STORYMIRROR

Vaghela Shilpa

Others

3  

Vaghela Shilpa

Others

બાજકણી

બાજકણી

1 min
14.5K


આજે લલી વહુ પર જાણે આભ ફાટ્યું, સાસુમાએ દીકરાને ભરડામાં લઇ દાવ રમી લીધો હતો, પણ આજે કદાચ લલી વહુનો દિવસ હતો. તેની સહનશક્તિનો બંધ તૂટ્યો હતો.

ભોળી કબૂતરી જેવી વહુ આમ અચાનક સામી થઈ તેનાથી સાસુમા બઘવાઈ ગયા, અને પોતાનો જૂનો ને જાણીતો પાસો નાખતા સાસુ બોલ્યા, "ના પાડી છે તોય પેલી સરલાડીના ઘરે પડી રે છે જરા નવરી પડી નથી કે હાલી નીકળે, એ બાજકણી એ જ શીખવાડ્યું હશે બાજતા"

લલી વહુ રસોડામાં કામ કરતા કરતા આ સાંભળી રહી હતી. તેની નજર બારી સામે દેખાતી કાકીજીની બારી તરફ ગઈ, સરલાબેન પણ ત્યાં ઉભા બધું સાંભળતા હતા. લલી અને સરલા બેનની નજર એક થઈ. કાકીજીસાસુ અને ભત્રીજાવહુ એકમેકના અંતરને વાંચી રહ્યા.

"શાબાશ ! બેટા, જે હિંમત મને વીસ વર્ષે આવી હતી તે હિંમત તે વહેલા કરી બતાવી"

"કાકીમાં આજે મને પણ તમારી જેમ "બિચારી" માંથી "બાજકણીનું" પ્રમોશન મળી ગયું"

ગંગાસતી-પાનબાઈ સામ સામે મલકાઈ રહ્યા.


Rate this content
Log in