Kaushik Dave

Comedy Drama Fantasy

2.3  

Kaushik Dave

Comedy Drama Fantasy

નવા વર્ષમાં શું કરવું

નવા વર્ષમાં શું કરવું

2 mins
131


"નવા વર્ષમાં શું કરવું ?"

ભાઈ સા'બ હું તો થાકી ગયો.

પણ શું થયું કે થાક લાગી ગયો ?

આ નવા વર્ષની મોંકાણ.

કેમ શું થયું. નવા વર્ષમાં.

થાય શું. આજે હેપ્પી ન્યૂ યર છે એટલે એટલા બધા મેસેજ આવ્યા. જોઈ જોઈને થાકી ગયો.

એ સારું છે ને તમારા હિતેચ્છુઓ છે એટલે મેસેજ તો કરે છે.

પણ પછી મારે પણ એમને પણ મેસેજ કરવા પડે. કોઈએ મોકલાવેલો મેસેજ એને ના જાય એ તકેદારી રાખવી.

પછી મારે જેણે નથી મોકલ્યાં એને મારે મોકલવાના. એટલે એને પણ ખબર પડે કે નવું વર્ષ આવ્યું છે.

હા. લેવડદેવડ જેવું. એક હાથ લે. બીજા હાથે દે.

પણ દિવાળીના બીજા દિવસે આપણું બેસતું વર્ષ આવે છે. એ દિવસે આટલા બધા મેસેજ નથી આવતા. હા. સાચા હિતેચ્છુઓના ફોન આવી જાય છે. આપણા નવા વર્ષમાં સુંદર પરંપરાગત વાનગીઓ. ગુલાબ જાંબુ. મોહનથાળ મઠિયાં જેવું . . ભાવે એવું. ને આ હેપ્પી ન્યૂ યર પર કેક, ચોકલેટ તેમજ ના ખાવાની વાનગીઓ ખાવાની. પાછું પેલું એનિમલ ફિલ્મનું ગીત. પ્રસિદ્ધ થયું છે. માથા પર બોટલ મૂકીને નાચવાનું.

હા. હમણાંથી એ ગીત પર લોકો રિલ્સ બનાવે છે. પણ બોટલ અને ગ્લાસમાં દારૂ હોય છે. તને ખબર છે કે એક વખત શરાબ પીવા લાગે એટલે ભાન ના રહે. માથા પર ચડી ગયો કહેવાય એટલે જ ડાયરેકટરે માથા પર મુકાવી છે. જે સાચી શીખ લેવાની છે એ છે કે નશો ખરાબ છે. માથા પર ચડી જાય તો વિનાશ થાય કે હાનિ થાય છે.

તારી વાત સાચી લાગે છે. પણ નવા વર્ષમાં ક્યાં જવાનો વિચાર છે ?

આપણે તો ભાઈલા. આ રામ જન્મ ભૂમિ પર રામ લલ્લાની સ્થાપના થઈ જાય નવું મંદિર બની જાય પછી નિરાંતે જવું છે ને અમદાવાદથી સીધી ફ્લાઈટ છઠ્ઠી તારીખથી શરૂ થઈ જાય છે. બે કલાકમાં અયોધ્યા. અઠવાડિયામાં ત્રણ દિવસ ઉપડવાની છે. ને ટ્રેન તો છે જ. ચિંતા શું કરવાની. પણ ભીડભાડ ઓછી થઈ જાય પછી.  

તો પછી હું પણ અયોધ્યા અને કાશી વિશ્વનાથ દર્શન કરવા માટેનો પ્લાન બનાવું. સોરી. . મારી પત્નીનો મેસેજ આવ્યો છે એટલે ઘર જવું પડશે. તો ફરીથી મળીશું. જય શ્રી રામ . . જય સીતારામ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy