STORYMIRROR

Bhakti Khatri

Abstract Inspirational

3  

Bhakti Khatri

Abstract Inspirational

નવતર જીવતર

નવતર જીવતર

8 mins
179

એક પરિવાર જેમાં ત્રણ દીકરા અને એના માતાપિતા રહે છે માતાનું નામ પ્રેમિલાબહેન, પિતાનું નામ માધુભાઈ અને ત્રણ દીકરાની નામ કરણ, મિહિર અને મોનાર્ક.

ત્રણેય દીકરા ઉચ્ચ અભ્યાસ કરી અલગ અલગ ક્ષેત્રે નોકરી કરે છે, એના માતા ગૃહિણી અને પિતા ધંધો કરે છે. પિતાની ઉમર થતા દુકાન પર આવવા જવામાં અને આખો દિવસ બેસી રહેવામાં તકલીફ પડતી હોય છે માટે ત્રણેય દીકરા એક નિર્ણય કરે છે કે પપ્પા હવેથી કામ ના કરે અને દુકાન ભાડે આપી દેવી અને ત્રણેય દીકરા પોતાની આવકમાંથી પિતાને વાપરવા અમુક નક્કી કરેલ નાણાં આપશે આ વાત બધા દીકરાએ મળીને એમના પપ્પા માધુભાઈને કરી પહેલા એમણે ના કહી પણ દીકરાઓ આગળ એમની દલીલબાજી ના ચાલી અને આખરે દીકરાઓનો નિર્ણય એમણે માન્ય રાખવો પડ્યો. 

એક વખત મોટા દીકરા કરણ માટે એક છોકરીની વિગત આવી બધું અનુકૂળ આવતા મોટા દીકરાના લગ્ન લેવાયાં થોડો સમય જતાં દીકરાએ અલગ ઘર લઈ લીધું અને માતાપિતાને એ અંગે કશી જાણ ના કરી.

એક દિવસ અચાનક મોટો દીકરો કરણ રાતે બધા સાથે બેઠા હતા ત્યાં જઈને કહ્યું કે કાલથી અમે આ જગ્યાએ રહેવા જઈએ છીએ.

માતાપિતાને અસહ્ય આઘાત લાગ્યો પણ દીકરાની ખુશી માટે એમણે એક શબ્દ ના ઉચ્ચાર્યો અને દીકરાની ખુશી એમાંજ હશે એમ માની રાજી ખુશી દીકરાને અલગ રહેવા જવા દીધા.

થોડા સમયમાં વચલો દીકરો મિહિર માટે એક છોકરીની વિગત આવી એના પણ લગ્ન લેવાયાં પણ એણે લગ્ન પહેલા જ છોકરીને જાણ કરી દીધી હતી કે કોઈપણ સંજોગોમાં હું માતાપિતાથી અલગ રહેવા નહિ જાવ અને જો એની ખુશી હોય સાસુ સસરા સાથે રહેવામાં તો જ હા કહે નહીતો જે નિર્ણય એ સ્વીકાર્ય છે એવું બધું કહ્યું હતું માટે એ દીકરો લગ્ન પછી માતાપિતાની સેવા કાજે સાથે જ રહેતો હવે નાનો દીકરો મોનાર્કના લગ્ન લેવાયાં થોડો સમય જતા એ પણ અલગ રહેવા જતો રહ્યો.

હવે ઘરમાં માતા પિતા વચલો પુત્ર મિહિર અને એની પત્ની કવિશા સાથે રહેતા હતા.

સમય જતાં એક દિવસ કરણ ને નોકરીમાંથી છૂટો કરી દિધો અને ઘરમાં એક ટંક જમવાનું પણ વાંધો પાડે એવી સ્થિતિ થઈ ગઈ હવે કોઈ મદદ પણ કરે એમ ના હતું માબાપથી પહેલાથી જ અલગ થઈ ગયો અને પત્ની દીપ્તિના માતાપિતા પણ એ વાતને લઈને એમનાથી નારાજ હતા એટલે કોઈથી મદદની કોઈ આશા ના હતી.

એક બે દિવસ તો વિચારમાં જ કાઢી નાખ્યાં શું કરું શું નહિ.

દીપ્તિ ભણેલી હોવાથી એણે જોબ માટે કરણની પરવાનગી લીધી અને એણે નોકરી ચાલુ કરી પણ એનો પગારધોરણ ઓછું હોવાથી ઘરના ખર્ચા નીકળે અને લોન ના હપ્તા ભરાય એમ બંને સંભાળવું અઘરું પડતું છતાં બને એ હિંમત ન હારી અને દીપ્તિની જોબ અને કરણ ને પણ ક્યાંક નાની જોબ મળી જતા બંનેના સહિયારા સાથથી થોડાથોડા પૈસા ભેગા થવા લાગ્યા અને ઘર સંસાર ફરી ચાલવા લાગ્યો.

આવું જ જ્યારે નાના દીકરા મોનાર્ક સાથે બન્યું ત્યારે એ તો દારૂ અને સિગારેટની આદત પડી ગઈ અને ખોટા રસ્તે ચડી ગયો.

આ વાતની જાણ એમના બંને મોટાભાઈ ને થઈ ત્યારે કરણે નિર્ણય કર્યો કે હવે માતાપિતા ભેગા રહી એમની એવા ચાકરી કરી આશીર્વાદ લેવા કેમકે માતાપિતા ના આશીર્વાદ જ હતા કે મિહિરની ઓફિસમાં ઘણી મોટી ખોટ ગઈ હોવા છતાં મિહિરની નોકરી પર જરા પણ અસર ના થઈ એક સમય તો એનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો કે આગળ નોકરી છૂટી જશે તો પરિવારનું પેટ કેમ ભરીશ આમ ત્રણેય દીકરાના જીવનમાં પડતી આવ્યા બાદ ત્રણેય ને એક સાથે ભાન આવ્યું કે સાથે હશું તો કોઈપણ મુશ્કેલીથી જીતી શકશું અને જો અલગ રહેશું તો એક નાની મુશ્કેલી પણ મનોબળ તોડી આપણને પછાડશે માટે હવે કરણ દીપ્તિ,અને મોનાર્ક અર્ચના બધા મિહિર અને અર્ચના તથા મધુભાઈ અને પ્રેમિલાબહેન સાથે રહેવા આવી ગયા.

ઈશ્વરની પણ ખબર નહિ શું ઈચ્છા હોય તે જ્યારે સહ પરિવાર ભેગા મળી રાજી ખુશીથી રહેવા લાગ્યા એ વાત માધુભાઈનું હૃદય સહન ના કરી શક્યું અને એક દિવસ અચાનક એ ચિરનીંદ્રામાં પોઢી ગયા.

આ આઘાત પ્રમિલાબહેન માટે અસહ્ય હતો એ દિવસે દિવસે વધુ ને વધુ એકલા રહેવા લાગ્યા તથા બધા સાથે જરૂરત પૂરતી જ વાત કરતા આ બધું જોઈ એમના દીકરા અંદરોઅંદર ખૂબ દુખી થતા એમને એમના બા ને આ પરિસ્થિતિથી બહાર કાઢવા હતા માટે એમને એ ફરવા લઈ જાય અથવા તો જાત્રા કરાવવા લઈ જાય કે એમને સત્સંગમાં જવાનું કે પણ પ્રેમિલાબહેન આ બધાની ના જ કહેતા અને એમ કહેતા કે હું ક્યાંય નથી જવા ઈચ્છતી બસ મને માધુભાઈની યાદ સાથે એકલો રહેવા દે.

એક દિવસ અર્ચનાના મનમાં વિચાર આવ્યો કે જો આપણે બા ના બીજા લગ્ન કરાવીએ તો કેવું રહે કેમ કે જે વાત અને જીવનની મજા જીવનસાથી સાથે આવે એ અન્ય કોઈપણ સાથે ક્યારેય ન આવે શરૂઆતમાં આ વાતનો સૌ કોઈ એ વિરોધ કર્યો પણ એક બે અઠવાડિયા પછી પણ બા ના વર્તનમાં કોઈ ફેરફાર ન જોયો ત્યારે સૌને એ વાત માનવી પડી કે હવે જો આપણે બા ની છત્રછાયામાં જ રહેવું હોય તો બા ના બીજા લગ્ન કરાવવા જ પડશે. 

થોડા દિવસ પછી એક જગ્યાએથી સમાચાર આવ્યા કે બિપીનભાઈ કરીને કોઈ ભાઈ એકલા જ છે એમને એક પત્નીની જરૂર છે એ અંગે વધુ તપાસ કરવામાં આવી અને બધી માહિતી મળતાં ખબર પડી કે એ પણ બા ની જેમ એમની પત્નીની યાદો સાથે જ જીવન જીવવા ઈચ્છે છે અને એમની દીકરી એમને આમ કરતાં રોકવા માટે એમના બીજા લગ્ન કરાવવા એવા નિર્ણય પર પહોંચી છે 

આ વાત ઘરે મિહિરે ઘરમાં બધાને જાણ કરી અને બધાને આ વિગત બા માટે અનુકૂળ લાગી કરણ મિહિર અને મોનાર્ક ને તો એમાં બીજી પણ એક ખુશી ભળવાની હતી કે જો આ લગ્ન તહ્ય તો એમને રાખડી બાંધવા વાળી કોઈ બહેન પણ મળે માટે બધા એ આ સંબંધ પર એમનો હા માં મત આપ્યો હવે સવાલ એ થયો કે બા ને આ અંગે કોણ જાણકારી આપે બા ને આ માટે કોણ રાજી કરે. 

અંતે નિર્ણય કર્યો કે બા ને આ અંગે નિહારિકા વાત કરશે અને એના પછી વધુ સમજાવવાની જવાબદારી કરણને સોંપાઈ.

બા સાથે વાત કરવા નિહારિકા ને ખૂબ ડર લાગતો હતો કેમ કે પુત્રવધુ થઈને બા સાથે એમના બીજા લગ્નની વાત કરવી જેટલી એક પુત્ર માટે અઘરી એના કરતાં એની માટે તો વધુ અઘરી છે. 

એક દિવસ નિહારિકા બા માટે એમના નાસ્તાની ડીશ લઈને એમના રૂમમાં ગઈ અને વાત કરવા માટે ખૂબ મનોમંથન કરવા લાગી કે કરવી કે ના કરવી શું કરવું અને એના ચહેરાના હાવભાવ બા વર્તી ગયા. એમણે પૂછ્યું દીકરી એવી કંઈ વાત છે જેને લઈને તું આટલી બધી મૂંઝવણમાં છો ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી જેની શરૂઆત એણે બા ને એક પ્રશ્નથી કરી જે પ્રશ્ન હતો બા જીવનમાં જીવનસાથીનું મૂલ્ય કેટલું.

બા એ એનો ખૂબ જ સુંદર ઉતર આપ્યો કે જીવનસાથી એટલે એક રથના બે પૈડાં આગળ કહ્યું કે બેટા ઘર વિના રહેવાય પણ વર વિના ન રહેવાય.

નિહારિકા એ આ તક ઝડપી અને બા ને પૂછી લીધું કે બા તમને યોગ્ય જીવનસાથી મળે તો શું તમે બીજાલગ્ન કરશો થોડીક વાર બા કઈ ના બોલ્યા પછી નિહારિકા જવાબ માટે રાહ જોવે છે આ વાતની જાણ થતાં એમણે કહ્યું કે મારા સાથે જીવનસાથીની યાદો તમે ત્રણ પુત્રવધૂઓ અને પુત્રનો પ્રેમ પૂરતો છે મારે જીવન જીવવા. 

નિહારિકા બોલી બા અમે તો બધા તમારી પાસે છીએ અને તમારું ધ્યાન રાખવા હંમેશા હાજર છીએ પણ શું એવી કોઈ વ્યક્તિ જે તમારા વિચારો તમારી તકલીફો કે સમજે એવું વ્યક્તિ મળી જાય તો શું તમ બીજા લગ્ન કરશો? ફરીવાર એક જ સવાલ થતા હવે પ્રેમિલા બહેન પાસે આ વાતની કોઈ જવાબ ના હતો એમણે વાતને અહી જ પૂર્ણવિરામ લગાવવા નિહારિકાને કહ્યું કે એ વાત પર આપણે આગળ ક્યારેક વાત કરશું હવે તમારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો તમે તમારું કામ કરો અને હું માળા કરવાની બાકી છે એ કરી લઉં.

નિહારિકાને વધુ કઈ ન બોલવું અને અત્યારે એટલું ઘણું એમ સમજી એ બા ના રૂમમાંથી બહાર નીકળી ગઈ બહાર કોઈ પરિણામની રાહ જોતા બાળકોની સ્થિતિ હોય એમ ઘરના અન્ય સદસ્યો નિહારિકા શું બોલે છે એ માટે પોતપોતાના સઘળા કામ છોડી હૉલમાં આવી ગયા. નિહારિકા બોલી કે બા એ એમ કીધું આ અંગે એ પછી વાત કરશે.

બધા ના ચહેરા થોડા નિરાશ થઈ ગયા.

હવે વારો હતો કરણનો બધાને કરણની વાત બા જરૂર માનશે એમ વિશ્વાસ હતો પણ કરણ બોલ્યો હમણાં હવે બે દિવસ બા સાથે કોઈ આ વિશે ચર્ચા ના કરશો એ ખુદ બા પાસે બે દિવસ પછી ચર્ચા કરશે આ વાત બધાને યોગ્ય લાગી એટલે કોઈએ એમાં એમનો વિરોધ ના દર્શાવ્યો.

બે દિવસ પછી કરણ બા ને સમજાવવા ગયો હવે બા પણ સમજી ગયા આ લોકો આ નહિ સમજે માટે માટે હવે આ વિશે એક વખત બધાની સામે ન વાત કરવી પડશે માટે બા એ કહ્યું તું બહાર જા અને બધાને બોલાવ હું ત્યાં આવીને બધા વચ્ચે જવાબ આપીશ.

બધા હોલમાં એકઠા થયાં અને બ એમના રૂમમાંથી બહાર આવ્યા સૌ પ્રથમ બા એ કહ્યું પહેલા નિહારિકા હવે કરણ હજુ કોણ આ અંગે એમના મત રજૂ કરવા ઈચ્છે છે કોઈપણ કઈ બોલે એ પહેલા તો પાછળથી અવાજ આવ્યો હું.

બિપિન ભાઈ આવ્યા બા તો એમને જોતા જ રહી ગયા બિપિન ભાઈ ના પપ્પા અને બા ના પપ્પા એક સમયે ખૂબ સારા મિત્રો હતા માટે બા એ સીધું જ પૂછ્યું કે તારે શું કહેવું કે તું અહીં શું કરે છે 

બિપીનભાઈ બોલ્યા દીકરાઓ અને એમની પત્નીઓ તમે અમને એકાંત આપી શકશો વાત કરવા તો અમારા માટે યોગ્ય રહેશે બિપીનભાઈના આમ કહેવાથી બધા એ હૉલ ખાલી કરી એક રૂમમાં વયા ગયા હવે હોલમાં ફકત બા અને બિપીનભાઈ જ હતા બંને એક બીજાને ઓળખતા એટલે શું કર્યું એટલા વરસ ક્યાં હતો એવું પૂછવા લાગ્યા બા.

બિપીનભાઈ પણ એમની જીવન કહાની કહેવા લાગ્યા.

 એ બંનેની આમ વાતો ચાલતી હતી ત્યાં રૂમમાં બધા આશ્ચર્યચકિત હતા કે કોણે બિપીનભાઈને અહી બોલાવ્યા એમ. બધા એકબીજા સામે જોતા હતા એટલે કરણ બોલ્યો કે તમારા બધાના મનની વાતનું સમાધાન મારી પાસે છે મે બિપીનભાઈને અહીં બોલાવ્યા છે.

થોડીવાર પછી રૂમના દરવાજે ટકોરા પડ્યા અને બધા રૂમની બહાર ગયા અને બિપીનભાઈએ નિર્ણય સંભળાવ્યો કે હું તમારા બા સાથે લગ્ન કરવા તૈયાર છું અને એ પણ મારી સાથે આગળનું જીવન પસાર કરવા તૈયાર છે આમ બંનેની સહમતીથી એક એઠવડિયમાં બંનેના મંદિરમાં રાજીખુશીથી લગ્ન કરી દેવામાં આવ્યા હવે બંને એક સાથે ભજન મંડળી કે જાત્રા કરવા જાય છે આમ બાને નવું જીવન મળ્યું જેથી બા ખુશ રહેવા લાગ્યા અને બાની તંદુરસ્તી પણ પાછી આવી હવે બા એકદમ ખુશ રહેવા લાગ્યા જે માધુભાઈના જવાથી એકદમ ગુમસુમ થઈ ગયા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract