અમીત નેહા ને રક્ષાબંધન
અમીત નેહા ને રક્ષાબંધન
ભાઈ અમીત નેહા ને જોઈને ખુશ ખુશ થઈ ગયો. બહેન બોલી ધ્રુજતા ધ્રુજતાઃ- " ભાઈ તું પડી ગયો ? મટી જશે હો !!" બોર બોર જેવડા આંસુની ધાર વહી જતી રહી. આ વાત પછી બે ડોક્ટરને ફરી બતાવ્યું ચાર મહીને પણ થેરેપી પણ ના કરાવાઈ કોનો કાઢો વાંક ? નેહા હજુ નાનકડી હતી પણ સમજી ગઈ ભાઈ હવે લંગડો થઈ ગયો છે. પપ્પાના અંતિમ શ્વાસે તેમને વચન આપતા બોલેલી કેઃ- "મરતા દમ તક હું ભાઈનું ધ્યાન રાખીશ. મમ્મી તમારી સ્વર્ગમાં રાહ જુવે છે ભાઈની ચિંતા જરાય ના કરશો. "
લગ્ન પછી પણ પરદેશમાં વસવા છંતાય દર બે વર્ષે ભાઈને મળવા જાતી જ. અમીત નેહા ના પવિત્ર સંબંધને નજર લાગી ગઈ કે શું આ વર્ષે વ્યાકુળતા ભાઈના અવાજમાં સાંભળી પહેલા તો તે ગભરાઈ ગઈ. ભાઈને કોરોના થઈ ગયો હે ભગવાન !! કોઈ પણ હિસાબે તેને હિંમત દેવા પણ જો પહોંચી શકાય તો સારું. એરલાઇન્સ વાળા પણ ખરા છે પાંચ હજાર ડોલર્સની ટીકીટ મળે તોય બેગ તૈયાર જ છે. ભગવાનનું લઈ નામ નીકળી પડી નેહા... પથારીમાં પડેલા અપંગ ભાઈને કોરોના થઈ ગયો છતાંય બહેન નેહા ને જોઈને અમીત માની શકતો નહોતો. કે સાચ્ચે જ બહેન આવી ગઈ. અમીત પાસે સિરીયસ ચેહરે ઊભેલી નેહા ને ડોક્ટર સાથે ઉલટતપાસ લેતા જોઈ માની ગયો સપનું નથી જો'તો. નેહા બોલી - " ભાઈ તું ચિંતા ના કર હું આવી ગઈ છું ને ! સારું થઈ જશે હો. " ડોકટરે પણ જોયું કે પેશન્ટ ને સારું થઈ જશે. ચાર દિવસે સવારે અમીતે છેલ્લા શ્વાસ લીધા. બહેને ફરી બોર બોર આંસુ સાર્યા પણ ભાઈને વિદાય દેતા તે ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ. સ્વાભાવિક સંજોગોમાં પણ ભાઈ બહેન છૂટા પડે તો દુઃખ તો થાય જ પણ અહીં તો અંતિમ વિદાય આપવી પડી. નેહાને ઢાઢસ બાંધવા પણ ચારેકોર કોઈજ નહોતું. શ્વાસ રૂંધાતો હતો તેવું લાગતું હતું પણ આંસુ છલકે જ જાતા હતાં. બીજા દિવસે રક્ષાબંધનનો દિવસ હતો. પર્સમાં રાખડી પડેલી જોઈને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડતી રહી.