Rekha Shukla

Romance Thriller

2.1  

Rekha Shukla

Romance Thriller

પાણી ભર્યા ફુગ્ગા...!!

પાણી ભર્યા ફુગ્ગા...!!

5 mins
806'તું શું જાણે હું તને કેટલો પ્રેમ કરું છું !! ઝૂરી ઝૂરી ને જીવું છું પણ તું ને તારું ઘરકામ...મારા માટે તને સમય જ ક્યાં છે ?' તન્મયથી ના રહેવાયું જઈને વળગી ગયો સીધો. કિચનમાં કંઈક પડ્યા નો અવાજ આવ્યો પણ પડદા પાછળ કોઈ દેખાયું નહીં જાનકી ના ગાલ લાલ થઈ ગયેલા ને આંખો શરમથી ઝૂકી ગયેલી...કાનની પાછળ વાળની

લટ ખસેડી બહાર નીકળતા બોલી:

' અરે ! કોઈ જોઈ જશે ! મને દિવસ-રાત સતાવો છો તમને પણ ખબર છે જ ને હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું , પણ આમ સામે બેસી મારું મોઢું જોયે રાખે ઘરકામ થોડું થઈ જવાનું છે ?' 

તરત જ તન્મયે ફરી ધસી આવી કહ્યુ:'આપણે રામુ રાખી લઈશું બધું કામ કરી દેશે ને હું તને પ્રેમ કરીશ.' ભીડાયેલી બથમાંથી માંડ માંડ છૂટતાં જાનકી બોલી ' તો પણ આમ ખુલ્લમખુલ્લા નહીં.. મને જવા દો હવે ' ને બે વર્ષ લગ્નજીવનના ક્યાં પસાર થઈ ગયા તે સમજાય તે પહેલા મુન્ના એ અવતરીને તેમની દુનિયા ચેંજ કરી નાંખી. ઘર એના કલરવથી ગાજી ઉઠતું ને ત્રણે જણા "જીવવા" લાગ્યા...!! 


રંગો ભરીને રંગોળી કરી આજે આખી રાત જાગીને બંન્ને એ ને જાનકીએ બનાવેલા ઘુઘરામાંથી એકાદ લઈને અડધો કરી જાનકીને ખવડાવી મઠીયાં લઈને ખાધા. મુન્ના માટે લાવેલા ફટાકડા ઉપર મૂક્યાં છે તે પણ જોયું, પાંચ દિવસ બધું બંધ રહેશે સાથે મળીને ખુશી મનાવીશું !! વિચારોનું વંટોળ ને સપનાની હેલી ..ઉંઘ આવી ન આવી ને સવાર થઈ ગઈ. પરોઢ થયું ને જાનકીએ ઉંબરા પણ પૂજી લીધા. નાહીધોઈને તન્મયે બધાને લઈને મંદિરે જવાનું નક્કી કરેલ તો તૈયાર થવા લાગ્યો. હજુ ધુમ્મસ ચોતરફ ફેલાયેલું નજરે પડતું હતું. બાજુમાં રહેતા સુમનભાઈ પણ એમના વાઈફ કલ્પનાબેન ને લઈ જવા નીકળતા જ હતા...તે જોઈને તન્મયે કહ્યુ: ” હેપ્પી દિવાલી અંકલ આંટી " ને નમસ્તે કર્યું. " દિવાળીના અભિનંદન " કહી સુમનભાઈએ શુભાશિષ પાઠવી. કલ્પનાબેન હાથ ઉંચો કરી બોલ્યા ' નૂતન વર્ષના શુભાશિષ ' ને ટેક્સીમાં બંને બેસવા જઈ રહ્યા હતા. ટેક્સી ડ્રાઈવરે મોટી સુટકેસ પર નાની ચડાવી ને બોલ્યો ' તો ફિર ચલે મેમ-સાહબ 'દો મિનિટ બૈઠો પાંચ મિનિટ મે વો આતે હૈં...’ મંદિરેથી દર્શન કરીને બધા પાછા ફરતાં હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વેળા જાનકીને એક ટેક્સી જોસથી ટક્કર મારીને નીકળી ગઈ. તન્મ્ય જોતો જ રહી ગયો. ટક્કરથી પછડાઈને રસ્તાની પાળ પર પડી..ધાર પર પડી ને માથું અફળાયું ને ત્યાં જ ફાટી ગયું ને જાનકી બે સેકંડમાં લોહીના ખાબોચિયાંમાં છેલ્લા શ્વાસ લઈને ચાલી પણ ગઈ...!! ફાટી આંખે મુન્નો મમ્મી મમ્મી કરતો રડતો રહ્યો ..!! જાણે પાણી ભર્યા ફુગા ફૂટ્યાં આભેથી કે આંખ્યું આગ ઝગારા….. લૂંટાયા આભેથી..પૂંજી લૂંટાઈ ગઈ, ઝન્નત ખોવાઈ ગઈ.. કઈ રીતે કરું હિફાજત પ્રભુ તું જ કહે ને જાનકી તો સૂઈ ગઈ !! પાંચ વર્ષનો મુન્નો કે જેની જાન તેની મમ્મી હતી તેની પાસે દોડી ગયો. રડતા રડતા બોલ્યો:' મમ્મી.. ડોક્ટર અંકલ દવા દેશે તું ઓલરાઈટ થઈ જઈશ. ' પણ એને ક્યાં ખબર છે કે તે શું કહી રહ્યો છે ? તાવ-શરદી હોય તો ડોક્ટરની દવા મદદ કરે પણ મોતના પંજામાંથી આવી હાલતમાં તો ડોક્ટર પણ નથી બચાવી શકતા. તન્મય બેબાકળો જાનકી સામે જોઈ રહ્યો. આંખોમાંથી આંસુ ટપકતાં હતા અને ટપકતાં જ રહ્યા. લીલી છમ્મ બાંધણીમાં મેચીંગ બંગડીઓ વચ્ચે વચ્ચે નાંખી સોનાના ઘરેણાં પહેરી જાનકી સોળે શણગારે સજી હતી. એને પણ ક્યાં ખબર હતી કે સજીને તે તો મોત ને મળવા જતી હતી. મુન્નાને નવા કપડાં પહેરાવી કેટલું વ્હાલ કરતી હતી. કે મુન્નો અકળાઈને 'નો...નો..નો મોર ' કહીને ભાગી નીકળેલો. એને પણ મન ભરીને ચૂંમતા ક્યા ખબર હતી કે આજે તે છેલ્લી વાર ચૂમી રહી છે...!!


ત્યારે તન્મયે જોઈને ટકોર પણ કરી કે અરે ભાઈ આટલી બધી મહેરબાની કાશ કોઈ અમને ન ભૂલે...અને સાચે જ જાનકી દોડીને આવી ને ગળે વળગી પડેલી. પછી આખી મિનિટ, 60 સેકન્ડ્સ સુધી ચુંબનના વરસાદમાં બંને ભીંજી રહ્યા. ' છી..છી ચલો ને ડૅડ-મોમ પ્લીઝ ..વી હેવ ટુ ગો ; કમ ઓન 'મુન્ના એ બંનેને વાસ્તવિકતા તરફ દોર્યા. બધામાં થોડું થોડું વધુ મોડું થતું જ રહ્યું હોત તો કેવું સારું ..આ એક્સીડન્ટ્માંથી તો બચી જાત... મન માનતું નથી...કહેવું સેહલું છે બીજાને પણ અંગત વ્યક્તિને થાય ત્યારે કંઈ ન સમજાય કે સૂઝે. હોઠે લાગી જાય તાળા. હે ભગવાન આ શું થઈ ગયું ? તું છે કે નહીં ? અમે તો સરન્ડર કરેલ અમારી જીન્દગી તારા ચરણે ને તે અમને આ રીતે જીવંત કેમ રાખ્યાં? આકાશમાં ઊડતાં રંગબેરંગી ફટાકડાના અવાજ સાંભળી મુન્નો ફરી બોલ્યો:' મમ્મી જો ફટાકડા...ફૂટે છે, મારે પણ તારી સાથે ફોડવા છે..ઉઠને હવે જલ્દી કરને ...આંખો ખોલને ?? 'પોતાના લોહી વાળા હાથ નવા શર્ટ ઉપર લુંછતા બોલ્યો ને રડતો રહ્યો. તન્મય દોડી ગયો મુન્ના ને ઉંચકવા. જાનકી સામે તેનાથી જોવાતું નહોતું ને મુન્નાનું રૂદન સહન થતું નહોતું.


' ડેડી પ્લીઝ ટેલ મોમ આઈ એમ સોરી માય ન્યુ શર્ટ ડર્ટી થઈ ગયું બટ પ્લીઝ વેક અપ' ' મોમ....મોમ પ્લીઝ !! ' મુન્નો કહેતો રહ્યો....તન્મય રોતો રહ્યો. બધા ભેગા થઈ ગયેલા માણસો શોકમાં હતા. આનંદ ને ઉલ્લાસ દુઃખ-વેદના ને વિષાદમાં ફેરવાઈ ગયા. સુમનભાઈ ને કલ્પનાબેનથી ચીસ નીકળી પડેલી અને એમના ટેક્સીવાળા એ 'હમકો લફડે મેં નહીં પડનેકા' કહીને ભગાવી મારી..ધુમ્મસ ઘણું હતું ને એરપોર્ટ પર ટાઈમસર પહોંચવાનું હતું. એક તો વેધર સારું હોય તો ઠીક બાકી એરપોર્ટ પર તો વહેલા જ પહોંચવું પડે ને ? ને તેમ છંતાય ક્યારે કઈ ફ્લાઈટ ઉપાડે તે નક્કી ના હોય અરે ! ફ્લાઈટમાં કલાકો બેસાડી રાખે ફ્લાઈટ ના ફૂલ થાય ત્યાં સુધી.. કાં તો એરક્રાફ્ટના કાંઈક લફડાં નીકળે ને અધુરામાં પૂરું કોઈ માથા ભારે બાજુમાં આવી જાય તો ન્યુઝ પણ બની જાય કે આજે ફલાણી ફલાણી ફ્લાઈટમાં બનેલી અસામાન્ય ઘટના..!! 


તેઓ તો વેકેશન માટે નીકળેલા ને ટેક્સીવાળા એ પીધેલો હશે તેની પણ કોઈને ક્યાંથી ખબર હોય !! દસ દિવસ દુબઈમાં ફર્યા ને ત્રણ દિવસ બોમ્બે..દુબઈ માં તો અવનવું જોવાનું હોય ને એમાંય ટોમ કૂઝે જ્યાં શુટિંગ કરેલું તે હોટલ જોવાનો મોકો જવા થોડો દેવાય. ને ગ્રુપમાં બધાને દેખાડવા એકબીજા ના ઢગલાબંધ ફોટાઓ પણ લીધા. ને બોમ્બેમાં તો પાર વગરની વાનગીઓ ને દુકાનોમાં ફર્યા પછી બહેન સાથે પણ ફોટા લીધા તે કેમ ભૂલાય...? પોતાની બહેન ને બનેવી ને મળીને સુમનભાઈ પાછા ફર્યા ત્યારે આભા જ થઈ ગયા...!! એમની જ ટેક્સીથી અકસ્માત થયેલો. વેકેશનની મજા સજામાં ફેરવાઈ ગઈ. આવી તે દિવાળી હોતી હશે !! કોઈના ઘરનો દિપ બુઝાઈ જાય !! કલ્પનાબેનનું કલ્પન તો કલ્પના બહરનું હતું મુન્નો તેમને વળગીને રડી રહ્યો હતો..'આન્ટી ...નો મોર મોમ..ભગવાન ને ત્યાં ચાલી ગઈ...આઈ મીસ હર સો મચ ! '

સુમનભાઈ ને તન્મયથી ધ્રુસ્કો મુકાઈ ગયો.. કોણ કોને અને કેવી રીતે શાંત રાખે ? તે સમજવું કે સમજાવવું મુશ્કેલ હતું..!!


Rate this content
Log in

Similar gujarati story from Romance