નવજીવન
નવજીવન
નવજીવન
ભચાઉ તાલુકા ના મનફારા ગામ માં સરકારી શાળા સૌ કોઈ ખુશ હતા. શાળા ના પ્રિન્સિપાલ કરસનનો આજે ઉત્સાહ ચરમસીમા એ હતો.
આજનો દિવસ ખાસ હતો — સી એમ સાહેબ આજે સ્કૂલના નવા ઓરડા ના ઉદ્ઘાટન માટે આવવાના હતા.નવજીવન અને પાછી ભારતના 77 મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી પણ કરવાની હતી .શાળાનું મેદાન ત્રિરંગા, દેશભક્તિના ગીતો અને બાળકોની હાસ્યભરી ચહલપહલથી ઝળહળી ઊઠ્યું હતું.
ગામના વડીલો, અને વિદ્યાર્થીઓ ના માતા-પિતા અને શિક્ષકો સૌ એકસાથે આજ ણી યાદગાર ક્ષણના સાક્ષી બન્યા હતા.
સી એમ સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન શરૂ થયું.
ત્રિરંગો જેમ જેમ આકાશ તરફ ચડતો ગયો, અને કરસનની આંખોમાં એક જૂની યાદ ઝળહળી અને આંખ ભીની થઈ આવી.
પચીસ વર્ષ પહેલાં આવેલા વિનાશક ભૂકંપમાં તેની માં લીલા ગુજરી ગઈ હતી.
એ દિવસે આજ શાળા ણી ધરતી ધ્રુજી અને તૂટી હતી, છતાં આજે શાળા ઉભી હતી, અને દેશ પણ બંધારણની શક્તિ સાથે અટલ ઊભો રહ્યો છેં.
“જન ગણ મન…” બાળકો ના જુસ્સા થી ગવાતા રાષ્ટ્રગીતના શબ્દોમાં તેને માંનો પા તે દિવસે બોલેલો અવાજ સંભળાયો.
“બેટા, જ્યાં બધું તૂટી છૂટી જાય, ત્યાં શિક્ષણ માનવીને નવજીવન આપે.”
રાષ્ટ્રગીત પછી,આંખ લુછી, સ્વસ્થ થઈ કરસન માઇક પાસે આવ્યો.તે બોલ્યો,
વહાલા “બાળકો, આપણી શાળા માટે આજે માત્ર પ્રજાસત્તાક દિવસની ઉજવણી નથી ,આજનો દિવસ એ આપણને ગમેતેવી આપત્તિ પછી પણ અડગ રહેવાની શીખ આપેછે. આજનો દિવસ ન્યાય, સમાનતા અને માનવતા સાથે જીવવાની પ્રતિજ્ઞા લેવાનો પણ છે.
મેં મારી માં ભૂકંપમાં ગુમાવી,પણ આ દેશે મને અને મારા જેવા સેંકડો ને સંભાળ્યા. આજે હું તો હવે એ ઋણ તમને શિક્ષણ દ્વારા ચૂકવું છું.”
મેદાનમાં તાળીઓ ગૂંજાઈ.
તે દિવસે મનફારા ગામે સમજ્યું, આજનો 77 મો પ્રજાસત્તાક દિવસ એ ભૂતકાળની પીડા થી પીડાઈ નહીં,પરંતુ ઉજળા ભવિષ્યની આશા અને ઉમંગ સાથે ઉજવવાનો દિવસ છે.
અને છોકરા ઓ સાથે સી એમ સાહેબ પણ ઉત્સાહ થી બોલી ઉઠ્યા "હેપી 77 મો પ્રજાસત્તાક દિવસ 🇮🇳"
નભમાં વાદળ નહતા, પરંતુ કરસનના હૃદયમાં માંની મમતાનું વાદળ વરસી રહ્યું હતું.
---
“ભૂકંપે ધરતી તોડી હતી, પરંતુ શિક્ષણે આત્માને ફરી ઊભો કર્યો—એ જ છે નવજીવન.”
