબજ સ્પેશિયલ ડે છે એટલે મેં મારી બધીજ કિટ્ટી ફ્રેન્ડ્સને બોલાવી છે, તમારા હાથના ઢોકળા તો જોઈશેજ હો"

"વહુ બેટા આજેતો કાંઈક મો મીઠું કરાવુંજ પડશે હો, એક કામ કરો આજે આપડા તરફથી મંદિરનો ભોગનો શિરો નોંધાવી દવ છું"

"નિશુ આજેતો મેં મારા બધા ક્લીગ્સને બોલાવ્યા છે , તારા હાથની સ્પેશ્યલ ઊંધિયું-ચાપડીની પાર્ટી કરશું, અરે એમનેય ખબર પડે ને કે મારી વાઈફ "રસોઈની રાણી" એમનેમ નથી, અને હા કેક ઓર્ડર કરવા કરતાં તું તારો સ્પેશિયલ ગાજરનો હલવો બનાવજે એનાથીજ બધાનું મો મીઠું કરશું."

"હાશ, થાકી ગયો આજેતો પણ વટ્ટ પડી ગયો હો બાકી મારા બોસ તો ખૂબ રાજી થયા છે, આ બધુજ તારા લીધે, અરે તારી બર્થડે ગિફટ તો રહી ગઈ."

આખા દિવસની થાકેલી નિશાના ચહેરે ચમક આવી, "અચ્છા ! બોલો શુ લાવ્યા મારી માટે ?"

"લાવ્યો નથી પણ આપીશ" નિશા પ્રશ્નાર્થ નજરે શ્રેય સામે જોઈ રહી.

"નિશુ, મમ્મી કેહતા હતા કે હવે આપણે બાળક વિશે વિચારવું જોઈએ, અને એક સ્ત્રી માટે બાળકથી મોટી ગિફ્ટ શુ હોય, સાચુને !"

છોલાતા શરીર અને અંતરમને સવાલ કર્યો... "બર્થડે કોનો ?"


Rate this content
Log in