ઉત્તરપત્રિકા
ઉત્તરપત્રિકા
ધ્રુજતા પગે ચશ્માં સરખાં કરતાં જ્હોન કોર્ટ્ના દરવાજે પહોંચ્યો. બાજુમાં થોડા વિખરાયેલા વાળવાળી સિમ્પલ દેખાતી સેરા પણ અંદર દાખલ થઈ. બંને જણા કાંઈ ખાસ પ્રભાવિત કરે તેવા નહોતા લાગતા. ડ્ગુમગુ થતા જ્હોન માંડમાંડ "જજ"ની સામે ઉભો રહ્યો લગભગ ૭૦ વર્ષ થયેલ ને ઓલમોસ્ટ ૫૫ વર્ષની સેરા હશે પણ બંનેએ એક જ કંપનીમાં ૨૨ વર્ષથી ઉપર સાથે કામ કરેલ. એકબીજાને સારી રીતે ઓળખતા અને પારિવારિક વાતો પણ શેર કરતા. તેથી જ તો સેરા જજ સામે બોલી ઉઠી કે જજ સાહેબ હું જહોનની સારી ફ્રેંડ છું. તેઓ ખૂબ ગરીબ છે અને જ્યાં રહે છે ત્યાં કાર પાર્ક કરવાની મનાઈ છે અલબત્ત પાર્કિંગલોટ કે પાર્કિંગપ્લેજ જ નથી. હેન્ડીકેપ થઈ ગયેલા દર્દથી પિડીત આ જ્હોન કાર વગર કામે પણ કેવી રીતે જઈ શકે ? પોલીસ તો નો પાર્ક ટિકીટ આપતો જ ગયો ને ફાઇનલ નોટીસ પછી આખરે કોર્ટ્માં આવ્યા છીએ કે તેમની સ્થિતિ નથી કે ગાડી વગર જીવી શકે કે પાર્કિંગ ટિકીટો ભરી શકે. તેથી ઇલલીગલ પાર્કિંગ ટિકીટોનો ચાર્જ તમે જો રદ કરી શકો તો મહેરબાની આપની.
હું ને મારા હસબંડ તેમને મદદ કરવા માંગીએ છીએ. તેમને હજુ બીજા ઘણા બધા ઓપરેશન પણ કરાવવા
ના છે. તેથી આપ જો આટલું કરશો તો અમે તમારા આભારી રહીશું. દર મહિને ૮૦૦ની આવક છે ૪૦૦ તેમનું ભાડૂ છે. એમાં આટલી બધી ટિકીટો કઈ રીતે ભરાય ! ઓપરેશન ઉપર ઓપરેશન થયા હજુ બીજા બાકી છે.
ઉંમરનું અંતર ભૂલી જવાયું જ્યારે સ્નેહ સાથે સમજણ ભળી. બધા એકમત થયા. જ્હોન ઘડી ઘડી પોતાના ચશ્માં ઉતારી આંસુ લૂંછી રહ્યો હતો. જજ સાહેબનું હ્રદય દ્રવી ઉઠ્યું. તેઓ પણ ઘડપણ તરફ વધી રહ્યા હતા. તેમને શાંતિથી ઉત્તર આપ્યો કે તમારી બધી જ ટિકિટો માફ કરવામાં આવે છે. પોલીસ ઓફિસર પણ સાંભળતો હતો કાયદા અનુસાર પોતે આપેલ ટિકિટો માટે શરમ અનુભવતો હતો. જજે કહ્યું 'પણ બૂટ્લોક માટે તમારે ૧૦૦ ડોલર્સ તો ભરવા જ પડશે. અને સેરા તમે સાચા ફ્રેંડ છો. સિનિયર્સ તરફ તમે કૂણી લાગણી દર્શાવી છે, ને મદદ કરી રહ્યા છો તમે ખરેખર સારા ફ્રેંડ છો. પોલીસ ઓફિસરને જજ તો ત્યાં સુધી સહમત થયા કે છે મહિનામાં તમે ૧૦૦ ડોલર્સ ભરી ના શકો તો પણ કોઈ વાંધો નથી જસ્ટ ફોન કરીને જણાવી દેજો વધુ મુદત આપીશું. હજુ પણ દુનિયામાં ભલાઈ કરવાવાળા માણસો જીવે છે તેનો પૂરાવો દેખાયો. કોર્ટમાં કોઈની આંખો કોરી નહોતી.