ફોટો કે X રે
ફોટો કે X રે
ફોટો કે X રે
ભણતર વિનાની બૂઆ ચંચળ ખોખરા અવાજે બોલી:
"આ કોણ મૂઆએ મારો જૂનો ફોટો પેટીમાંથી બાહર કાઢી મુક્યો? 1978માં ઉતરાવ્યો હતો, ત્યારે તો કોઈ જૂવો, તો ખરા? કેવા કાળા હતા મારા વાળ અને ગાલ પણ ચઢેલા!"
બાજુમાં બેઠેલા ચમન દાદા ભાંભડ્યા, રે ચંચળ હવે તો, જમાનો ફર્યો છે,આ ફોટો શોપ મા "ભલ ભલા ફોટો પણ રીસ્ટોર થઇ જાય છે... પણ, માળું આપણી યાદો ક્યાં રીસ્ટોર થઈ ફરી જીવતી નથી. અને તું તોય ભૂતકાળ મા કેમ હજુય જીવી રહી છે?"
એજ વખતે દીકરો દોડી આવ્યો, હાથમાં એક ઝાંખો ઘસાયેલો X-ray લહેતાવતો — "આ જો, દાદા! તમારું 1982નો X-ray કબાટના ખાના નીચે પાથરેલો હતો .
તારા : ‘હાડકાં દેખાય તો જોરદાર બળવાન અને સફેદ દૂધ જેવા દેખાય છે.’ પણ તેની સાથે કોઈ રિપોર્ટ તો નથી.તેની ઉપર માત્ર તારું નામ ને તારીખ જ છે."
ઢીલા ચશ્માં નાકે સરકાવતાં કહ્યું ચમન દાદાએ કહ્યું:
અરે રાજુ શું કહું તને "એ X-ray નહોતો, એ તો મારો – મફતમાં ‘હસ્પિટલ મુલાકાતો’ નો વિઝા હતો. એ જ સમયથી મેં સિદ્ધ કર્યું હતું કે દવાખાનાઓ જ માણસનો પૂરો ખાંખરો ઈતિહાસ રાખે છે!"
ત્યાં બૂઆ ચંચળ રાજુને કહે એ દીકરા, આમ આવ : "અને મારો આ ફોટો જો ને ? એને આ તારા દાદા કહે ચાર તો, તું જરા રિ-ટચ કરાવીને તેને રંગીન બનાવી દે. હું એને વૉટ્સએપ ડીપીએ ચડાવી સ્ટેટસ અપડેટ કરીશ.
રાજુ બોલ્યો,અરે બા, આમા ક્યાં કઈ કરવા જેવું છે, આ તો તમારા ચહેરા નો હાલ કાઢયો હોય તેવો x રે છે 😆😆😆 સાચું કે નહીં?"
દાદાએ ધીમેથી આંખ મારી અને કહ્યું:
ચંચળ ",આ ઉંમર જુના ફોટાને જ X-ray મા ફેરવે છે.ફોટા હવે રિ-ટચ થાય છે પણ ગયેલો સમય રી ટચ કરી ફરી કેવી રીતે કોઈ શોપ લાવશે.
ભાંગેલા હાડકે કદાચ જીવાય, પણ ઘર કરી ગયેલી ભીતીથી ક્યાંયથી જીવાશે!"
🔍પ્રસ્તુત વ્યંગ વાર્તા નું તાત્પર્ય:
જૂના ફોટા આજના ચહેરા ના X-ray ભલે લાગે પણ તે હયાતી નું "evidence" છે.
લોકોએ યાદોને વોટ્સએપ D.P.માં મુકીને યુવાની ફરી જીવવાની ખોટી આશા રાખી છે.
લોકો હવે ફોટાને "ફિલ્ટર" કરે છે, પણ અતીત ની ભાંગેલી હકીકત X-ray જેવી પારદર્શક રહે છફોટો કે X રે

લોકો હવે ફોટાને "ફિલ્ટર" કરે છે, પણ અતીત ની ભાંગેલી હકીકત X-ray જેવી પારદર્શક રહે છે.