નસરીન ચાયવાલાની રમુજી વાત
નસરીન ચાયવાલાની રમુજી વાત
જોની્ નસરીન.. તારૂં ઉત્સાહ કેટલું બધું છે ?
પણ રૂસ્ટમ ટુ શેના વિશે કે' છે. ?
લે.ટુ પણ ખરી છે.ને !..આ હોલી ને ધૂલેટી નો રંગોનો તહેવાર..
ઓહ્..રૂસ્ટમ તેં ટો મારા મનની વાત કરી. ઉત્સાહ ટો હોય જ ને !
મને ટો ગુલાલ રંગ બહુ ગમે..જો..ની.. રંગમાં ટો હું વધુ ખૂબસૂરટ લાગું !
તુ ટો સુંદર ટો છે..પણ પહેલા ટેસ્ટી ચા બનાવ.
લે આજે તો ટુ જ બનાવ. આમેય આપણી સરનેમ ચાયવાલા છે. તો ચા બનાવટા આવડે ને !
ચાલ..ની.. હું ફસ્ટકલ્આસ ચા બનાવું. તું એક ફસ્ટકલ્આસ કવિટા બનાવ..
ઓહ તને બહું ગમે !
શું ! ચા ? કે પછી હું ?
અરે.. ગાંડો થયો જ. હવે આ ઉંમર તું ગમે ! સારૂં તને તો ખોટું લાગશે. ચાલ ટુ પણ ગમે..પણ મારી કવિટા ગમશે ?
ટુ બોલે એ સંધુ ગમે..બોલ..બોલ..આ ચાયવાલાની ફરમાઈશ..
સારૂં સારૂં.. તું કહે તો બોલી જ નાખું..
મારો વર નખરાલો,
એ રૂસ્ટમ ચાયવાલો,
ચાય બનાવતા આવરે નહી,
ખોટા ખોટા નખરા પણ આવરે નહીં !
હું દેખાઉં રૂપ રૂપનો અંબાર,
તું દેખાય ગોરા ગધેરા જેવો,
મારી ઝૂલ્ફો કાલી કાલી,
તારે ટાલ પર કેવી લાલી !,
મારી આંખો કજરારી,
તારી આંખો ડબલાવાલી,
પરણીને પસ્તાવી મુ !,
એને તો લીલાલહેર શું ?
લોક કહે ઐશ્વર્યા મુને,
એનો દેખાવ જોકર ટુને !,
આ ભવે હું કેવી મરી !
એને જોતાં હવે હું ડરી !
ચાયવાલાની પત્ની નસરીન ચાયવાલાની કવિતા.
ઓહ્.નસરીન ટારી કવિટા પર તો આફ્રિદી !
અરે મારા રૂસ્ટમ .. આફ્રિદી નહીં..આફરીન..
હશે.. હશે. ટે મારા વખાન તો કરીયા ને..
મારો તો ઉત્સાહ વધી ગયો..આ ચાયવાલા તારા માટે સરસ ચા લાવશે..
હોળી, ધૂળેટીનો પર્વ ઉત્સાહને ઉમંગથી ઉજવો..પણ ઘરમાં રહીને.. સાવચેતી સાથે..હા..હાસ્યની મોજ હંમેશા માણજો.. ડિપ્રેશનથી મુક્ત રહેજો.
