નસીબના ખેલ - ૭
નસીબના ખેલ - ૭


મસ્તી કરતી હસતી રહેતી ધરા ઉદાસ રહેવા લાગી હતી.પપ્પા સામે નોર્મલ રહેતી પણ બાકી.
અને ધરા જ્યાં રહેતી હતી ત્યાં શેરીમાં એક છોકરો પણ આ નોટિસ કરતો હતો. ધરામાં આવેલું આ પરિવર્તન એની નજરમાં આવી ગયું હતું, એણે ધરાને પૂછ્યું કે "શુ થયું ??? ? કેમ આમ રહે છે મને કહી શકે છે. તું કાઈ પ્રૉબ્લેમ હોય તો કહે એનો રસ્તો કાઢશું આપણે." અને ભોળી ધરા ઘરની વાત એને લખીને કહી બેઠી. એ પણ ન વિચાર્યું કે એ કેમ પૂછે છે ? એને શુ લેવાદેવા મારી કોઈ પણ વાતથી.
પેલો છોકરો વિશ્વાસુ ન હતો. એણે ધરાની એ ચિઠ્ઠી જેમાં ધરાએ એના મમ્મી એ જે કાઈ કીધું એ લખ્યું હતું. એ ધરા અને એના મમ્મી પપ્પા જે ભાડાના મકાન માં રહેતા હતા એના મકાનમાલિક કે જે ધરાના ઘરની ઉપર જ રહેતા હતા એને વંચાવી. અને પાછું એમ પણ કીધું કે ધરા એને પ્રેમ કરે છે અને એટલે એના ઘરની વાત મને કરે છે. વાત આખી શેરીમાં ફરતી ફરતી ધીરુભાઈ પાસે પહોંચી. ધીરુભાઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. એમણે એ છોકરાને પોતાની દુકાને બોલાવ્યો. એની પાસેથી ધરાનીચિઠ્ઠી માંગી. થોડી આનાકાની બાદ પેલા એ ચિઠ્ઠી આપી દીધી. અને ધીરુભાઈ એ કડક શબ્દોમાં સૂચના આપી ધરાથી દૂર રહેવાની.
ઘરે આવીને પહેલીવાર ધીરુભાઈ એ ધરા પર હાથ ઉપાડ્યો. ખૂબ મારી ધરાને. મા-બાપના પ્રેમમાં શુ કમી રહી ગઈ કે તું એ આવારા છોકરાને પ્રેમ કરવા લાગી ? ત્યારે ધરા એ કીધું કે એ તો એ છોકરાને પ્રેમ કરતી જ નથી. સાંભળીને ધીરુભાઈ નો ગુસ્સો વધી ગયો. પ્રેમ નથી કરતી તો પ્રેમપત્ર કેમ લખ્યો છે ? તું એને છાનીમાંની મળે છે ? હકીકતમા આ બધું પેલા છોકરા એ કીધું હતું. કે એ અને ધરા બહાર મળતાં હતા, સ્કૂલના બહાને ધરા એને મળવા જતી હતી. ધરા કહેતી રહી કે એ કોઈને મળવા બહાર ગઈ જ નથી. એ કોઈને પ્રેમ કરતી નથી. પણ ધરાની વાત સાંભળવાવાળું કોઈ ન હતું..મમ્મી પહેલેથી ધરા થી દૂર હતા આજે પપ્પા પણ જાણે દૂર થઈ ગયા હતા.