ન્યાય...?
ન્યાય...?
"અભિનંદન કૃતિ આપની બહેનને આજે ન્યાય મળી ગયો. એના બળાત્કારીને ખૂનીને આજીવન કેદ મળી ગઈ. "
"તો આજે રાત્રે દશ વાગ્યે આવી જઈશ ને મારા ફાર્મ હાઉસ પર ?"
એ જજ હાથમાંની સિગરેટ પગેથી કચડી, ખંધુ હસીને નીકળી ગયા. સિગારેટને બુઝાતી કૃતિ નજર સામે જોઈ રહી. કૃતિને ન્યાય મળી ગયો.
શું ખરેખર?
