ઓનલાઈન પ્રેમ
ઓનલાઈન પ્રેમ
એક દિવસ રીકેશ પોતાના ફોનમાં ફેસબૂક ખોલીને બેઠો હતો, એ એના મિત્રની પોસ્ટ ઉપર લાઈક અને કમેન્ટ કરતો હતો. એવું થાય છે કે એને કોઈક અજાણી છોકરીનો મેસેજ આવે છે.
આવું આગાઉ કોઈ દિવસ બન્યું ન હતું કે કોઈ છોકરીએ એને મેસેજ કર્યો હોય, એને તો મેસેજ ખોલીને જોયું તો હાઈ નો મેસેજ હતો, એને પણ સામે હાઈ મોકલ્યું.
એને હાઈ નો મેસેજ જોઈ લીધો હતો સામેથી પાછો મેસેજ આવ્યો કે તમે ક્યાંથી છો, એને જવાબ આપ્યો કે "હું સૌરાષ્ટ્રના આ જિલ્લાના આ ગામનો છું. એને પણ જાણવાની ઈરછા થઈ કે એ ક્યાંથી એને પૂછ્યું કે તું ક્યાંથી છો, એને જવાબ આપ્યો કે હું પણ ગુજરાતની જ છું સૌરાષ્ટ્રના આ ગામની છું.
આવી રીતે વાત ઘણા દિવસો સુધી ચાલી સાંજનો વાત કરતો કે રાત કઈ રીતે પડી જતી હતી એને ખુદને ખબર ન પડી, એના મમ્મી જમવા બોલાવે તો પણ જમવા જાતો ન હતો, એ વાતમાં એટલો મશગુલ થઈ જાતો હતો કે ખાવાનું પણ ભૂલી જતો હતો.
એને હવે એમ થાય છે કે હું એને સાચો પ્રેમ કરું છું એ પણ મને સાચો પ્રેમ કરે છે, એટલે વિચાર્યું કે એને જેમ બને તેમ ઝડપથી આઈ લવ યુ કહી દઉં. મેસેજ ટાઈપ કરીને મોકલી દીધો આઈ લવ યુ સામેથી એ ટાઈપ કરતી હતી, રિતેશ પણ વિચારતો હતો કે એ શું જવાબ આપશે એનો જવાબ આવ્યો આય લવ યુ ટુ , એનો આનંદનો પાર રહ્યો ન હતો.
બીજા દિવસે રિતેશ મેસેજ કરે છે, છતાં પણ એનો જવાબ આવતા વાર લાગતી હતી, સાંજ પડી છતાં પણ મેસેજનો જવાબ આવ્યો નહીં પહેલાતો તરત જ જવાબ આવતો હતો હવે શું થયું કે જવાબ નથી આપતી.
એમ ચાર દિવસ જેટલો સમય વીતી ગયો હોય છે છતાં પણ જવાબ આવતો નથી ! એક દિવસ સાંજે રિતેશ ફેસબૂક ખોલીને બેઠો હોય છે ત્યાંતો એ છોકરીનો મેસેજ આવે છે, એ કહે છે મારા મમ્મીને મજા નથી એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એને ઓપરેશન કરવાનું છે, 24 કલાકની અંદર એક લાખ રૂપિયાની જરૂર છે. ક્યાંયથી એક લાખ રૂપિયા થઈ શકે એવું નથી, તમે એક લાખ રૂપિયા આપશો.
રિતેશતો ઘડીક વિચારે છે કે શું કરીને એને તો એક લાખ માંગ્યા, રિતેશ એને ના પણ પાડી શકતો ન હતો કારણકે એને લગ્ન કરવાની વાત જો કરી હતી.
એની પાસે પચાસ હજાર જેટલા રૂપિયા હતા બાકીના એના ભાઈબંધ પાસેથી ઉછીના લઈને એના ખાતામાં જમા કરાવ્યા. રીતેશે મેસેજ કર્યો કે પૈસા મોકલી દીધા છે તારા ખાતામાં જમા થઈ ગયા છે.
પણ એક મહિના જેટલો સમય થયો પણ હજુ સુધી એનો જવાબ આવ્યો નથી !

