નાનકી-પાયાની ઇમારત
નાનકી-પાયાની ઇમારત


પરિવારમાં સૌથી નાની ને દોડીદોડીને કામ કરતી તેથી બધા એના ઉપર નિર્ધારીત રહેતા. શ્વેતાથી મોટી ત્રણ બહેનો હતી ને બધા પોતપોતાનામાં વ્યસ્ત રહેતા. સ્કૂલ હોય લેસન હોય ને ધરકામ પણ હોય ઉપરથી મહેમાન દર વેકેશનમાં અચાનક પણ કાયમ આવી જતા. મઝા પણ પડતી પણ કેશ એન્ડ કેરી જેવા સ્ટોર હજુ ખુલ્યા નહોતા ને તેથી કામવાળો કપડાં વાસણને કચરોવાળી પોતા કરી જતો હોય પણ આખા વર્ષનું અનાજ તો વીણીને સાફ કરવાનું બધાની જવાબદારી. બધા ચોખા દાળને મોઈને મમ્મી ભરતા અને હા, જાતભાતનાં અથાણાં પણ ઘરેજ બનાવાતા. તેથી ઉનાળો બીઝી બીઝી પસાર થઈ જતો. તેમ છંતા બધા કઝીન્સ સાથે રમતગમત પત્તાને પકડાપકડી જરૂર રમાતી.
કામ કર્યા પછી બાળકોને ખુશ કરવા દાદીમા બરફનો ગોળો ખવડાવતા પણ ક્યારેક દાદીને મનાવવા પડતા તો ક્યારેક દાદી ધમકી દેતા કે જે કોઈ આજે સૂઈ નહીં જાય બપોરે તો તેને બરફનો ગોળો નહીં મળે. ખબર નહીં પણ ગરમીમાં ત્યારે બરફનો ગોળો જેણે ખાધો હશે તેને જ મજાની ખબર પણ હશે જ. ફ્રીજ વગર ચાલતું પણ ખાવાનું ગમે તેટ્લું ખાધું કેમ ન હોય પણ રોંઢો કરવા બધા તત્પર રહેતા. ભલે ને પછી વધેલી રોટલીને તેલમાં સાંતળી દીધી હોય ને મીઠું મરચું નાંખ્યું હોય પણ આહાહા ! મજા પડી જતી હોય. ત્યારે લેફ્ટ ઓવર નહોતા મળતા. જુવાન બાળકોની સંખ્યા જોઈને. બાળકોની ભૂખમાં એક 'રોંઢો' કરવા પણ જો રોટલીઓ વધે તો ભયો ભયો. હા, અહીં કાઠિયાવાડી તળપદી શબ્દ વાપર્યો છે. પણ હવે તેને અત્યારે બપોરનો નાસ્તો કે ટી-ટાઈમ કહેવાય છે. આમ ને આમ ક્યારેક દહીંમાં વધારેલી રોટલી પણ માણતા. ફરી હતા ત્યાં ના ત્યાં ભૂખ્યાં ના ભૂખ્યાં. નાનકી તો ચપટી કે માંડ ચમચી ખાતી હશે. સાવ દૂબળી એની ચોલી ફુગ્ગા બાંય નું માપ પણ ઢીંગલીના કપડા જેવું જ લાગતું. નાનકડી ઘાઘરી ને ચુન્ની જેટલી ઓઢણી..અને એમાં ડાન્સ શીખવાડી ને મમ્મીએ સ્ટેજ પર ઉભી રાખી દીધી " હુંં નાની ને નમણી દૂધવાળી' નો ડાન્સ કર્યો...બધા ખુબ ખુશ થયા ને તાલીઓથી વધાવી લીધી.
આંખો તો એની બોલતી જ હતીઆઈ મિસ યુ ને સામેથી આઈ લવ યુનો રીપ્લાય ક્યારે આવશે તે વિચારતી. બસ એક લાગણી પડી હતી. તૂટેલી વિખરાયેલી કે કોઈએ આવી ને એને સમેટીને પોતાની કરી લીધી. પ્રેમ પાંગર્યો ને છેવટે ધર છોડી ભાગીને લગ્ન કરી લીધા.
હા, એને એમ કે ધરકામ ને વૈતરાં માંથી છૂટી તો ખરી. પ્રેમ હશે તો જગ જીતાશે. પણ સામે મોટું પરિવાર હતું. સાસરું ને પિયર નજીક નજીક હતું. તેથી કામ બમણું થયું ! સાસુ સસરા, બબ્બે જેઠ જેઠાણી ને નણંદબા... લગ્ન પછી કામકાજ વધ્યા. ઘરડાં થયા સસરાજી તો તેમની શ્વેતાએ ખૂબ ચાકરી કરી. સાસુ ના હોવા છંતા. તે ખડે પગે ઉભી રહેતી. આખર સસરાજી પરલોક સીધાવ્યા. તો કાકીજી આવ્યા. બીમાર ને નિરાધાર, લાગણી રડેને શ્વેતા દિલથી સેવા કરે. પહેલા ખોળે દીકરો અવતર્યો. અને પછી આવી લક્ષ્મી દીકરી બનીને. સંપૂર્ણ પરિવારની પરિભાષા સચવાઈ. ખર્ચા વધ્યા, કામ વધ્યું, સાસરે તો જેઠ જેઠાણી નણંદ પરિવાર બધા આવતા જતા કેમકે સાસુજી (બા) હતા ને ! સ્ત્રી પ્રેમ મળે તો બધુજ સ્વીકારે છે. બધા સાથે ભેગા મળી દિવાળી - હોળી- નવરાત્રી- રક્ષાબંધન વગેરે તહેવારો સ-રસ ઉજવતા રહ્યા. ખુશી અને સુખી પરિવાર ને બાંધી રાખવા હંમેશા તે પોતે ભોગ આપતી રહી...ઘસાતી જ રહી. સાસરા પક્ષે ને પિયર પક્ષે જાણે તે ઝઝૂમતી રહી. ક્યારે બેસાંધા ભેગા કરવા વાર તહેવારની વસ્તુઓ વેચતી રહી... ધરે બેઠા કમાતી રહી. પોતે જે કમાતી તે ભેગુ કરવાની ટ્રાય કરતી પણ ક્યારેક વેચાણ ઓછુ થાય તો નિરાશ થવાને બદલે પરિવાર ને ખુશ રાખતી. સમજણથી સમજોતો કરતા શીખી ગઈ હતી શ્વેતા પોતે પાયાની ઇમારત બનીને.
શ્વેતાનું મનને દિલ ચોખ્ખુ અને આપવા-લેવાની સૂઝ પણ ખૂબ પડે. કોને કેટલાનું કરવું જોઇએ અને મહારાજે વિધી બરાબર કરાવી કે નહીં તે પણ
સમજાય. બધાના મન સાચવતી જાય હસતી જાય અને કામ કરતી જાય. બધું સારું ચાલતું હોય તો જીવનમાં એથી વિશેષ જોઇએ શું ? દિવસે ન વધે તેટલી રાતે વધે દીકરી... ને સમય આવે એના લગ્ન લેવાય..તેવું દરેક 'મા'ના જીવનમાં આવે છે આ ખુશી ને સાથે વિદાયનું દુઃખ એજ "કન્યાદાન" શ્વેતાના જીવનમાં પણ દિવસ આવીને ઉભો. ને દીકરીના લગ્ન એટલે કેટલો ઉત્સાહ ! કેટલો ઉમંગ ! કેટલા કામ-વ્યવહાર -બધાના લિસ્ટ બનાવતા તે વિચારી રહી. મામેરૂ થશે, ચોરીમાં વરવધુ ને જાનૈયાઓ માટે 'અલુચલુ' પીરસાશે. ચોખ્ખા ઘીમાં તળેલાં દહીંથરા સુંવાળી ને દળેલી બૂરું ખાંડને ઉપરથી રેડાશે ઘીની ધાર ! સાળીની સાથે સખીઓ ગોઠડી ને મસ્તી મજાક કરતી જશે. અણવર ને વરરાજાની ટીખળી કરતી જશે ને લાગ આવે વરરાજાના જૂતા (શુઝ) ચોરી જશે. થોડું હસવું આવી ગયું. પાછું મનને મનાવ્યું કે આ બધી પ્રથા તો મજાક મસ્તી કરવા માટે નહીં પણ વાતાવરણ હળવું કરવા માટે હશે. મારું શું થશે ? ના હું તો હસતા હસતાજ વળાવીશ.
ચોરીનો મંડપ ફૂલોથી બંધાય પછી જાનૈયાઓ ચંદરવા નીચે ખુરશી ટેબલ પર જમશે. બધું રાબેતા મુજબજ થયું. મેંદી મૂકતી છોકરીઓ હસી રહી હતી. આનંદ આનંદ ! ગણેશસ્થાપના ને વિધી થઈ. મિંઢણ બંધાયા, પાથરેલું આણુ બધાયે ખૂબ વખાણ્યું. ભારે સાડીઓ ને મેચીંગ ઘરેણાં ને શુઝ ઉપરાંત હેરસ્ટાઈ ને મેકઅપ બધુ દરેક વખતનું નક્કી કરાયેલું તે પ્રમાણે જ થયું. ભોળી દીકરીને મલકાતી જોઈ કઈ 'મા'ના હરખાય ! યસ શ્વેતા પણ હરખાઈ પણ પછી યાદ આવ્યું કે આટલી મોટી કરી દીધી હવે જાતી રહેશે ને આંખો ભીની થઈ ગઈ. છાનું રડી લીધું. નહીંતર દીકરી જો ઢીલી થઈ જશે તો તેના પપ્પાને નહીં સચવાય. આપણામાં દિકરીને પપ્પા ખુલ્લા દિલથી વાતો નથી કરી શક્તા. વિદાયવેળા એ ઉભરો છલકાય છે ! પ્રેમ કરું છું એમ પણ ના કહે પણ હા, "જીવતી દાટી દઈશ જો કોલેજના નામે લફરાં કર્યા છે તો" એવી ધમકી આપતાં ના અચકાય. અને આખરે અજાણી વ્યક્તિને આખી ને આખી સોંપી દે દીકરી. ને તેને કન્યાદાન દીધું કહેવાય ! ઉપરથી સલાહ દેવાય પડ્યુ પાનુ નિભાવજે. બધાનું ધ્યાન રાખજે ને ડાહી થઈને રહેજે. વગેરે વગેરે કહી વિદાયવેળાએ માતા-પિતા ખૂબ રડે. ક્યારેક એમ થાય આવું કેમ ?
દિકરી વળાવુ હું જાણી લેજો, ભૂલ થાય તો વાળી લેજો !
હસતી એનો માણી લેજો, આંસુ એના વાળી લેજો !
આંસુ ને તો સરવાની આદત, ભોળી આંખે રડતા "આંસુ" શ્વેતાનું ઘર દીકરી વગર સૂનું સૂનું લાગે. એ તો સારું થયું કે દીકરી બહુ દૂર નથી રહેતી તેથી આવજા ચાલુ રહી છે. દીકરો તો એના કામના લોંગ આવર્સના લીધે ક્યારેક જોવા મળતો. તેથી શ્વેતાએ ઘરમાંથી જ ટપરવેરનું વેચાણ કરે આમ પાયો મજબૂત રાખવા દરેક સ્ત્રી મનેકમને ઘસાતી જ આવી છે. ક્યારે ધોળાવાળ આવી ગયા ને અરીસો અણગમતો થઈ ગયો ખબર નથી પણ આ માટે સ્ત્રી પૈસાથી વધાવાતી કે કોઈને એવોર્ડ મળતા પણ કરેલો ભોગ સુગંધ બની બાળકોના પ્રોગ્રોસમાં જોવા મળેજ છે. વડીલોની કરેલી સેવા ચાકરીના મેવા શુભાષિશ થઈ ફળે જ છે.
દાદીની આર્થરાઈટીસની બિમારીને લીધે એમના આંગળા કામ ન કરે ને સાવ વળી ગયેલા કમરેથી. તેથી નાનકી શ્વેતા જ્યારે આવીને માથું ઓળી આપે ને નવડાવી દે ને ચા બનાવી દે તો ખુશ થઈ જાય. એમને સાચવી લેતી. પણ તેમના સ્વર્ગવાસ પછી વર્ષમાં જ પપ્પાની પાર્કિનસનથી જે હાલત થયેલી તે જોવાતી નહોતી. દિલ ને હજુ સમજાવીને કઠણ કરતી. માનવામાં ના આવે તેટલા દવાખાનાના ધક્કા થવા લાગ્યા ને તબિયત તો વધુ કથળતી જ ગઈ ! દિલ આજે પત્થર બની કે શું આસું પણ થીજી જ ગયા છે કે શું ? પપ્પાના દેહ ને તાંકતી શ્વેતા મૂરત થઈ ગઈ હતી.
સ્મરણમાં સપનું છળ થઈ ભળ્યું,
લ્યો આખર મુલાકાતીનું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણ મીઠ્ઠી થઈ ફળ્યું.
અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું