ઇશ્ક
ઇશ્ક


વો સૂની કિતાબ હૈ દાસ્તાં એ ઇશ્ક કી,
આપ, હમ ઔર સારા જહાં,
મુકમ્મલ ગુલતાન, ઇસી અસબાબ સે હૈ...!!
ચાહત, ઇશ્ક, પ્રેમ, મહોબ્બત… શબ્દ એક… પણ કેટલા અર્થ લઈને આવે. કોઇ આપણને ગમે, કોઇ આપણને ગમાડી જાય…
ઇસ ઇશ્ક કી વાદિયો સે હમ યૂં ગુઝરે,
ન હમને આપકો દેખા, ન ઇસ મોહબ્બત કો…
પ્રેમ કરવા માટે સામે કોઇ વ્યક્તિ હોવો શું જરૂરી છે? પોતાને જ પ્રેમ ન કરી શકાય…!
‘તને એવું લાગે છે , પણ બીજાને પ્રેમ કરવામાં મજા છે. પાગલપન છે. એક્સાઇટમેન્ટ છે…’
‘ઓહ, રબિશ. આ અસત્ય છે. અને તું જે આને એક્સાઇટમેન્ટ કહે છે ને… એને ફક્ત આકર્ષણ કહેવાય. એ પણ વિજાતીય…’
‘અચ્છા, મારી માટે તું એમ જ રાખ. તારા મતે એ શું છે…? પ્રેમ…’
‘સંજુ, પ્રેમ એટલે હું પહેલાં જ કહી ચૂકી. મારી પંક્તિઓને તું ક્યારેય પણ સિરિયસલી નથી લેતી ને… પણ મારી વાતોને સમજીશ તો સમજાશે કે હું કહેવા શું માંગુ છું.’
‘શું કહેવા માંગે છે તું…? બોલ…’
‘આપણે પોતાના મોઢાને જોઇ શકીએ છીએ? દર્પણમાં જોયા સિવાય…’
‘ના હવે, કેમ…?’
‘એ કેમ એ એટલે… કે આપણી આંખો બીજાને દેખે. ઓપોઝિટ જેન્ડરવાળું તું નહિ લઇ આવતી પ્લીઝ…’
‘જેને આંખો ન હોય તે…!’
‘મને ખબર જ હતી.. કે તું વચ્ચે કંઇ બોલી કેમ નહિ, સંજના... તો સાંભળ… એ એટલા માટે કેમકે તેમનું કૌતુક-વિસ્મય તે પોતાના હાથોથી મહેસૂસ કરી શકે છે. સ્પર્શ… યુ નો… એમના માટે આ ઇન્દ્રિય જ મહત્વની છે, આ પ્રકૃતિને માણવા માટે. જીવવા માટે. પોતાની આસપાસના વાતાવરણને મહેસૂસ કરવા માટે…! આપણા માટે તો આપણી બધી જ ઇન્દ્રિયો કે જે સાબૂત છે જેમની તેમ છે, તે જ મહત્વનું નથી…? અને આમ પણ ‘યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ...’
‘તારી વાત સાચી છે ટિયા… પણ છતાં, આપણે એનું મહત્વ રાખ્યું છે ખરું…?’
‘ન રાખ્યું હોત, તો પ્રેમ કેવી રીતે થાત…’
‘ટિયા, તું બે બાજુ નહિ બોલ. પહેલાં કહે છે પોતાની જાતને પ્રેમ કરો. અને હવે કહે છે કે પ્રેમ જ કેવી રીતે થાત… ડિસ્ગસ્ટિંગ…’
‘હા હા હા…, અરે સંજુ, મારી બેસ્ટી, ગુસ્સે ના થા આમ. આટલી બાબતમાં પગ પછાડ્યા...! સારું થયું વાળ નથી ખેંચ્યા. નહિ તો ક્લીન હૅડેડ સંજુ કેવી દેખાત…’
સંજુ ગુસ્સે થઇને જાય છે. ટિયા તેનો હાથ પકડીને તેને દર્પણ આગળ બેસાડે છે.
‘અહીંયા આવ, બેસ, જો… શું દેખાય છે…?’
‘હું અને તું’ સંજુ દર્પણમાં જોઇને જવાબ આપે છે.
‘વે…રી ગુડ. હવે આંખ બંધ કર. શું દેખાય છે…?’
સંજુ ચૂપ છે. થોડીક સેકંડ પસાર થાય છે.
‘મારો અવાજ સંભળાય છે ને…’
‘હા, તારો શું, બાજુની ખડકીમાંથી નીતા આંટીનો અવાજ, તેમના છોકરા રોહનનો અવાજ, કમ્પાર્ટમેન્ટમાંથી આવતા ભળતા અવાજો અને ડૉગી ને કબૂતરનો અવાજ પણ આવે છે.’
‘તારા શ્વાસનો અવાજ આવે છે…!’
‘હમ્મ્…..’
બંને અચાનકથી ઊંડા શ્વાસ લઈને ઉચ્છવાસ કાઢે છે. શ્વાસની આવન-જાવન મહેસૂસ કરે છે.
‘આંખ બંધ રાખીને જ પોતાના હાથને બીજા હાથ પર રાખી ફેરવ. મહેસૂસ કર.’
‘કંઈક મહેસૂસ થયું…!’ થોડી સેકંડો પછી ટિયા પૂછે છે.
‘હમ્મ્…’
‘હમ્મ્…..’
બંનેના હકાર…
‘આંખો ખોલી દે…’
સંજુ કંઈક કહેવા તલપાપડ થઇ રહી છે. ટિયા પલંગ પર બેસી ખડકીની બહાર જોઇ રહી છે. પોતાના આગવા અંદાજમાં. પગ હલાવતી…
‘ટિયા યાર, યુ આર ઓસમ. ઓસમ. એટલી મસ્ત ફીલિંગ આવે છે ને. આ શું હતું યાર… એકદમ મસ્ત… એકદમ….. આ બધું ક્યાંથી શીખી તું…..’
<
p>
ટિયાની મુસ્કુરાહટ…
થોડા સમય પછી…
‘આ બધું હું ક્યાંથી શીખી એ બધું જવા દે. ખુદને પ્રેમ કરતાં આવડી ગયો ને…’
‘અરે, હા યાર. હવે સમજાયું કે બીજાને પ્રેમ કર્યા પહેલાં ખુદને પ્રેમ કરતાં શીખો.’
‘એટલે વેલેન્ટાઈન્સ ડે ના દિવસે સમીરને રોઝ, ગ્રીટીંગ્સ ને ચોકલેટ્સ ને એવું બધું નહિ આપે ને…’
‘શું યાર તું પણ… આવું કેમ કરે છે…’
‘હા હા હા… હું ક્યાં કંઇ કરું છું. જો, હું કંઇ કરું છું…?’
‘યુ ટિયુ…, મર્ડર કરી દઇશ તારું…’
‘તારા જેવા લોકોના લીધે જ ગુના થાય છે. ગાંધીજીના ત્રણ વાંદરાને અનુસરને…’
‘તારી આ બધી બાબતમાં બહુ પી.એચ.ડી. છે. કેમ?’
‘છે… એટલે જ તો તને ‘પ્રેમ’નો મતલબ સમજાવ્યો.’
‘ઓ, અચ્છા…’
‘ઓહ, યસ. બાકી જે પોતાની જાતને પ્રેમ નથી કરતાં એ બીજાને પ્રેમ આપી જ નથી શકતા.’
‘તું પાછી ચાલુ થઇ ગઇ.’
‘મર્ડર શબ્દ તું જ બોલી.’
‘સૉરી, બસ. અચ્છા ચલ બોલી દે… શું છે મનમાં…’
‘કંઇ નથી…’
‘બોલને ડિયર. શું છે મનમાં…’
‘કહ્યું ને કંઇ નથી…’
‘બહુ ભાવ નહિ ખા…’
‘સારું, હું ભાવ ખાઉં છું ને… જા અહીંયાથી…’
‘અરે ટિયુ, આમ ગુસ્સે કેમ થાય છે. યુ આર માય બેસ્ટી યાર. લવ યુ યાર… સૉરી, બસ… માફી પણ માંગી લીધી. હવે તો બોલ ડિયર…’
‘કંઇ ખાસ નથી. બસ, આપણે ત્યાં ગુનાઓ આ સમજના અભાવને લીધે જ થાય છે.’
‘એટલે કે પ્રેમ…?’
‘હા, મૂળ ‘પ્રેમ’ કહી શકાય. પણ આ પ્રેમ છે ને પોતાની સાથે સૌથી પહેલાં તો રિસ્પેક્ટ લાવે. પછી મમતા, દયા, અનુકંપા, ફિકર, કદર… દરેક જીવ પ્રત્યે… દરેક જીવ પ્રત્યે… સમાન ભાવ….. સ્ત્રી-પુરુષ સમાનતા… માણસાઈ… જાતિવાદ, ભેદભાવ, ઉંચ-નીચ, બંધન, હક, વ્યસન, ગુનાખોરી..... આતંકવાદ… આત્મહત્યા… ખૂન… આ બધું…, આ બધું… આ
‘પ્રેમ’ શબ્દનો અર્થ ન સમજી શકવાને લીધે જ તો છે…’
‘હમ્મ્, સાચી વાત છે. પણ આ પ્રેમના ચક્કરમાં કેટલા જીવ ગયા છે. શું એ બધી અણસમજ…’
‘ના, એ પરિસ્થિતિ… હંમેશા નહિ… ક્યારેક કશુંક સમજવું અઘરું પણ થઇ પડે.’
‘જેમ તને સમજવી અઘરી છે…’
‘સંજુ...’
સંજના ટિયાને ચીડવે છે. પોતાની ટીખળમાં ટિયાને મનાવે પણ છે.
‘ટિયુ યાર, હું સમજી ગઇ તને, સમજી ગઇ. હવે તારા માટે, મારા તરફથી બે પંક્તિઓ…
ઇસ ઇશ્ક કી વાદિયો સે હમ યૂં ગુઝરે,
ન હમને આપકો દેખા, ન ઇસ મોહબ્બત કો…’
‘અરે, આ તો મારી જ…’
‘વાહ વાહ… વાહ વાહ… બોલ…!’
‘સંજુ…’
‘ટિયુ….’
બંને ઝઘડે છે. હસે છે. અને…
વાહ વાહ... વાહ વાહ… વાહ વાહ...
વો સૂની કિતાબ હૈ દાસ્તાં એ ઇશ્ક કી,
આપ, હમ ઔર સારા જહાં,
મુકમ્મલ ગુલતાન, ઇસી અસબાબ સે હૈ...!!
આ સૂની કિતાબ એટલે આપણી અરસપરસની સમજની રંગપૂર્ણિ…
કોઇને એકલા નહિ પાડો. એકલા જીવવું કંઇ દુષ્કર નથી. છતાં, આપણે બધાં જ સંકળાયેલા છીએ. બધાં જ. પોતપોતાની સમજ પ્રમાણે ખુશીઓ બાંટો. દરેક ભાવ સાથે જીવો. રિસ્પેક્ટ આપો. પ્રેમ કરો. દરેક જીવને. કોઇ એક જીવ માટે મરવું-મારવું, હક, ઇર્ષ્યા, લોભ, લાલચ, અહંકાર, સ્વાર્થ, અણસમજ… આ બધું અંતે તો દુઃખી જ કરશે. કોઇને બાંધો નહિ. બંધાવો પણ નહિ. બસ, પ્રવાહ સાથે ચાલો...
પંક્તિઓ મારા દ્વારા જ લખાયેલ…
Thank you so much...