STORYMIRROR

Narendra K Trivedi

Abstract Tragedy

3  

Narendra K Trivedi

Abstract Tragedy

.નવલિકા..."વિદાય"...*

.નવલિકા..."વિદાય"...*

2 mins
131

આજે શીલાના લગ્ન હતા. શીલા એટલે મયુરભાઈ અને હેમાબેનની લાડલી દીકરી અને જયભાઈની લાડલી બહેન. ભાઈ, બહેન વચ્ચે ફક્ત બે વર્ષનો ઉંમરનો તફાવત હતો. જય નાનો હતો પણ ભાઈ, બહેનના હેતનાં સમાજમાં દાખલા દેવાતા હતા. મયુરભાઈનું સુખી સંપન્ન કુટુંબ હતું. શીલા ડોક્ટર થઈ હતી અને જય એન્જિનિયર થયો હતો. બંનેનો અભ્યાસ સારી રીતે થાય તે માટે મયુરભાઈએ કોઈ કસર રાખી નહોતી, બંને બાળકોએ પણ પૂરતું વળતર આપ્યું હતું. શીલાની ઈચ્છા બંને ભાઈ, બહેનના લગ્ન સાથે થાય એવી હતી પણ જયની ઈચ્છા બહેનને સારી રીતે પરણાવી શકાય અને તે તેના જીવનમાં ગોઠવાય જાય પછી લગ્ન કરવાની હતી. આ બાબતે બંને વચ્ચે મીઠો ઝગડો પણ થતો. આખરે જયની જીત થઈ, બહેનનો લગ્ન પ્રસંગ આવી ગયો.

જયે, લગ્નની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી હતી. જયે મયુરભાઈને કહ્યું હતું પપ્પા તમે મને જરૂર પડે ત્યાં સલાહ સૂચન કરજો બાકી કોઈ જાતની ચિંતા ન કરતા. અને હેમાબેનને કહ્યું હતું, મમ્મી દીદીની ખરીદીમાં ક્યાંય બાંધછોડ કે કસર ન રાખતા અત્યાર સુધી દીદીએ આપણને આપ્યું છે, હવે વળતર આપવાનો આપણો વારો છે.

લગ્ન સારી રીતે સંપન્ન થઈ ગયા અને વસમી વિદાયની વેળા આવી પહોંચી....

"પપ્પા, હવે હું આ ઘર માટે પરાઈ થઈ જઈશ."

"ના બેટા દીકરી ભલે પારકું ધન કહેવાય પણ બાપના ઘરેએ પરાઈ ક્યારેય થતી નથી, બાપનું આંગણ સદાય દીકરી માટે ખુલ્લું હોય છે એટલે બેટા જ્યારે પણ ઈચ્છા થાય તારો હક્ક સમજીને ચાલી આવજે... અમારી આંખમાં સદાય તારી યાદના આંસુ વહેતા હશે."

"મમ્મી, તું મને તારો હાથ વાટકો કહેતી હતી. આ તારો હાથ વાટકો આજે તારા હાથમાંથી છૂટી ગયો."

"ના બેટા એમ ન બોલ, મને હંમેશા તારી વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવા માટે તને હું વઢતી એ વઢ, તારો મારી ઉપરનો મીઠો ગુસ્સો અને યાદ રાખીને અમને સમયસર દવા ખવડાવતી એ બધી વાત અને સમય હંમેશા તારી યાદ આપ્યા કરશે અને તું સદાય અમારામાં વહેતી રહીશ."

"ભાઈ, તને શું કહું, તું નાનો હોવા છતાં આજે મોટો, ઘરનો મોભી અને એક જવાબદાર દીકરો બની ગયો. હવે હું કોની સાથે ઝગડો કરીશ. તું બહારથી આવી સીધો દીદીનો પોકાર કરતો એ હવે સાંભળવા નહીં મળે."

"જો બેન તારી વાત સાચી છે પણ આ એક રિવાજ છે. આપણે તેને માન આપવું પડે. મને પણ સતત તારી યાદ આવ્યાં કરશે. તું ગમે ત્યારે મને યાદ કરજે હું હાજર થઈ જઈશ."

બહેન, તું સમાજના રીતરિવાજની રુએ શ્વસુર ગૃહે જવા વિદાય લે છો, આ ઘરમાંથી નહીં. આ ઘર તારું જ હતું અને તારું જ રહેશે અને સંમતિ સૂચક આંખોમાંથી મયુરભાઈ, હેમાબેન અને જયની આંખમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા.

ત્રણેયનો કાળજા કેરો કટકો વિદાય થઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract