STORYMIRROR

Parul Thakkar "યાદ"

Drama Tragedy Thriller

4  

Parul Thakkar "યાદ"

Drama Tragedy Thriller

નસીબનાં ખેલ - 16

નસીબનાં ખેલ - 16

2 mins
727

પાછળ ના ભાગ માં આપણે જોયું કે......

     ધરાની બે બહેનપણી ઓ હતી.. જેના ઘરે ધરા તો ક્યારરેય ગઈ જ ન હતી... અને ધરાના ઘરે એ બંને ને જલસા જ હતા છતાં આ ફ્રેન્ડશીપ જાજું ન ટકી... અલકા ને એની જ જ્ઞાતિ ના એક યુવાન સાથે પ્રેમ થયો... બન્ને એ લવમેરેજ કરવાનું નક્કી કર્યું... અને ધરા ની ભૂલ એ થઈ કે આ વાત એનાથી ઘરમાં કહેવાય ગઈ.... ધરાના પપ્પા એ ચોખ્ખી ના પાડી દીધી અલકા સાથે બોલવાની... અને અલકા સાથે હવે ધરા ફકત સ્કૂલમાં જ બોલવા લાગી... નિપા સાથે પણ ધરા કોઇ ના કોઈ બહાને ઓછું બોલવા લાગી... અલકા એ તો 12 ની પરીક્ષા પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા.


        12માંની પરીક્ષા શરૂ થઇ... પરીક્ષા વખતે ધીરુભાઈ રોજ ધરા ને તેડવા મૂકવા જતા હતા જ્યાં ધરાનો નંબર આવ્યો હતો.

       સુખરૂપ પરીક્ષા પણ પતી ગઈ... હવે ધરા સાવ ફ્રી હતી. આખો દિવસ ઘરે હતી. હવે હંસાબેન એને ઘરકામ શીખવી રહ્યા હતા.. રસોઇમાં એને પારંગત કરવા માંગતા હતા.. અને વેકેશનનો સમય હતો તો ધરા પણ આ બધું ધ્યાનથી શીખી રહી હતી... જો કે એને હજી આગળ ભણવું હતું.. પણ જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી એણે રસોઈમાં ધ્યાન આપવું એમ નક્કી કર્યું.


           ધરા રસોઈ શીખવા લાગી... માંડ રોજિંદી રસોઈ શીખી ત્યાં તેનું  12માં નું પરિણામ પણ આવી ગયું... 60% આવ્યા ધરાના, એ પણ કોઈ પણ કલાસીસ વગર.. ધરા અને ધીરજલાલ ખૂબ ખુશ થયા..હા હંસાબેન પણ ખુશ થયા હતા... હંસાબેન ને એમ કે હવે તો ધરા ઘરે જ રહેશે.. ઘરકામમાં સાથ આપશે... પણ ધરા ને તો આગળ ભણવું હતું, કૉલેજ કરવી હતી.. બીકોમ ની ડીગ્રી મેળવવી હતી.


              પણ ધીરાજલાલે ના પાડી.. કે તે ધરા ને કોલેજ નહિ કરવા દે... પણ ધરા ને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી તેણે પપ્પા ને મનાવવાની ખૂબ કોશિશ કરી. અંતે ધીરજલાલ એ એને TTNC નો એ વખત માં સારો ગણાતો ડિપ્લોમા કોર્સ કરવાની રજા આપી... આ 3 વર્ષ નો કોર્સ હોય છે જેમાં પહેલું વર્ષ સિલાઈ શીખવાનું, બીજું વર્ષ એમ્બ્રોઇડરી શીખવાનું હોય છે અને ત્રીજા વર્ષે આ બંને નું ભેગું તેમજ અન્ય ટેક્નિકલ નોલેજ તેમજ ટીચિંગ નોલેજ આપવામાં આવતું.


            ધરા ને આમ તો આ નોહતું ગમ્યું પણ સાવ ઘરે બેસી રહેવું એના કરતા કાંઈક શીખવું શું ખોટું એમ મન વાળીને આ કોર્સ માં એડમીશન લઇ લીધું.... હજી તો એડમિશન લીધા ને એક દોઢ મહિનો જ થયો હતો... ત્યાં ધરાના નસીબે પાછો એક વળાંક લીધો... માંડ ધરાએ હાશકારાનો શ્વાસ લીધો હતો કે બધું સરખું થઈ ગયું છે એની લાઈફ માં, ત્યાં જ એનું નસીબ એક નવો ઘા મારવા તૈયાર જ ઉભું હતું.


ક્રમશઃ



Rate this content
Log in

Similar gujarati story from Drama