પેટની આગ
પેટની આગ
“પેટની આગ” ~ વિષય વિચાર વિસ્તાર:-હાલના કારોના ડેલ્ટા વેરિએંટ સમયે બેહાલ થયેલા મજૂર વર્ગની બાળકી દ્વારા સ્વગત બોલાયેલા શબ્દો કોઈને પણ તેની નબળી વેળામાં ધીરજ ખોયા વગર, હિમ્મત રાખી, હાર નહીં માનવાનું ખમીર દર્શાવે છે. કુદરતે આપેલા મહામૂલા તેના જીવતરને ધૂળ નહીં થવા દેવાના શાંતિ આપતા હેતુ સભર તળપદી શબ્દો કોઈના પણ ડહોળાયેલા મનને ગમે એવા છે.
પુષ્પા અને લીલા શહેરના નાકે આવેલી નબળા વર્ગની ચંડોળા વસાહતના લાઈટના થાભલાના અજવાળે વહેલી સવારે બેઠા હતાં; ત્યાં જ તેમને બાળપણનો મિત્ર મગન સાથે ભેટો થઈ ગયો. કોવિદ ડેલ્ટા ૨૦૨૧, લોક ડાઉનને લીધે આ લોકો ત્રણ મહિના પછી પહેલી વાર મળ્યા. પુષ્પા અને લીલા બંને બહેનો અને તેઓના માબાપ છૂટક મિસ્ત્રી કામના કારીગર,અને કરસનનો બાપ કડીઓ હતો. બંનેના કુટુંબમાં મેળ હતો. કોરોનાના નવા વેરિયન્તની ઝપેટમાં આ ત્રણેય બાળકોનામાં બાપ આવેલા અને સરકારી દવાખાએ દાખલ થયેલા પણ કોઈ ઈલાજ કારગત ન થવાથી તેઓ બંનેનો દેહાંત થઈ ગયેલો. ચંડોળા તળાવની વસાહતે જતાં આવતા લોકોની રહેમ અને તેઓએ આપેલા પડીકે પેટ ભરતા. ત્રણેયમાં રહેલી એક અતૂટ મિત્રતાએ કારમો ઘા ખમી, ત્રણેય આબાદ જિંદગીનો અતી કપરો સમય વિતાવી ચૂકેલા હતાં.
કરસન તેના બંને બાળપણનાં મિત્રોને મદદ કરવા તત્પર રહેતો. લોકડાઉન હળવું થવાના વાવડે ત્રણે જણા શહેરના ચકલામાં કોઈ છૂટક કામની શોધમાં આવ્યા હતાં. ઘણા સમયે મળેલા હોઈ, અઢળક વાતો કરી. હાલમાં હવે ખાવા માટે પડીકાં આપવાવાળા ઓછા થઈ ગયેલા, તેથી વારંવાર બે ત્રણ દિવસના નકોરડા હવે સામાન્ય વાત હતી. નાની ઉમરને લઈને કોઈ કામ આપતું નહીં કે રોજની પેટની આગનો ઉકેલ મળતો નહતો. છેવટે એમ નક્કી થયું કે શહેરમાં આવેલી બાહર સરકારી કચેરીએ જવું, ત્યાં થોડી અવર જવર ચાલુ હોય છે , તેથી ત્યાં કામનો મેળ પડશે, અને કોઈ ને કોઈ પેટની આગનો મારગ જરૂર નીકળશે. કરસન અને પુષ્પા આ અંગે સહમત નહતાં. તેમના મતે એકતો સરકારી વિસ્તાર અને અમલદારીથી છકેલા માણસો અને ઉપરાંત રોજનો દૂરનો ફેરો, એના કરતાં ઘર આંગણે જે મળે તેમાં સંતોષ માણવો. પરંતુ લીલા એની વાત ઉપર અડગ હોવાથી વચલો રસ્તો કાઢતા પુષ્પાએ સૂચવ્યું કે નવી જગ્યાએ કામ ચાલુ કરતાં પહેલા તે જગ્યાએ એક આંટો મારી આવવો જોઈએ. આવતીકાલે ત્રણે જણાએ ભેળા મળી નવી જગ્યાએ ચાલતા જવું . – ભલે કલાક થાય; પણ સાથે રહેવાની મઝા મળે ને ?. કરસને નાકના બારોતીયા (માસ્ક) સાથે રાખવા તાકીદ કરી, કચવાતા મને કાલે મળીએ કહી કહી છૂટો પડ્યો.
સવારના સાત વાગે પુષ્પા તેની નાની બહેનને લઈ ચંડોળા તળાવની વસાહતને નાકે આવી ગઈ સાડા સાત થવા આવ્યા છતાય કરસનનો કશો પતો હતો નહીં. કરસનની ઓરડીએ બંને ગયા અને તપાસ કરી તો ખબર પડી કે, ભાઈતો ગઇકાલ બપોરથી કોરોનાની અસરમાં હતાં, અને વહેલી સવારે તેને સંજીવની ફરતી હોસ્પિટલ તેની ઓરડીએથી લઈ ગયા હતાં.
“લીલાને ઉદ્વેગ હતો, કરસન માંદો છે, તે ભલે આરામ કરે,અને આપની સાથે નહી આવે, પણ , ચાલ પુષ્પા આપણે તો જઈ આવીએ, કોઈ કામ નક્કી થસે તો પૈસા તેને પણ કામ આવશે. આ ભાંજગડમાં બંને બહેનોને શહેરમાં આવેલી સરકારી કચેરીએ પહોચતા સવારના નવ વાગી ગયા હતાં. કચેરી ચાલુ થઈ ચૂકી હતી અને કચેરીના ચોગાનમાં બન્ને ખિન્ન હૃદયે કચેરીના બગીચામાં કર્મચાળીઑને હસતાં રમતા જોયા. સંતુએ આ જોઈ મોટી બહેનને ફરિયાદ કરી …
હે પુષ્પા, મંદિરમાં બાબા કહે છે, આ જગતના સૌનો પિતા એક છે, બધા કુદરતના સંતાનો છે, તો, તો આ કચેરીનાં ઝાંપાની અંદરના અને આપણે બાહર ઉભેલામાં કેવડો મોટો ફરક ?.
પુષ્પાએ લીલાને માથે હાથ ફેરાવતા બોલી “એ તું મોટી થઈસ ત્યારે ખબર પડશે”. “બોલ, લીલા તારા કહેવા પ્રમાણે સ્કૂસરકારી કચેરીએ લે આવી ગયા હવે, કામ કોની પાસે માંગીશું ?”
લીલા દોડ ધામ અને સહાયના સમાન વિતરણ કરતાં સરકારી કર્મચાળીઑને જોવામાં લીન હતી, અને એવામાં એક મોટી ગાડી ઊભી રહી, તેમાથી એક ઠસ્સાદાર બાઈ અને તેના ત્રણ માણસ એક કરંડિયા લઈ ઉતર્યા, ભાઈ કરંડિયો લઈ સ્કૂલમાં પહોચી ગયો, પરંતુ બાઈ હજુય તે ગાડી વાળા સાથે રકઝક કરતી હતી, તેના અવાજે લીલાનું ધ્યાન હવે એની તરફ હતું. બાઈએ ભાડા અંગે રકજક કરી ગાડી વાળાને ભાડું આપ્યું. તે પણ આપી ઝડપથી ઝાંપો વટાવી કચેરીમાં દાખલ થઈ ગઈ. કચેરીનાં બગીચામાં તાજા ફળો થી ભરેલા કરંડિયા સાથે સરકારી અધિકારીને તે સ્વીકારવા આજીજી કરતાં જોઈ , પુષ્પાના કાળજેથી હાયકારો નીકળી ગયો, આ આખું આયખું કેવી રીતે નીકળશે, એકલા પંડના પેટ ભરવાના ફાંફા છે ત્યાં, લીલાનો મેળ ક્યાથી પડશે? તેને માં અને બાપુની યાદે ઝળઝળીયા આવી ગયા, પણ ફરાકની ઘેરથી તેણે લૂછી નાખ્યા અને તે બોલી ઉઠી ,. ના.. “કુદરતે મો આપેલું છે, તે તે ચાવણું પણ આપશેજ” અને પાછી સરકારી કચેરીના મેદાનમાં તેની નજર ફરકી, પેલી બાઈ કરંડિયામાંથી ફળના પડીકાંઓ હારબંધ ગોઠવેલા ટેબલ ઉપર મૂકી રહી હતી …
પુષ્પાએ આપેલા સવાલના જવાબથી લીલાનું મગજ અને ધ્યાન કચેરીના મેદાનમાં નહતું. દ્વિઘામાં તેની નજર મિનિટ પહેલા ઊભેલી પેલી ઠસ્સાદાર બાઈની જગ્યાએ પડેલી, અને જોયું તો એક, રસ્તાની તે જગ્યાએ કાળા રંગનું પાકીટ પડેલું હતું. લીલા અભણ ખરી .. પણ ચંડોળા તળાવની વસાહતના લોકોના ઠેલા ખાઈ ઉછરેલી, તેને તરત ખબર પડી કે આ પાકીટ, તે બાઈનુંજ છે, તે લપકી અને પાકીટ લઈ ફરાકની ઘેર નીચે રાખી પાછી કચેરીના ઝાંપે ચૂપચાપ આવી ઊભી, હવે તેની પણ નજર કચેરીના બગીચામાં આરામ અને મોજથી હરતા ફરતા નાસ્તો કરતાં કર્મ ચાળીઓ ઉપર હતી.. અને... સ્વગત કઈક આવું બોલી રહી હતી....
બેની, નથી ઊંઘવું ઘેર વધારે માં'રે, હું તો જવાની નોકરીએ !
આથ પગ મુંઢું ધોઈ દે, આઠ વાગ્યા સે ઘડિયાળના ટાવરે,
ઠાલું પેટ પોકારે પાતાળેથી, એની આગ હોમું તારે જોવું ઘટે
વેરી રોગ એવો સો આયો, ગોંધી રાખી આમ ઘેર મને,
આવક સે નહીં, જાવક રોકાય નહીં. ને ખાલી ગજવા ઠ્ન-ઠ્ને
રોટલો કાઢી'ને દવા ભરી, ને માંગી દુઆ ગઈ ખાલી-એળે,
ચેવો વેરી હતો રોગ, ના બાપને મેલયો ના માડીને
ઉપરવાની અમી જંખે, ભૂખ્યા પૂરાઈ, સૂઈ' સાથે નબળી વેરે,
ચાંદ સૂરજ ક્યાં ર'યોતો પૂરાઈ ? તો રાખે ઘેર ગોંધી મને,
બાળપણ ટૂંકું મલ્યું સે આપણું, ધૂર ના કર જકડી ઘેરે એને,
હાલ શહેરમાં બેની મારી, કામ-કાજ કરી રમી મોજ કરશું હાળે
વરહાદની ગરજતી કાળી વાદળી પણ રાખે રૂપેરી ધાર કોરાણે
મનડુ પોકારે હૈયે રાખશુ જો 'હામ, કપરી વેરા સૌ વૈ જાહે એમની એમ,
બેની નથી ઊંગવું ઘેર વધારે માં'રે, હું તો જવાની શહેરમાં કામે !
આથ પગ મુંઢું ધોઈ દે, આઠ વાગ્યા સે ઘડિયાળના ટાવરે,
અત્યાર સુધી સ્વગત વિચારી રહેલી, લીલાથી મોટેથી બોલાઈ ગયું,અરે બેની, તારે જે કરવું હોય તે કરજે, પણ “હું તો જવાની શહેરમાં નોકરીએ”!. લીલાના નોકરી જવા માટેના બુલંદ ઈરાદાનાં કરાયેલા અવાજે પુષ્પાનું ધ્યાન લીલા તરફ ગયું, અને તેણે સ:સ્નેહ, લીલાને બાથમાં લઈ લીધી, તેને ગળે ડૂમો ભરાઈ ચૂક્યો હતો, તે કશુજ બોલી ના શકી.
એવામાં પાછી કચેરીના ઝાંપે ચહલ પહલ થઈ, પેલા ઠસ્સાદાર બહેન અને તેની સાથે આવેલા ભાઈ પાછા નીકળી રહ્યા હતાં અને કચેરીનો દરવાન તેમનાં માટે ગાડી ઊભી રખાવી રાહ જોતો ઊભો હતો. લીલાએ તે ઠસ્સાદર બહેનને આવતા ભાળી.. લીલાએ, પુષ્પાની વહાલસોઈ બાથ છોડી ઝાંપે દોટ મૂકી. ત્યાં સુધીમાં તે બહેન ઝાંપે આવી ગયેલા હતાં, રસ્તામાં લઘરવઘર લીલાને જોઈ... ડરી અને તેમણે નાક ઉપર બીજું માસ્ક ચડાવ્યું.. મિનિટો પહેલા કરેલી અઢળક સખાવતનો કેફ, તેમણે ગુસ્સો કરતાં રોકી રહ્યો હતો, એટલે મૃદુતાથી બોલ્યા.. બેટા જો સખવત ના ફળો તો કચેરીમાં વહેચવ જમા થઈ ગયો છે, અને અત્યારે મારી પાસે તને આપવા જેવુ કશું નથી... ફરી કોઈ વાર આવીશ ત્યારે તને કઈક આપીશ .
લીલાએ કહ્યું.. ના બા’સાહેબ, હું તમારી પાસે કશુજ માંગવા નથી આવી, હું તમને કઈક આપવા આવી છું ! આવા બેતુકા બોલ સાંભળી અત્યાર લગી ચૂપ રહેલો, કચેરીનો દરવાન દંડો ઉગામી દોડી આવ્યો,ત્યાં સુધીમાં લીલાનો તેનો ફરાક નીચે સંતાડી રાખેલ કળા પાકીટ પકડેલો હાથ બહાર નીકળી ચૂક્યો હતો.. જે, પેલા ઠસ્સાદર બહેનનું ગુમાન જમીન ઉપર લાવવા પૂરતો હતો. તેઓ બધુ ભૂલી લીલાને ભેટી પડ્યા.. અને બોલ્યા જાણે છે, આ પાકિટમાં શું છે ? આ પાકીટમાં મારી અમૂલ્ય અમાનત છે, તેમાં મારી કોરોનામાં મરણ પામેલી દીકરીની સોનાની બંગડીઓ છે. ઓહ... ભગવાન મારી છોકરી અને બંગડી પાછી આપવા બદલ હું તારી આભારી છું.
બીજે દિવસે સવારે, હવે શહેરમાં આવેલા આલીશાન બંગલાના બગીચામાં જ્યારે લીલા નવું નક્કોર ગુલાબી ફ્રૉક પહેરી રમી રહેલ ત્યારે, પુષ્પાનો આનંદ ચરમ સીમાએ હતો. આખરે ઉપરવાળાએ પેટની આગ ઠરવાનો પાકો બંદોબસ્ત ગોઠવી દીધો હતો . હવે લીલાની તેની બહેન પુષ્પા ઉપરની શ્રધ્ધા હવે અચલ થયેલી હતી, હજુ તેના કાનમાં બહેનના શબ્દો ગુંજી રહ્યા હતાં "કુદરતે મો આપેલું છે, તો તે ચાવણું પણ આપશેજ” અને પુષ્પા વિચારી રહી હતી મારી લીલા આખરે તેના ઉપરાંત મારા પણ પેટની આગ ઠારી શકી ખરી !!! ત્યારે કરસન ખાનગી દવાખાને કોરોનાની સારવાર લઈ રહેલો હતો અને તેની તબિયત સુધારા ઉપર હતી અને પુષ્પા અને લીલા તેની પાછા આવવાની રોજ રાહ જોતા હતાં. અને હા તે ઠસ્સાદારબાઈ શહેરનાં મેયર હતાં.
