દુનિયા કરે સવાલ
દુનિયા કરે સવાલ
''ઓ હલ્લો આમ ટિકુર ટિકુર જોયા શું કરો છો? કોઈ'દી છોકરી જોઈ નથી કે શું? " સ્વાતિ બોલકી હતી ને સીધી હતી. ગુસ્સો આવતાં બોલ્યા વગર ના રહી શકી. જીતેન્દ્ર પણ કાંઈ બોલી ના શક્યો...થયું કે કહી દંઉ કે આપને કભી આપકી આંખે દેખી હૈં...?? પણ એક પલકારું માર્યા વગર બસ તાકતો ઉભો રહ્યો. મયંક તેને તાણી ને લઈ ગયો.
સ્વાતિ તો હજુ કંઇક બોલતી હતી પણ એણે કંઈજ નહોતું સંભળાયું. સ્વાતિએ તો એની મસ્ત અણિયારી આંખો કદાચ ધારી ધારી ને પોતે પણ નહીં જોઈ હોય કદી... અરિસા ને પણ હમણાં હમણાં જોને બહુ વ્હાલ ઉભરાય છે. તેને જીતેન્દ્ર કરતા મયંક ગમી ગયો. સખીઓ સંગ ને કઝીન્સ બધી વાત કરે તે ચૂપચાપ સાંભળતી પણ કદી કંઇ બોલી નહીં, મમ્મીએ ટકોર પણ કરી કે આ બોલકી છોકરીને શું થયું છે ?? આજકાલ કેમ કંઈ બોલતી નથી. એક દિવસ ફળીયા ના બગીચામાં તે ગાઈ રહી હતી તે પપ્પા જોઈ ગયા. છૂપાઈને સાંભળવા લાગ્યા...કંઈક ગણગણતી હતી, લાગ્યું મીઠ્ઠુ મીઠ્ઠુ હસતી પણ હતી. એમને સમજાયું નહી. ત્યાં મમ્મીએ તેને બોલાવી તો ચૂપ થઈ ગઈ. વાળની લટ ને ગોળ ગોળ ફેરવતી બંધ કરી તો પવને છંછેડી..હવામાં ઉડતા તેના દુપટ્ટા ને સરખો કરતી ભાગી.
સ્વાતિ કોલેજ કરવા અબ્રોડ આવેલી. બધુ જ જુદુ હતું, પોતાનું ધ્યાન પોતાને જ રાખવાનું હતું. ભણવાનું હોય કે ખાવાનું બનાવવાનું હોય પણ જોબ સાથે બધું કરતા શીખી ગઈ હતી. આમ ને આમ પી.એચ.ડી ની ડિગ્રી લેતા તે એકલા રહેતા શીખી ગઈ. હા પણ ભોગ કેટલો મોટો દેવો પડ્યો... તે વિચારતાં ક્યારેક તે રડતી. કદીય કોઈએ પાસે ના બેસાડી. જાપાન માં સાચે જ આવું છે. પબ્લિકમાં અફેક્શન ડિસ્પ્લે ના કરાય. ત્યાં કોઇ કોઇને વ્હાલ કરતા ના જોવા મળે. સ્ત્રી-પુરૂષો અફેક્શન માટે તરસતાં હોય તો પણ નોટ અલાઉડ. લવ ડીપ્રાઇવ યંગ જનરેશન જોઈ ડિપ્રેસ થઈ જાવ તો નવાઈ નહીં, હા આ ડિગ્રી મળી પણ મા ને પિતાને ગુમાવ્યા તો પણ તેમને મળવા જઈ નહોતી શકી. માનવામાં નથી આવતું કે કેટલું અધરું છે મન મનાવવું. કેટલું કઠોર મક્કમ
મન કરી પરીક્ષા આપી, તે તો તેજ જાણે પણ હું કે તમે હોવ તો વાત અલગ હોય ખરું ને !! પણ એક વાત કહેતા તે રડી પડી ખરેખર. કોણ જીતુ કોણ મયંક ?
ચિંગ યેન ની કહાની સાંભળતી રહી તે કહું તો આપ કોઈ સમજી શકશો કે કેમ તે જ એક પ્રશ્ન છે. આજસુધી પ્રેમ વગર મશીન ની જેમ જીવતી રહેતી હતી. કોઇએ એને પ્રપોઝ પણ કદી ન કર્યું તો આખરે તેણે પોતે જ પોતાની સાથે લગ્ન કર્યા... આશ્રર્યજનક વાત લાગે છે ને હા પણ આ સત્ય હકીકત છે. આંખે ના નિહાળ્યું હોય તો સ્વાતિ માની ના શકત. જ્યારે ના મળે ત્યારે જ વ્યક્તિ કે વસ્તુ ની કિંમત સમજાય પણ હવે તો ઘણું જ મોડું થઈ ગયું છે. અહીં આમ ને આમ મરી જઈશ તો પણ કોને ફેર પડશે ? કોઈને પણ નહીં. હવે બાજુની વિન્ડોમાંથી સામેની તરફ રહેતી ફેન્ગ સ્વાતિને કહે છે કે તું પણ મારી જેમ મેન્સબાર માં કામ કરવા ચાલ. પણ સ્વાતિ હસી, ના કહી ગ્રોસરી સ્ટોર તરફ ચાલી જાય છે. સ્વાતિની સામેથી એક યુગલને બેબી ગર્લ ને લઈને પ્રામ માં જતા જુવે છે...ઝીણી ઝીણી આંખો હતી ગાલ ખૂબ ક્યુટ હતા.. એકદમ હસતું બાળક જોઈને સ્વાતિ એની સામે હસ્યા વગર ના રહી શકી. બીજી આઈલમાં જઈ રહેલી બેબી ગર્લ વળી વળી ને જોઇ રહેલી એના નાનકડાં હાથ ને હલાવી રહી હતી. સ્વાતિ પાછી વળી ગઈ ને પોતાના શોપિંગ લીસ્ટને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી.ને યાદ આવી કે આ બાળકી ને પણ પ્રેમ નહીં મળે મોટી થશે ને તે પણ બીજી 'ફેન્ગ' જ બનશે.. થરથરી ગઈ ને કંપારી છૂટી ગઈ. શા માટે નવા જીવ ને આ દુનિયામાં લાવે છે લોકો !! જીવતા લોકો હોય છે વિચિત્રતામાં- રેહસાતા રહે છે ક્રુરતામાં -વેચાતા રહે લોકો હ્યુમન ટાફિકિંગમાં -રક્ષા કરવાને બદલે ભક્ષક બની માણસ મારે માણસ ને અને હાડકાં પણ વપરાય વિટામિન બનાવવામાં. અરે વિયાવેલી ગાય ભેંસ ના પહેલાં દૂધમાંથી બનાવેલી બળી- મિલ્ક ચોસલાં લારીમાં વેચાતા જોવા મળે પણ કબરો ખોદાય છે હવે હાડકાં માટે.. તે ગ્રોસરી લીધા વગર જ બહાર રાખેલ બેંચ પર ફસડાઈ પડી. મનમાં વિચારતી હતી દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે.