Shaurya Parmar

Comedy

3  

Shaurya Parmar

Comedy

પોપટ

પોપટ

2 mins
13.7K


હું ધોરણ બારમાં પાસ થયો અને બુનિયાદી અધ્યાપન પ્રવિણ થવા અધ્યાપન મંદિરમાં જોડાયો. તેનું નામ હતું મોતીભાઈ અમીન પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર, મોગરી. અમારે છાત્રાલયમાં રેહવું ફરજીયાત હતું. ખરેખર જબરી મજા આવતી.

અમારા શિક્ષણમાં કમ્પ્યુટર શિક્ષણનો પણ સમાવેશ થતો. જે સાહેબ કમ્પ્યુટર શીખવતા એમને "ઓલ્યા પોપટ" એવું બોલવાની ટેવ. અમે કમ્પ્યુટર વર્ગમાં બેસીએ એટલે બેસીજ રેવાનું. કશુંય અડકાય નહીં. એક કી પણ જો દબાઇએ જાતે, તો તો મોત આવી જાય. એ સાહેબ કીબોર્ડ ઊંચું કરે ને કહે, આ બટન દબાવો. એટલે અમે એ દબાઈને અદબ વાળી દઈએ. પછી જે થવું હોય એ થાય. એ સાહેબ કમ્પ્યુટરને એટલા સાચવે. એક છોકરો હોશિયાર હતો. એ છોકરાએ ફાઈલ બનાવીને સેવ કરી. તે સાહેબ જોઈ ગયા. તરત બોલ્યા"ઓલ્યા પોપટ, પારંગત થઈ ગયો છું ? "જા વર્ગખંડની બાહર જતો રે. અમે જબ્બર હસ્યા.

સાહેબ વર્ગ પૂરો થાય એટલે બરાબર આખો વર્ગ ફરીફરીને જોવે હજુ કોઈ બેઠુંતો નથીને. પણ એક વખત એવું થયું કે અમે બધા બાહર હતા ને દૂરથી જોયું તો કમ્પ્યુટર રૂમમાં કોઈ બેઠેલું દેખાતું હતું. કોણ હતું એ ખબર નહોતી પડતી. ફક્ત માથાનો પાછળનો ભાગજ દેખાતો હતો. એટલે કોઈએ સાહેબને કીધું કે રૂમમાં કોઈ બેઠું હોય એવું લાગે છે. એટલે સાહેબ તરતજ નજર માંડવા લાગ્યા.

રૂમની બારી બારણા ખુલ્લા હતા. સાહેબે દૂરથીજ જોયા વગર બૂમ પાડી, "અલ્યા ક્યો છે પોપટ ? કોણ બેઠું છે ? " તમે નઈ માનો એ અમારા આચાર્ય હતા. તરતજ ઊભા થઈ ગયા. એમની ભાષાતો અત્યંત ખતરનાક. એ બોલ્યા, "એ કઈ બોલી નઠારી ?" પેલા કમ્પ્યુટરના સાહેબ જલ્દી જલ્દી દાદરો ઉતરી ગયા. અમે લોકો દોટ મૂકીને વર્ગખંડમાં જતા રહ્યા. હસીહસીને પેટમાં દુખી ગયું. અમુક વાતો ખરેખર આજીવન હાસ્ય મફતમાં આપે.

તો "ઓલ્યા પોપટ હસને."


Rate this content
Log in

Similar gujarati story from Comedy