Rekha Shukla

Horror


1.0  

Rekha Shukla

Horror


અંધારી અમાસની રાત

અંધારી અમાસની રાત

5 mins 548 5 mins 548

અક્ષયની નાડાછડી બાંધીને પંડિતજી શ્લોક બોલ્યા. સીમા પણ ધ્યાન દઈને સાંભળી રહી હતી સાથે બેઠેલા કુટુંબના બધા જ સદસ્યો થઈ રહેલી પૂજામાં ધ્યાન દઈને શાંતિથી સાંભળતા હતા. ને અક્ષય બોલ્યોઃ 'તમે ને તમારા રીતરિવાજો. આ બાંધવાની શી જરૂર છે ? તમે એમ માનો છો તો પછી છૂટાછેડા કેમ થાય છે પંડિતજી ?' એક શ્વાસે તે બોલી ગયો અને પંડિતજીને તાકી રહ્યો. બધા ના કાન સરવાં થઈ ગયાને પંડિતજી એક મિનિટ ચોતરફ જોઈ બોલ્યા: 'શ્રધ્ધા ને તર્ક માં આટલો જ તફાવત. ને તર્કમાં વિશ્લેશણ કરવું જરૂરી નથી. અમુક સવાલોમાં શ્રધ્ધા હોય તેમ બને તો આપણે માનવા લાગીએ.' 'બાકી ઇટ ડઝન્ટ હેવ ટુ મેક સેંસ ઇધર' 'લોજીક હોય તે જ મને સમજાય' ફરી અક્ષય બોલ્યો.


બાળપણમાં ને ભોળપણમાં કોઈ કંઈ કહે, ને વાત ગળે ઉતરી જ જાય. ને વેતાળની વાર્તાને રાક્ષસની વાર્તાનો ડર લાગે. બાજુમાં રહેતી મારીયાને સ્કેલિટન કે મોન્સ્ટર ઇન ક્લોઝેટનો ડર લાગે. કદાચ તેથી જ તે આખી રાત નાઈટ લાઈટ રાખીને જ સૂતી હતી. એની મોટી બહેન બ્લેક કેટ આડી ઉતરે તો ખરાબ બનાવ બનશેના ભયથી ડરતી, ને ફ્રાઈડે ધ થર્ટીન્થને ખરાબ માનતી. એ વખતે રાતે આંબલીના ઝાડ પર ભૂત રહે છે તેવું કહેતા ને બધા ડરતા અને જો જવું જ પડે તેમ હોય તો પછી ભગવાનનું નામ લેતા લેતા ધડધડ હૈયે ઝડપથી ભાગી નીકળતા. વંડી કૂદવી પડે તો કૂદી નાંખતા જેથી જલ્દી પહોંચી જવાય. કાળીચૌદશના રોજ ચાર રસ્તે કરેલા કૂંડાળામાં પગ ના પડે તેની સાવચેતી તેથી જ લેવાય. કાંઈક ગળે ઉતરે તેવા કારણ હોય તો હા ઠીક છે પણ લોજીક વિનાની અંધશ્રધ્ધા જેવી વાતો માટે હવે તો દલીલ થઈ જ જાય. હાય હાય આ શું ! પત્તાના મેજીક થતાં જોયા છે પણ આમ અચાનક કોઈને અદ્રશ્ય થતા તમારી નજરની સામે જુવો કે પાણી પર ચાલતા જુવો તો ડર તો લાગે જ ને અને સ્પેશિયલી ધડ વગરનું ભૂત પણ હોય છે તેવું સાંભળ્યું છે !


હોલોવિન આવે તે પહેલા ઘરને શણગારીને આજુબાજુવાળા એ તૈયાર કરેલું પણ અક્ષયને ત્યાં તો કોઈ પૂજાના કારણે તોરણોને અનેરા આનંદથી, ને મહેમાનોથી ઘર ભરાઈ ગયેલું. સમી સાંજના સમયે પૂજા થઈ રહી હતી, ને અચાનક તેની નજર વિન્ડો તરફ પડીને ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. સફેદ સાડીમાં ત્યાં કોઈક પડછાયામાં દેખાયું પણ ખરું. એક પલક ને ફરી જોયું તો ત્યાં કોઈજ નહોતું. એક કંપન ઉદભવી, ને કપાળે પ્રસ્વેદ બિંદુઓ જામ્યાં; સીમા એ હલાવીને પૂછ્યુંઃ 'આર યુ ઓકે ?' કોલ્ડ ચિલીંગ કંપારી ફરી તેણે અનુભવી. ને બાજુમાં આવીને કોઈ જાણે અડ્યું એમ લાગ્યું. ડરતાં ડરતાં એણે બાજુમાં જોયું તો કોઈ હતું જ નહીં. લોજીકલી ડોન્ટ મેક્ સેન્સ પણ અનુભવ્યું ત્યારે મન વિચારોના વંટાળો ચડ્યું. સાયન્સના સ્ટુડન્ટ્સને સુપરફિશિયલ થીંગ્સ કે ભગવાનની વાત ગળે ઉતરતી નથી હોતી. અને ડેડ બોડી, માંદગી ને ઘડપણ વગેરેથી ડર પણ લાગતો નથી હોતો જ. બીફોર ગ્રેજ્યુએશન ફ્રેંડ્ઝ ડેરીંગ કરી ત્યારે સુનિલ બહુ ફાંકા મારતો હતો તો બધા ડેડ બોડી રૂમમાં મળવા ભેગા થયા ને અક્ષયને ઓઢાડેલ સફેદ ચાદરમાંથી તે ઉભો થયો ત્યારે સુનિલ બેભાન થઈ ગયેલો. ઓહ માય ગોડ હી ઇઝ ટુ સેન્ટી યાર ! અક્ષય તો હસી હસીને લોથપોથ થઈ ગયેલો. પણ હસવામાંથી ખસવું થઈ ગયેલું ! હી સો ધ સેઈમ વુમન સ્ટેન્ડીંગ ઇન કોર્નર. અરે પણ આવું તો કૈં બનતું હશે ? હોસ્પિટલ ઇઝ અંડર સર્વેલન્સ કેમેરા એન્ડ ઇન કેમેરા ધે કુડ સી વ્હાઈટ શેડો વોકિંગ. સુનિલ અને અક્ષય બંનેની હાલત ખરાબ હતી બીજા દિવસે બેમાંથી કોઈ કોલેજ આવ્યા નહી; આઇ મીન આવી શક્યા નહીં તાવ ચડી ગયેલો.


અને આજે ફરી અહીં ? અંધારી અમાસની રાત હતી ને પવન પાગલ થયેલો હતો. વૄક્ષો નગ્ન ઉભા હતા ને તેની સૂકી ડાળીઓ પર્ણ વિહિન થરથરી રહી હતી. એકાદુ ભૂલુ પડેલું ઘૂવડ આંખો ખેંચી ખેંચીને એની ડોક હલાવી ને હુ.. હુ.. કરતું તાંકી રહેલું. સૂકા પર્ણો હવામાં આમથી તેમ ઉડતા હતા. ને ત્યાં ફરી વ્હાઈટ શેડો દેખાયો. એના પગ નીચેના પાંદડાઓનો ચૂરો જાણે ખડખડ અવાજ કરી રહ્યો હતો તે પવન ચિરીને સંભળાતો હતો. હજુ વિજળીના કડાકા ને ભડાકા થતા હતા. ને મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. સીમા બ્લેન્કેટમાં કોઈ બુકને ટિપોઈ પર હોટ કોકો લઈ સોફામાં આડી પડેલી. અક્ષય પોતાનું ધ્યાન વિન્ડો તરફથી હટાવી ન્હોતો શકતો. ને ત્યાંજ કોઈના આવવાનો અવાજ સંભળાયો. દરવાજે ટક..ટક.. કોઈએ ફરી દરવાજો ઠોક્યો. સીમા ઉભી થવા ગઈ ને અક્ષયે તેને રોકી પણ ખરી. પણ તે વ્હાઈટ શેડોવાળી વ્યક્તિ સીમાની પાછળ દેખાણી.  


ને ત્યાં ફોનની રીંગ વાગી ટ્રિંગ ટ્રિંગ... ને અક્ષયનું ધ્યાન તે તરફ ગયું ને વ્હાઈટ શેડોવાળી વ્યક્તિ ગુમ થઈ ગઈ. રિસીવર હાથમાં લઈને તે બોલ્યો :'હલ્લો !' તો સામેથી અવાજ આવ્યો કોઈ સ્ત્રીનો : ' હું ક્યારની રાહ જોંઉ છું પ્લીઝ કમ એન્ડ હેલ્પ મી !' ધડાક કરતું રિસીવર હેંગ કરી સૂનમૂન તે બારણા તરફ ધસ્યો. બારણું ખોલી બહાર ગયો. સીમા પણ તેની પાછળ ખેંચાણી. ગાઢ ધુમ્મસમાં ત્રણ થી પાંચેક મિનિટ ચાલ્યા. ને કબ્રસ્તાન તરફ વ્હાઈટ શેડો આગળ વધ્યો. સીમાએ બૂમ પાડવા ખૂબ ટ્રાય કરી પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો. અચાનક શેડો કોઈ કબર પાસે અટક્યો. ને પછી અદ્રશ્ય થઈ ગયો. બાજુમાં ફૂલો ઉગેલા દેખાયા ત્યાં ફરી ફરી તે સ્ત્રી દેખાઈ આંસુ ભરેલી આંખે કરગરતી. પણ અવાજ ના સંભળાયો. અક્ષયને સીમાએ ત્યાં ફૂલોની નીચે કોઈનો હાથ જોયો. બંને જણાએ જોયું કે ત્યાં કોઈ યંગ મેનની લાશ છે. પણ હજુ તેમાં જાન છે. અક્ષયે તેના પરની ધૂળ ખંખેરી નાંખી તેને ઉંચકીને સીમા તરફ આગળ વધ્યો. સીમાએ તાત્કાલિક સારવાર માટે પોલિસ ને હોસ્પિટલને ફોન કર્યો. યંગમેન આ છોકરીનો બોયફ્રેંડ હતો. છોકરીના પ્રેમમાં બીજો કોઈ ગુંડો પડેલો, નશામાં એણે એને મારી નાખી હતી. અને આ વાત એનો બોયફ્રેંડ જાણી ગયેલો તો તેનું પણ કાસળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેની આવરદા હશે તો બચી ગયો.


પાછા ફરતા સીમા ને અક્ષય મૌન હતા. પણ બંનેને પ્રશ્ન મૂંઝવતો હતો કે આવું શક્ય છે ખરું ? ને ત્યાં એક માણસે પાછળથી અવાજ દીધોને અક્ષય ને રોક્યો. : ' આપની પાસે માચિસ છે ?' અક્ષયે લાઈટર ધર્યું. સિગરેટ સળગાવતાં સળગાવતાં પેલા એ પાછો પ્રશ્ન પૂછ્યો : 'ડુ યુ બિલિવ ઇન ઘોસ્ટ' અક્ષયે મના કરી ને સીમા તરફ ફર્યો ત્યાં તો પેલો ગાયબ ! ગળું સૂકાઈ ગયું હોય એમ લાગ્યું ફરી અવાજ ના નીકળ્યો ગળામાંથી. માથું ભમવા લાગ્યું ને ચકરાવો ખાઈને તે બેહોશ થઈ ગયો. સૂમસામ જગ્યામાં ગાઢા ધુમ્મસમાં કોઈ ચીસ પાડતું હતું તે સીમાને સંભળાઈ તે અક્ષય પાસે ધસી ગઈ, ને વળગી પડી.


Rate this content
Log in