નસીબ ના ખેલ - 23
નસીબ ના ખેલ - 23


દિવાળી પછી ધીરજલાલ ના થોડા દૂરના સગાની દીકરીના લગ્નમાં મુંબઇ જવાનું થયું. આમ પણ ધરાએ મુંબઇ જોયું ન હતું. તેથી ધીરજલાલ લગ્નના દિવસ કરતા ચાર પાંચ દિવસ વહેલા મુંબઇ જવા નીકળ્યા અને બધા મુંબઇ પહોંચ્યા. સવારમાં થોડું ઘરકામમાં મદદ કરાવીને હંસાબેન અને ધરા તૈયાર થઈ જતા અને ધીરજલાલ સાથે મુંબઇ જોવા ફરવા નીકળી જતા. મહાલક્ષ્મી મંદિર, બાબુલનાથ, ચોપાટી, ભૂલેશ્વર બજાર ..બધું જોયું. બધી જગ્યા એ ફરી ધરા.
લગ્નના દિવસે ધરા આમ તો સાવ નોર્મલ જ તૈયાર થઈ હતી. કાઈ ખાસ મેકઅપ પણ નોહતો કર્યો અને લગ્નને અનુરૂપ ડ્રેસ જ પહેર્યો હતો. છતાં વરપક્ષમાંથી ઘણાંનું ધ્યાન ધરા પર પડ્યું હતું. આમ પણ આ રીતના પ્રસંગમાં આવતા મહેમાનો અને સગા-વહાલાઓ આમ જ તો દીકરા દીકરી પાસ કરતા હોય છે. પોતાની ભાવિ વધુ અથવા ભાવિ જમાઈ માટે....!