વાયરસ વિરૂદ્ધ જંગ
વાયરસ વિરૂદ્ધ જંગ
1 min
405
કોરોના કે અન્ય વાયરસ રોગની દવા શોધાઈ અને એના ફેલાવો અટકાવવામાં અમુક અંશે સફળતા પણ પ્રાપ્ત કરી.
દુનિયામાં જેટલા વાયરસ છે એટલી સારવાર ઉપલબ્ધ છે પણ વિજ્ઞાન એક જ વાયરસની દવા આજ સુધી ન શોધી શક્યું છે કે ન શોધી શકશે અને એ વાયરસ છે માણસના મનની અંદર ચાલતા ઈર્ષા કે બદલાના વિચારો નામનો વાયરસ.
આ વાયરસ હમેશા એની તીવ્ર ગતિએ ચાલતો રહે છે અને એનું પરિણામ ભયંકર આવે છે ક્યારેક માણસ પોતે પણ નથી સમજી શકતો કે એ ક્યારે અને કેવી રીતે એ વાયરસનાં સકંજામાં આવી ગયો અને એનું સર્વસ્વ ગુમાવી બેઠો ...
દુનિયામાં ઘણા ઓછા એવા લોકો છે જે આ વાયરસ વિરૂદ્ધ જંગ લડવામાં સફળ રહ્યા છે.
સૌ કોઈ મળી કોશિશ કરીએ આ ચેપી વાયરસથી શક્ય એટલું દૂર રહીએ.
