STORYMIRROR

Vaghela Shilpa

Others

2  

Vaghela Shilpa

Others

પુર

પુર

1 min
15.3K


"બસ પપ્પા બહુ થયું, સરિતાને હું હવે ઓફીસ નહિ જવા દવ, મેં સરિતા કરતા વધુ મહેનત કરી હતી છતાં એવોર્ડ એને મળ્યો."

"આખરે એક સ્ત્રી હોવાનો ફાયદોજ ઉઠવ્યોને એને, કંઈક લટકા કર્યા હશે બોસ સામે ત્યારેજ તો..."

ઘર, બાળકો, સાસુ-સસરાની જવાબદારીઓને નિભાવવાની સાથે દિવસ-રાત એક કરી પુરી ઈમાનદારી અને મેહનતથી મળેલ સફળતાને લીધે ખળખળતી નદીમાં આવેલું હરખનું પુર એક પળમાં ઓસરાઈ ગયું.


Rate this content
Log in