ફાંસી અને ફાંસલો
ફાંસી અને ફાંસલો
ફાંસી અને ફાંસલો
ભાગ–૧ :
ઇન્ડિયાના સ્ટેટની સેન્ટ મેરિયન હોસ્પિટલની એ રાત અસામાન્ય રીતે શાંત હતી.
બહાર તોફાની પવન હોસ્પિટલની બારીઓ સાથે અથડાતો હતો.
સાતમા માળે આવેલું ઓપરેશન થિયેટર ઠંડા પ્રકાશમાં ડૂબેલું હતું.
ઓપરેશન ટેબલ પર પડેલા હતા ઇન્ડિયાના સ્ટેટના.જજ ડેરિક હોલ્ટ.
જે વ્યક્તિએ આખા જીવનમાં બીજાઓના ભાગ્યના ફેંસલા કર્યા હતા,આજે પોતાનું જીવન એક સર્જનના હાથમાં સોંપીને સૂતો પડ્યો હતો.
અને,
એ સર્જન હતો, ડૉ. જોહન મેરિક.એક એવો માણસ, જેને તેની જ પત્ની હેલાના હત્યાના આરોપમાં ફાંસીની સજા થઈ હતી.
પરંતુ વિધિનો ખેલ વિચિત્ર હતો,જે જજના એક નિર્ણયે જોહનને મૃત્યુના દરવાજા સુધી પહોંચાડ્યો હતો,
આજે એ જ જજનું જીવન બચાવવાની જવાબદારી, ડોક્ટર જોહનના હાથમાં હતી.
કારણ કે આખા સ્ટેટમાં કિડનીની સર્જરી કરી શકે એવો નિષ્ણાત માત્ર, એક જ હતો, ડૉ. જોહન.
અનેસથેથીસ્ટે લોકલ એરિયા બહેરો કરવાનું કામ પતાવી, તે સાઈડ માં ઉભો હતો અને, ડો જોહને ડેરીકની પીઠ . ઉપટ પાવર શો થી કટ. મૂકી બ્લોક નર્વ પકડી ત્યાં એક ધડાકા સાથે આખા શહેરની વીજળી ગુલ.
પાવર બેન્કથી ઓપરેશન થિયેટરમાં ચાલતા મશીનોના ધીમા અવાજ સિવાય કોઈ અવાજ નહોતો.મોનિટર પર જજ ડેરિકના ધબકારા દેખાઈ રહ્યા હતા.ડૉ. જોહન સંપૂર્ણ એકાગ્રતાથી સર્જરી કરી રહ્યો હતો.તેની આંખોમાં કાબેલ ડૉક્ટરની શાંતિ હતી,
પરંતુ હૃદયમાં મહિનાઓ જૂનો એક ઘા હજુ જીવતો હતો .હેલા…તેનું નામ યાદ આવતાં જ જોહનના હાથ એક ક્ષણ માટે થંભી ગયા.
અને એ જ ક્ષણે,પાવર બેન્કે પણ દગો દીધો અને...ઝટાક કરતા ! આખું ઓપરેશન થિયેટર અંધકારમાં ડૂબી ગયું.બધી લાઈટો બંધ.
મશીનોના અવાજ પણ અચાનક બંધ.થોડી ક્ષણ માટે એવું લાગ્યું કે સમય પણ અટકી ગયો.નર્સ ગભરાઈને બોલી—
“બેકઅપ પાવર કેમ બંધ થયો ?”
ટેકનિશિયન કંટ્રોલ પેનલ તરફ દોડ્યો.
“આવું થવું શક્ય નથી…
સિસ્ટમ સંપૂર્ણ બંધ છે.
”થિયેટરમાં માત્ર એક નાની ડોક્ટર જોહનની ઈમરજન્સી લાઈટ ઝબૂકી રહી હતી."
એ લાલ પ્રકાશમાં દરેક ચહેરો અજાણ્યો અને ભયાનક લાગતો હતો.પરંતુ ડૉ. જોહન શાંત હતો.
નર્સે આશ્ચર્યથી પૂછ્યું—
“ડૉક્ટર, તમને ડર નથી લાગતો?”
જોહન હસીને બોલ્યો
“કેટલીક વખત અંધકાર માત્ર બહાર નથી હોતો… ક્યારેક તે માણસના ભૂતકાળના. ઓળા હેઠળ પણ છુપાયેલો હોય છે.”
એટલામાં એક ઠંડો પવન થિયેટરમાં ફરી વળ્યો.અને પછી…એક ધીમો, ઓળખીતો અવાજ..
“જોહન…”
જોહનના હાથમાંથી સ્ટીચિંગ નીડલ લગભગ છૂટી ગઇ . તે ભયભીત થઇ બોલ્યો,
"શું,હેલા…તું આવી છે ?
”લાલ ઝબૂકતી લાઈટમાં ઓપરેશન થીએટર ના ખૂણામાં એક આકાર દેખાયો.
બૉબ વાળ… નિસ્તેજ ફિક્કો ચહેરો… આંખોમાં અસહ્ય પીડા. ટેબલ. ઉપર જજ ડેરિક પણ.અર્ધ બેભાન હાલતમાં આંખો ખોલે છે.
અને જે દૃશ્ય તેણે જોયું,તે જોઈને તેનો પણ શ્વાસ અટકી ગયો .
તેની સામે ઊભેલી હતી.. હેલા
હેલા.ભાગ–૩ :
હેલા ધીમે ધીમે જજ ડેરિક તરફ આગળ વધી.તેના પગલાંનો અવાજ જાણે દિવાલો પર ગુંજી પડઘા પાડી રહ્યો હતો.ડેરિક ધ્રૂજતા અવાજે બોલ્યો,
“ના… આ શક્ય નથી…”હેલા શાંત અવાજમાં બોલી.
“કેમ ડેરિક?
મને યાદ નથી કરી શકતા?
”ડેરિકની આંખોમાં જૂના દિવસોના દૃશ્યો તરવરવા લાગ્યા
હેલા… હું લાચાર હતો,
તારી હત્યાનો કેસ…
ડૉ. જોહન પર લાગેલો આરોપ…
અને, એનો ફેંસલો, જેણે એક નિર્દોષ માણસનું જીવન બરબાદ કરી નાખ્યું હતું.
હેલા સત્તાવાહી અવાજે બોલી, તમારો ગુનો. મગ ના થાય તેવો છે..
“તમે કોર્ટમાં સત્ય જાણતા હતા.”
ડેરિકે માથું બીજી બાજુ કરી દીધું.
“હું મજબૂર હતો…”
“મજબૂર?”
હેલાના ચહેરા પર કડવું સ્મિત આવ્યું.“
એવી તે કઇ મજબૂરી, કે એક નિર્દોષ માણસને ફાંસીની સજા અપાવવી પડી ?”
ડેરિકની આંખોમાં આંસુ આવી ગયા.
“મને ખબર હતી કે તારી સાથે જે થયું તે સામાન્ય હત્યા નહોતી.
પાછળ મોટા લોકો હતા… રાજકીય શક્તિઓ હતી…”
હેલા ગુસ્સે થઇ પૂછે છે—
“તો પછી તમે મૌન કેમ રહ્યા?”
થિયેટરમાં શાંતિ છવાઈ ગઈ.જોહન દૂર ઊભો બધું સાંભળી રહ્યો હતો.
વર્ષોથી તેના મનમાં રહેલો એક જ પ્રશ્ન આજે તેની સામે હતો.હેલાની સાથે ખરેખર શું થયું હતું?, તે હવે તેને પણ જાણવું હતું
ભાગ–૪ : છુપાયેલું સત્ય
“હેલા… જો તું જીવતી હતી તો આટલા મહિનાઓ ક્યાં હતી?”
જોહને. પૂછ્યું,
હેલાની આંખોમાં આંસુ આવી ગયા.
“જોહન… હું મરી નહોતી.”
“મને એક રાજકીય ગેંગે કેદ કરી હતી.
મારી પાસે એવા પુરાવા હતા જે તે બધા ને જેલ સુધી લઈ જઈ શકે તેમ હતા .”
“મને આજ હોસ્પિટલ ની ગુપ્ત મેડિકલ લેબમાં મોરફીન આપી ઘેન માં રાખવામાં આવી હતી "
મારી ઓળખ છુપાવી દેવામાં આવી.
મને માનસિક તોડી નાખવાનો પ્રયાસ થયો છે .”
જોહનની આંખોમાં આંસુ આવી ગયા.
“અને હું… હું માનતો રહ્યો કે તું મને છોડીને ચાલી ગઈ…”
હેલા તેની તરફ જોઈને બોલી—
“ના જોહન… મેં ક્યારેય તને છોડ્યો નહોતો.”
“પરંતુ જ્યારે હું પાછી આવવાની સ્થિતિમાં આવી, ત્યારે મને ખબર પડી કે દુનિયાએ તને મારી હત્યાનો આરોપી બનાવી દીધો હતો.”
જોહનનો શ્વાસ અટકી ગયો.
હેલા આગળ બોલી,
“આજે હું, માથે કફન. બાંધી સત્ય બહાર લાવવા આવી છું.”
એટલામાં લાઇટ ફરી ચાલુ થઈ ગઈ.થિયેટર સામાન્ય લાગવા લાગ્યું.પરંતુ…હેલા ગાયબ હતી.જોહન સ્થિર ઊભો રહ્યો.શું આ ખરેખર બન્યું હતું?
કે પછી આ માત્ર એક ભ્રમ?
પણ પછી જજ ડેરિકે ધીમેથી આંખો ખોલી અને એક જ વાક્ય બોલ્યો,ડોક્ટર “મેં સત્ય છુપાવ્યું હતું…
”ભાગ–૫ : CCTV ની છેલ્લી ફ્રેમ
હોસ્પિટલના સુરક્ષા વિભાગે આખી રાતના સોલાર પાવર ઓપરેટેડ કેમેરા ચેક કર્યા.ઓપરેશન થિયેટરની છેલ્લી ક્લિપ સામે આવી.ફૂટેજમાં દેખાતું હતું—લાઇટ બંધ થાય છે…
લાલ ઈમરજન્સી લાઈટ ઝબૂકે છે…
અને ડૉ. જોહન કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે.ઝૂમ વધારવામાં આવ્યો.અને બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું.કારણ કે એ કોઈ છાયા નહોતી.
કોઈ ભ્રમ નહોતો.
કોઈ આત્મા નહોતો.એ એક જીવતી જાગતી સ્ત્રી હતી.
હેલા.ભાગ–૬ : અંતિમ ફેંસલો
બીજે મહિને જજ ડેરિક હોલ્ટે કોર્ટરૂમમાં ઊભા રહીને પોતાનો ગુનો સ્વીકાર્યો.“મેં ન્યાય નહીં, ડરનો સાથ આપ્યો હતો.
એક નિર્દોષ માણસને સજા મળી…
મને ખબર હતી,એક નિર્દોષ સ્ત્રીને દુનિયાથી છુપાવી દેવામાં આવી che.
”ડૉ. જોહન મેરિકનો કેસ ફરી ખોલવામાં આવ્યો.
અને અંતે,
“ડૉ. જોહન મેરિક નિર્દોષ પુરવાર થાય છે.”
જેલના દરવાજા ખુલ્યા.
જોહન બહાર આવ્યો.બહાર હેલા ઊભી હતી.બંને થોડા સમય સુધી એકબીજાને માત્ર જોતા રહ્યા.હેલાએ ધીમેથી કહ્યું—
“જોહન… મને લાગતું હતું કે મારી વાર્તાનો અંત થઈ ગયો.”
જોહન હળવું સ્મિત કરે છે,
“ના હેલા… કેટલીક વાર્તાઓને અંત નથી હોતો.
માત્ર સાચા ફેંસલાની રાહ હોય છે.”
હેલાની આંખોમાં આંસુ આવી ગયા.“
તમે મને માફ કરશો?”
જોહન તેનો હાથ પકડીને બોલ્યો,
“જે પ્રેમે મૃત્યુ સામે પણ ઝીંક જીલી હોય,ત્યાં, તેણે માફી માટે કોઈ. જરૂર નથી હોતી.”
અંત
સેન્ટ મેરિયન ડીસ્ટ્રીક કોર્ટના જૂના રેકોર્ડ રૂમમાં એક બંધ ફાઈલ ખોલવામાં આવી.ફાઈલના છેલ્લા પાને કોર્ટ રજીસ્ટારે લાલ અક્ષરે લખ્યું હતું“
ફાંસી અને ફાંસલો”
નીચે એક નોંધ
“ક્યારેક કાયદો મોડો આવે છે,
પણ સત્ય ક્યારેય મરતું નથી.”
તે રાત્રે સેન્ટ મેરિયન હોસ્પિટલમાં અચાનક વીજળી બંધ થઈ ગઈ હતી.
લોકો તેને ટેકનિકલ ખામી માની બેઠા હતા.
પરંતુ હવે, સત્ય બહાર આવ્યા પછી, બધાને સમજાયું,
લાઈટો બંધ થવાથી અંધકાર નથી આવતો…
બંધ થતી લાઈટનો અંધકાર ક્યારેક સત્યને પણ ઉજાગર કરતો હોય છે.
અને જેમ તે રાત્રે આખા શહેરની ગયેલી વીજળી પાછી આવી હતી, તેવીજ રીતે આજે મહિનાઓ જૂનું સત્ય પણ પ્રકાશમાં આવી ગયું હતું.
અંધકારનો અંત થયો હતો.
અને ન્યાય પ્રકાશ બની અંધકારને ચીરી આખરે ફૂટી નીકળ્યો હતો.
