Lata Bhatt

Children Inspirational

1.3  

Lata Bhatt

Children Inspirational

પેટું બાળવાર્તા

પેટું બાળવાર્તા

2 mins
14.7K


પ્રયાગ જેવો ઘરની બહાર રમવા નીકળ્યો, શેરીના છોકરા તેને ચીડવવા લાગ્યા, "પેટુ, પેટુ.." પ્રયાગ પાછો ઘરમાં જતો રહ્યો. બધા બાળકો કરતાં તેનું પેટ મોટું હતું. એક તો જન્મથી જ પેટ થોડું મોટું હતું. ત્યાર બાદ એક વાર તે સાયકલ પરથી પડી ગયો હતો તેથી બેત્રણ મહીના તો તે ચાલી જ નહોતો શકયો તેથી પેટ વધારે મોટું થઇ ગયું હતું.

સુકેશભાઇએ પોતાના ઘરની બારીમાંથી જોયું, સુકેશભાઇ હમણાં જ આ શેરીમાં રહેવા આવ્યા હતા. તેઓ તરત પ્રયાગને ઘેર ગયા. પ્રયાગ ટીવી પર કાર્ટૂન જોતા જોતા પીઝા ખાતો હતો. તેના મમ્મી રસોઇ કરતા હતા રવિવાર હોવાથી તેના પપ્પા ય ઘેર જ હતા. તેમણે સુકેશભાઇને આવકાર આપ્યો. સુકેશભાઇએ પોતાનો પરિચય આપી પ્રયાગને કહ્યું, "જો પ્રયાગ, આ બધા તને શા માટે ચીડવે છે ખબર છે?" પ્રયાગે નીચું જોઇ કહ્યું "હા મારું પેટ મોટું છે ને એટલે બધા મને ચીડવે છે." તેના પપ્પા બોલ્યા, "શેરીના છોકરાવને મેં કેટલીય વાર કહ્યું કે તેને ચીડવે નહીં પણ કોઇ સમજતું જ નથી"

સુકેશભાઇએ પ્રયાગને કહ્યું, "પણ આપણે એવું ન કરી શકીએ કે તારું પેટ જ મોટું ન રહે." પ્રયાગની આંખમાં ચમક આવી ગઇ. તે ઉત્સાહથી બોલ્યો, "એવું થઇ શકે? "

સુકેશભાઇ બોલ્યા, "હા, કેમ નહી? તારે મારી વાત માનવી પડશે. હું જે જે કહું તે તારે કરવું પડશે અને હા તને કોઇ ચીડવે તો તારે ય હસી લેવાનું પણ કોઇને કશું કહેવાનું નહીં." સુકેશભાઇએ તેના મમ્મી પપ્પાને ય કહ્યું, "હું કહું તે પ્રમાણે જ એને ખોરાક અપવો પડશે"

સુકેશભાઇ પોતે વ્યાયામના શિક્ષક હતા, શરુઆતમાં તેમણે પ્રયાગને હળવી કસરત અને પ્રાણાયામ શરું કરાવ્યા. પ્રયાગ સાયકલ પરથી પડી ગયો હતો તેથી તે સાયકલ ચલાવતા ય ડરતો હતો પણ હવે સુકેશભાઇના કહેવાથી ફરી તેણે સાયકલ ચલાવવાનું શરું કર્યું. પીઝા, બર્ગર,ચીપ્સ બિસ્કીટ ચોકલેટ બધું ખાવાનું ધીમે ધીમે બંધ કર્યું. ખોરાકમાં પણ હવે તે પૌષ્ટિક ખોરાક અને ફળ લેતો હતો. ધીમે ધીમે તેનું પેટ ઘટી રહ્યું હતું. તેને હવે થાક નહોતો લાગતો. તેનો ઉત્સાહ પણ વધતો ગયો. છોકરા ચીડવતા તો ય તે ગણકારતો નહીં ને સૌ સાથે રમવા જતો. તેથી કોઇ તેને ચીડવતું નહીં.

અંતે તેનું શરીર સુડોળ બની ગયું પણ તેણે સુકેશભાઇની કહેલી વાત કાયમ યાદ રાખી. પ્રયાગ અને તેના મમ્મી પપ્પાએ સુકેશભાઇનો ખૂબ ખૂબ આભાર માન્યો હવે સૌ તેને 'પેટું' નહીં પ્રયાગ જ કહેતા.


Rate this content
Log in

Similar gujarati story from Children