પ્રેમ કે સજા
પ્રેમ કે સજા
રીના: "અલ્પેશ હું ગરમ રોટલી બનાવું છું તમે જમી લ્યો."
અલ્પેશ :"તારે રોટલી થઈ જાય પછી તું જમવાનું પિરસ એટલે હું આવ્યો."
રીના : "અલ્પેશ તમે જમી લ્યો તો તમે ક્રિશાને સાચવો ત્યાં હું જમી લઈશ".
અલ્પેશ : "નાં હું જાતે જમવાનું નહિ લવ તું જ્યારે જમવા બેસ ત્યારે જ હું જમીશ".
તમને એવું લાગતું હશે કે અલ્પેશ કેટલો પ્રેમ કરે છે રીનાને કે એના જામતો પણ નથી પણ એની હકીકત જુદી છે. રીનાને રોટલી થઈ છે જાય એટલે અલ્પેશને જમવા બોલાવે છે .
રીના : "અલ્પેશ મમ્મી પપ્પા બધા ચાલો જમવા.
હવે તમને એમ લાગતું હશે કે જો રીનાના સાસુ એની સાથે રહેતા હોય તો એ રોટલી બનાવી દે તો રીના અને અલ્પેશ જમી શકે પણ એમાં પણ અલ્પેશનીના હોય છે કેમકે અલ્પેશને રીનાના હાથે બનાવેલી રસોઈ જ ભાવે છે ક્યારેક એના મમ્મી કઈ પણ બનાવે તો એ તરત સ્વાદ ઓળખી જાય છે કે આજ મમ્મી એ બનાવ્યું છે અને એ હવે નો ભાવે એટલે ઓછું જમે".
રીના અને એના સાસુ બનને મળીને કામ કરે છે અને અલ્પેશ બહાર હોલમાં છાપુ વાંચે છે. ક્રિશા એના દાદા સાથે રમે છે.
રીના બધું કામ પતાવીને હોલમાંમાં બેસે છે. ટીવી ચાલુ કરવા જ જાય છે ત્યાં અલ્પેશ રૂમમાં ચાલ્યો ગયો કેમ કે રીના સિરિયલ જોવે એ અલ્પેશને બિલકુલ નો ગમે. એ ઘણી વાર જોવાની ના કહે અથવા આવી રીતે રૂમમાં ચાલ્યો જાય. એવું ન હતું કે રીનાને સિરિયલ જોવાની ના હતી તેને સેરિયલ જોવાની પણ અલ્પેશ ઘરે હોય ત્યારે નહિ. થોડી વાર પછી રીના ક્રિશાને લઇને રૂમમાં ગઈ સુવા માટે તો અલ્પેશ એનું કામ કરતો હતો લેપટોપમાં.
રીના : અલ્પેશ તમારે કેટલી વાર લાગશે તમારું કામ પૂરું થતાં ?
અલ્પેશ : કલાક જેવું થશે
રીના: મારે અને ક્રિશાને સુઈ જવું છે.
અલ્પેશ : સુઈ જાવ
રીના : લાઈટ ચાલુ હોય તો મને નીંદર નો આવે તમને ખબર છે
અલ્પેશ : ઓકે ચલ હું બંધ કરૂ છું
રીના અને ક્રિશા સુઈ ગયા
રીના હજુ જાગતી હતી ક્રિશા સુઈ ગઈ હતી
અચાનક અલ્પેશે રીનાને કીધું ચલ બહાર જઈએ
રીના એ ના કહ્યું પણ અલ્પેશ ન માન્યો
એને વધુ જોર દઈને કીધું "ચલને યાર મારું મન છે બહાર જવાનું" અને રીના ન ઈચ્છવા છતાં પણ અલ્પેશના કેહવાથી બહાર જવા હા કહે છે પણ રીના કહે હું ડ્રેસ નહિ ચેંજ કરૂ.
અલ્પેશ : તારે આ ડ્રેસ ચેન્જ કરીને જિન્સ ટોપ પેહરવા જ પડશે.
રીના અલ્પેશના કહ્યા મુજબ તૈયાર થઈ સાથે સાથે અલ્પેશ પણ જિન્સને ટી શર્ટ પહેરી તૈયાર થઈ ગયો બનને તૈયાર થઈ રૂમની બહાર આવ્યા અને અલ્પેશે એના મમ્મીને કહ્યું "અમે બહાર જઈએ છીએ ક્રિશા સૂતી છે એનું ધ્યાન રાખજો અમને કદાચ આવતા મોડું થશે ચિંતા નહિ કરતા સુઈ જજો અને ઘર ની ચાવી લઇને જઈ એ છીએ એટલે તમારે દરવાજો ખોલવા જાગવું નો પડે."
નંદિની બહેન: "એક કામ કર ક્રિશાને મારા રૂમમાં સુવડાવી જા એ મારા સાથે સુઈ જશે જેથી મારે રોવે તો મને ખબર પડે".
ત્યારથી ક્રિશા એના દાદી પાસે સુવા લાગી
ઘરમાં રસોઈ બનાવવાની તો રીનાને કપડા તો રીનાને ધોવાના કેમકે ઘણી વાર અલ્પેશના ઘણા કપડાંનો કલર ઉતરતો હોય જેની જાણ નંદિની બહેનને હોય તો એક બીજા કપડાંમાં કલર લાગી જાય એટલે એ કામ રીનાના હાથનું આમ રીનાને અલ્પેશનો પ્રેમ ક્યારેક સજા જેવો લાગતો.
ક્યારેક રસોઈમાં કોઈ આઇટમ બનાવી હોય અને અલ્પેશને ચાખવા માટે કહે ત્યારે પણ રીના એ એના હાથથી અલ્પેશને ખવડાવવાની અને પછી એ કહે એ મુજબ બીજો મસાલો કરે. કોઈ દિવસ અલ્પેશને ઓફિસ જવાનું મોડું થતું હોય તો પણ જ્યાં સુધી રીના એની સાથે નાસ્તો કરવાના બેસે અથવા એને નો પીરસે ત્યાં સુધી કઈ પણ નાસ્તો ડિશમાં લે પણ નહિ અને ખાય પણ નહિ. ક્યારેક રીનાએ ક્રિશાને ખવડાવતા વધ્યું હોય તો એ ખાઈ લે પછી જ્યારે અલ્પેશને જમવા આપે ત્યારે રીનાને ભુખના હોય એટલે ઓછું જમે તો તે પણ ઓછું જમે એ એમ નો સમજે કે રીના આખો દિવસ ઘરે જ હોય છે તો એને ગમે ત્યારે ભુખ લાગશે એ ખાઈ શકશે પોતે ઓફિસ માં હોય અને ભુખ લાગે તો કઈ પણ નો ખાઈ શકાય માટે આપને પૂરું જમી લઈએ.
સાસુ સસરા સામે બેઠા હોય અને રીના અલ્પેશ બનને એક બીજાની મસ્તી કરતા હોય. રીના ઘણી વાર ટીવી વધુ અવાજે સંભાળે ક્યારેક મોબાઇલમાં ગીત વધુ વોલ્યુમ પર વગાડે આ બધું અલ્પેશ જોવે તો પણ રીનાને કોઈ વાત પર ટોકે નહિ.
અલ્પેશને તો રીના સ્લિવ લેસ ડ્રેસ કે જિન્સમાં જ ગમે. પણ આતો રીનાના સાસુની ના હોવાથી રીના એ સ્લીવવાળા ડ્રેસ પહેરવા પડે છે ગમે ત્યારે બંને બહાર જાય ત્યારે ઘરે કેટલું કામ બાકી છે મમ્મીની રસોઈ બનાવી એવી કોઈ બાબતની કાળજી ના અલ્પેશ લે કે ના રીના. બનને બસ મન થાય એટલે ફરવા નીકળી જાય.
મોટા ભાગે બનને એકલા જ જાય ક્રિશાને ઘરે જ રાખે એટલે નંદિની બહેનને આ બનને બહાર જાય એટલે કામ બાકી હોય એ પણ કરવાનું સાથે સાથે ક્રિશાને પણ સાંભળવાની એમ બેવડી જવાબદારી આવી જાય. ઘણી વાર થાકી જવાય પણ કોઈને ફરિયાદ ના કરી શકે અને કરે તો પણ કોને કરે અલ્પેશ જે એમનો દીકરો થઈને એમની કાળજી ના રાખે તો રીના તો પુત્રવધૂ છે એને કેમ ફરિયાદ કરાય. ઘણી વાર એ ક્રિશાને સાથે લઈ જવાનું કહેતા તો અલ્પેશ ના પાડે કે અમને મોડું થાય તો એની નીંદર પૂરી નો થાય અથવા અમને હેરાન કરે જેવા અનેક બહાના બનાવી અને ક્રિશાને ઘરેજ રાખે ક્રિશા રોવે પણ સાથે જવા માટે ત્યારે અલ્પેશની એક અવાજ થી ક્રિશા ચૂપ થઈ જાય અને બહાર જવાની જીદ છોડી દે. જ્યારે જ્યારે આવું થતું રીનાને ખૂબ દુઃખ થતું પણ એ પણ અલ્પેશના પ્રેમ આગળ મજબૂર હતી. કેમકે અલ્પેશ ક્રિશાના સાથે હોવાથી એને પોતાની સાથે વાત કરવાનો સમય ન મળે કેમ કે એણે સતત ક્રિશાની આગળ પાછળ ફરવું પડે એટલે એ હમેશા ક્રિશાને સાથે આવવા માટેના કહી દેતો.
અલ્પેશને પણ મનમાં તો ખૂબ દુઃખ થતું કે એની પોતાની જ દીકરીને રડાવે છે અને એટલેજ એ મોટાભાગે રાતે ક્રિશાના સુઈ ગયા પછી રીના સાથે બહાર જાય. અલ્પેશ ક્રિશાને પ્રેમ ન્હોતો કરતો એવું નથી બસ એને ઓફિસમાં અને ઘરની બહાર એ જે કંઈ ખોટું થતું જોવે કે એના વિશે એને રીના સાથે વાત કરવી હોય કેમ કે એ ખોટું થતું હોય એ જોઈના શકતો એનું મગજ કઈ કેટલાય વિચારો કરવા લાગતું અને એમાં એ એના કામ પ્રત્યે બેધ્યાન થઈ જતો. એટલે એ બધી વાત રીનાને કરે અને રીના સાથે વાત કરીને એને એના વિચારોનું સમાધાન મળે એટલે એ રીનાને એકલા જ બહાર લઈ જતો.
અહી મારી વાર્તાને પૂર્ણ કરૂ છું તમારો કીમતી સમય આ વાર્તા માટે વાંચવા ફાળવ્યો એના માટે આપ સૌ નો ખૂબ ખૂબ આભાર તમારો કીમતી અભિપ્રાય આપી મને જણાવશો કે તમને વાર્તા કેવી લાગી ?

