GIRISH GEDIYA

Tragedy Inspirational Others

3  

GIRISH GEDIYA

Tragedy Inspirational Others

ફાઈટર લેડી

ફાઈટર લેડી

7 mins
199


નવાઈ લાગતી હશે આ શબ્દ ફાઈટર સાંભળી કે કલ્પના થતી હશે કે કોઈ પોલીસ કે આર્મીવર્ક કરતી લેડી હશે આ અને એની વાર્તા હશે પણ ના આ એક એવી લેડીની વાત કરું છું, જેના હિસાબે હું આ લેખ લખવાં જીવતો છું.

આભાર મારી પત્ની જયશ્રી તારો,

અચાનક એક મુશ્કિલ ઘડી આવી જયશ્રી અને ગિરીશના જીવનમાં આવી કઈ. બંને જોબ કરી પોતાનું જીવન બે બેબીઓ સાથે જીવી રહ્યા હતા અને જેટલી આવક મળે એમાં ખુશ બંને

આ જીવન લડી.. લડીને સંઘર્ષ કરતા હતા. જેમાં ગિરીશ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ઓફિસ ઇન્ચાર્જ હતો અને જયશ્રી એક પ્રાઇવેટ સ્કૂલમાં નાના બાળકોની ટીચર હતી. આ બંનેના પ્રેમલગ્ન માટે પરિવારનો ખાસ કોઈ સપોર્ટ નહી માટે સુખઃ દુઃખ બધું એમને જ મેનેજ કરવું પડતું હતું.

જે પણ હોય બંને ખુશ હતા આમાં.. બંને બેબીઓ અવની અને હની સ્વીટ બેબી અભ્યાસમાં બંને હોંશિયાર માટે ચિન્તા હતી નહી આગળ બસ એમનાં માટે મહેનત કરતા બંને જણ

પણ કિસ્મત કહું કે કુદરત ને આ ખુશી જોવાય નહી કે પછી ગિરીશની બેદરકારી પોતાના સ્વાસ્થ્ય માટે કે ખોટી આદત વ્યસનની જે પણ કહો.

થોડા વર્ષ પહેલા ગિરીશની તબિયત બગડી જેમાં રિપોર્ટ કરાવતા ખબર પડી ગિરીશને કેન્સર આવ્યું અને આ શબ્દ સાંભળી જયશ્રીના હોશ ઊડી ગયા જાણે એની પર દુઃખો નું આભ તૂટી પડ્યું હોય એમ જયશ્રી તૂટી ગઈ હતી, એની મનોદશા તો એવી હતી કે શું કઈ કહે ના કહે બસ આખો સતત રોતી રડતી અને રડતી બસ વિચારતી કેમ આવું જ્યાં ગિરીશ તો શુ ક્હે કઈ સમજી શકતો નહી બસ ખોટું આશ્વાસન આપતો હતો જાણવા છતાંય સ્ટ્રોંગ ઊભો રહ્યો, મને કંઈજ થવાનું નથી કોઈજ ચિન્તા કરો નહી, જ્યાં જયશ્રી ક્હે હું પહેલા કેહતી હતી તમે વ્યસન છોડો તમને કેન્સર થશે તો ?

પણ તમને કઈ સમજાતું નહી ભલે કોઈકવાર પણ વ્યસન એ વ્યસન જ કહેવાય તમે મારી વાત માન્યા નહીં અને આજ આ દિવસ મને જોવા મળ્યો અમારો શુ વાક આમાં ?

બોલો ગિરીશ તમે અમારો શુ વાક ?

આનો કોઈજ જવાબ હતો નહી ગિરીશ પાસે બસ ચૂપ રહી બધું સાંભળી રહ્યો પણ એક વાત તો હતી કેન્સર એક ને થાય છે પણ એની અસર આખા પરિવાર ને બરબાદ કરી નાખે છે અને આવુજ થયુ.

જયશ્રીનું ધેય એકજ હતું હવે ગિરીશ ને સારું કેમ થાય અને હવે બધી જવાબદારી જયશ્રી ના એકલા માથે.

જેમ તેમ કરી મોટી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન તો કરાવી લીધું ગિરીશનું જેમાં થોડું સમજી પરિવાર પણ સાથ આપ્યો અને એક આશા હતી હવે બધું સારું થશે અને ફરી હું અને ગિરીશ જોબ કરતા થઇ જશુ ફરી ઘર સારી રિતે ચાલશે માટે ખુશ હતા,

એવામાં કોરોના પણ આવીયુ જેમાં કોઈ ઘર બહાર નીકળે નહી તો

"માણસ માણસથી દૂર દૂર ભાગે એવી આ બીમારી જેમાં વ્યક્તી નો જીવ લઇ છોડે કોરોના આ

એવી વિકટ પરિસ્થિતિમાં જયશ્રી ગિરીશને લઇ રેડિયસનના સેક અપાવા લઇ જતી આખો મહિનો તો તબિયત બગડે તો અડધી રાતે ગિરીશને એકલી લઇ જતી દવાખાને એકલી.

બધું બરાબર ચાલતું હતું અને જયશ્રી ખુબજ ખુશ હતી કારણ એની હિંમત અને મહેનત મજરે આવી એમ માની હવે ગિરીશ કેન્સર માંથી છુટકારો થયો એમ માની.

પણ.... આ પણ.... એનું કામ કરવા આવ્યો જે મોટી ચૂનોતી હવે હતી જેમાં પથ્થર નો વ્યક્તિ પણ તૂટી જાય..

એવી મોટી આફત આ..

હા ફરીવાર કેન્સર આવીયુ ગિરીશને અને હતા ત્યાં ફરી જયશ્રી આવી ગઈ આ પહેલા કરતા તદ્દન અલગ પરિસ્થિતિ અને ચૂનોતી હતી હવે જયશ્રી માટેગિરીશ જયશ્રી ને કહે છે મને જીભ પર ઘણો દુખાવો અને બળે છે અને જીભ ફુલતી જાય છે જાણે નાનું લાલ ટામેટું હોય એવું.

તો જયશ્રી તું આ વખતે ડોક્ટર ને વાત કરજે ઓકે

જયશ્રી હા કહે છે

બીજા દિવસે હોસ્પિટલ જઈ વાત કરે છે

રૂપેશસર ફરી દુખાવો છે અને જીભ ફુલતી જાય છે

ડોક્ટર ચેક કરી કહે છે આ વખતે લોચો લાગે છે અને ફરી બાયોપ્સી કરાવી પડશે તો તમે આટલા પૈસા ભરી દો અને ત્યાં ગિરીશ અને જયશ્રી માયુસ થઇ ગયા કારણ પૈસા હતા નહી માટે એક દિવસનો સમય લઇ ઘેર આવ્યાં જ્યાં ફોન કરી સાસુ અને ગિરીશના ભાઈઓ ને વાત કરી પણ રિસ્પોન્સ નહી અને કહેવામાં આવીયુ અમારી પાસે પૈસા નથી,

જયશ્રી ઘણી કોશિશ કરે છે એમને સમજવા પણ બધું વ્યર્થ ગયુ.

આમ એમની સાથે આખુ પરિવાર સબંધ કાપી નાખે છે.

જયશ્રી હવે વિચારે છે શુ કરવું કેમ કરવું બધું અને ક્યાંથી બાયોપ્સી માટે પૈસા ક્યાંથી કરવા ને સામે રેહતાં નીતિનભાઈ ને ફોન કરતા કરતા જયશ્રી રડી પડે છે અને બધી વાત કરે છે, નીતિનભાઈ કહે છે ચિન્તા કરો નહી હું ડાકોર છું ત્યાંથી સાંજે તમને આપતો જઈશ પૈસા અને કોઈજ ચિન્તા કરતા નહી ભાભી તમે.

અને આમ જયશ્રી ગિરીશના રિપોર્ટ માટે પૈસા ભેગા કરી બાયોપ્સી કરાવે છે અને રિપોર્ટ આવ્યો એજ જેનો જયશ્રી અને ડોક્ટર ને ડર હતો.

બસ આમ જયશ્રી ફરી ત્યાંજ આવી ગઈ હવે સાથે કોઈ નહી ના કોઈ રસ્તો બતાવનાર કે ના મિત્રો સાથે જયશ્રી એકલી હિંમત કરી સિવિલમાં ત્રણ મહિના દોડી ગિરીશને બચવાં પણ કરમ કાંઠા તો ત્યાં સિવિલ વાળાએ બધાં રિપોર્ટ ખોટા કાઢ્યા અને અમુક રિપોર્ટ ખોઈ નાખ્યા અને આમજ કેન્સર વધી જીભ માંથી જડબમાં આવી ગયુ.

ગિરીશ કહે જયશ્રી રહેવા દે આપડે પોહંચી શકીશુ નહી પણ જયશ્રી કહે તમારા છેલ્લા શ્વાસ સુધી હું તમને બચાવા પ્રયત્ન કરીશ.

પછી જે પરિણામ આવે આપણું નસીબ.

અને ફરી પાછી બધે ફોન કરી સારી સારી હોસ્પિટલ માં ગિરીશને લઇ દોડી જયશ્રી પણ કોઈ રસ્તો નહી જ્યાં GCS હોસ્પિટલ સારવાર માટે રેડી થઇ અને જયશ્રી ખુશ થઇ પણ ડોક્ટર ક્હે અમે કીમો આપીશુ પણ એ પહેલા એક રિપોર્ટ કરાવો પડશે જેની કિંમત હતી 20.000રૂપિયા જે જયશ્રી પાસે હતા નહી, જયશ્રી સાહેબ ને વાત કરે છે સર અમારી પાસે આ રિપોર્ટ માટે સગવડ નથી આપ બીજો કોઈ રસ્તો કે જે હોય અમને બતાવો, સર કહે મેડમ આ રિપોર્ટ વગર આગળ કોઈ ટ્રીટમેન્ટ થાય નહી માટે આપ જલ્દી સગવડ કરી આમની ટ્રીટમેન્ટ કરાવો અને સાથે એમ પણ વાત કરી હજી કેન્સર જીભ અનેજડબા સુધી છે ટ્રીટમેન્ટ થશે પણ જો આ ફેફસા માં પોહંચી ગયુ તો કંઈજ થશે નહી અને...

આટલુ સાંભળી જયશ્રી રડી ગઈ અને ગિરીશ કહે ચિન્તા કર નહી તું તારું અને બાળકોમાં ધ્યાન આપ આગળ મારો ભગવાન માલિક જયશ્રી.

ત્યાં જયશ્રી ઘેર આવી ગિરીશ ને કહે છે તારા મિત્રો આટલા બધાં છે એમને કે થોડી થોડી મદદ કરે અને ગિરીશ વાત પણ કરે છે પણ હવે આ બીમાર મિત્ર માટે એમને કોઈ જરૂર હતી નહીદરેક દૂર ભાગતા અને વાત પણ કરે નહી ત્યારે એમ થઇ આવું પણ હોય,

જયશ્રી પણ સમજી ગઈ ગિરીશનું મોં જોઈ કોઈ મિત્ર HELP માટે નથી અને બધું મૂકી જયશ્રી ફરી સ્ટ્રોંગ બની ગિરીશ ને ક્હે છે તું ચિન્તા છોડ હું છું હું કરીશ કંઈપણ અને બધે ફોન કરી રાયખડ ના કોર્પોરેટર ની ભલામણ કરાવી નારાયણી હોસ્પિટલમાં મને ગિરીશ ને લઇ પોહંચી અને ત્યારે એ રિપોર્ટ ફ્રી માં એટલે માઁ કાર્ડ માં થઇ ગયો.

સાથે સાથે કીમો પણ શરૂ થઇ ગયા અને જયશ્રી હવે બોલી હાસ ભગવાન આભાર અને માર્ગ બતાવનાર રેખાબેન તમારું ભગવાન ભલું કરે એમ પ્રાર્થના કરી

એક બાજુ ઘર કેમ ચલાવું, બેબીઓ ને કેમ ભણાવી અને ગીરીશની કેન્સરની મોંઘી દવા કેમ કરાવી આ બધીજ પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવું એ જયશ્રી જાણતી નહી પણ આંખો બંધ કરી જે છૂટક મજૂરી મળે એ કરવા લાગી તો એક ભણેલી સ્ત્રી મોલમાં હાથમાં જાડું વાળતી જોવા મળી પણ કર્યા વગર છૂટકો નહી કોરોના હતું માટે કામ નહી અને આ ત્રણ ની જવાબદારી એકલી જયશ્રી પર.

જેમાં ખરાબ અનુભવ પણ જયશ્રી ને થયા જ્યાં જયશ્રી જોબ માટે એક માર્કેટમાં ગઈ જ્યાં કામ પર રાખવા માટે ખોટી માંગણી કરવામાં આવી પણ જયશ્રી એ ચોખ્ખું કઈ દીધું આવા પૈસા નથી જોઈતા અમારે તો કોઈ મદદ કરવાનાં બહાને વિશ્વાસ જીતી એનો ગેર ફાયદો ઉપાડવા ઘણા હતા અને જયારે એમની માંગ ના કહે જયશ્રી તો જે રોજ મદદ માટે ફોન કરતા એ હવે દૂર ભાગ્યા, કારણ એમની ખોટી વાતોની જયશ્રી એ ના પાડી માટે.

ગિરીશની ટ્રીટમેન્ટ તો ચાલુ થઇ ગઈ હવે જયશ્રી માટે બીજી ચૂનોતી બાળકો માટેની હતી માટે ગિરીશ આનું શું કરીશુ ?

ગિરીશ દોરી સંચાર કરી એને માર્ગદર્શન આપીયુ આ કર અને અહીં જા.

જયશ્રી કરતી રહી પણ આટલુ એટકે એમ હતું નહી હવે હોસ્પિટલ જવા માટે પણ પૈસા નહી એનું શું ?

જયશ્રી ફરી નિરાશ એક તો નોકરી મળતી નહી અને સપોર્ટ કોઈજ નહી માટે શું કરે ફરી સાસુ અને દેવર ને વાત કરી તો જયશ્રી ને ગાળો આપી મોં ફેરવી લીધા ઘણી આજીજી કરીતમારા ભાઈ માટે આપો તમારા દીકરા માટે તો જવાબ આવ્યો અમારા માટે મરી ગયો છે અને અહીં ફોન કરવા નહી.

આટલુ કહી સાસુ ફોન મૂકી દે છે.

જયશ્રી એક સમય આત્મહત્યા નું વિચારે બધાં કારણ ભૂખ થી મરવું એનાં કરતા આમ મરવું સારું એમ વિચારતી.

કોઈજ સાથે નહી ઇવન કોઈ મિત્ર આશ્વાસન આપવા માટે હિંમત વધારવા માટે હોત તો પણ સારું હતું પણ અહીં હવે પરિસ્થિતિ જોઈ સબંધ રખાય એવું હતું માટે આશા વાળી લીધી બધી ને ફરી જે જોબ મળે જે મળે એમાં ચલાવી લેવું

અને સાથે મદદ માટે પોસ્ટ કરી ફેસબુકમાં તો એમાંથી તારણહાર મળી ગયા પણ પરિવાર અને અમુક મિત્રો તો આમાંથી પણ ગયા અને જયશ્રી પર હસ્તા હતા ભીખ માંગવા પર આવી ગયા અને પરિવારની ઈજ્જત લજવી.

ત્યારે જયશ્રીએ જવાબ આપ્યો જો પરિવાર અને મિત્રો અમારી ચાર ની તકલીફ સમજ્યા હોત તો આ નોબત આવેત નહીં અને અમારી કોઈ વાત કરવાની જરૂર નથી આમ આ ફાઈટર લેડી "જયશ્રી "એ એનું પરિવાર બચાવી લીધું અને દીકરીઓનું ભણતર અને હજી પણ એ ફાઈટર લેડી જયશ્રી પતિ ને બચાવા લડી રહી છે બસ પ્રાર્થના કરજો એની મહેનત એનાં પ્રયત્નો વ્યર્થ જાય નહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy