STORYMIRROR

Namrata Kansara

Crime Abstract

2  

Namrata Kansara

Crime Abstract

ન્યાય

ન્યાય

1 min
15.1K


સ્ફટિક સમાન ચળકતા દાદર પર, ખખડધજ શરીર... પોતાના કરચલીઓ યુક્ત પ્રતિબિંબને ઝીલતું આગળ વધી રહ્યું છે. આજે આટલા વર્ષે, પોતાની બેરહેમીથી રહેંસી નખાયેલ પુત્રીના આત્માને ન્યાય મળવાનો હતો. અને એ નરાધમોને સજા ! માજી, અહીં સાઇન કરો ! એ બળાત્કારીઓને આજીવન કારાવાસની સજા થઇ છે.

એક નિતાંત શાંતિથી આર્દ્ર હૈયું, પોતાના કરચલી યુક્ત હાથોથી પેન પકડવા હાથ લંબાવે છે, કે અચાનક એક આછડતો સ્પર્શ, તેમના તન-બદનને એક હળવી કંપારીથી ધ્રુજાવી જાય છે.

આર્દ્ર આંખો…સ્ફારિત થઇ…જાણે ચિત્કાર કરે છે…

ન્યાય….?


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Crime