નિમિત્ત~વેનેઝુએલાની મારિયા
નિમિત્ત~વેનેઝુએલાની મારિયા
🌿 નિમિત્ત~ વેનેઝુએલાની મારિયા
✍️ કલ્પેશ પટેલ
સાન લુઈસનું આકાશ એ સાંજે જૂના માંજેલા તાંબા જેવું લાગતું હતો. લાલ તેજસ્વી પણ થાકેલું.
સાન લુઈસની ગલીઓમાં, જ્યાં દિવાલો પર તળીયા આરપા અને ફિક્કી ગ્રાફિટીનો સુગંધ ઝૂલી રહી હતો, ત્યાં રહેતી હતી.મારિયા એસ્ટ્રેલા, સાતવીસ વર્ષની યુવતી, જેની આંખોથી હંમેશા કોઈ અદૃશ્ય અવાજ બોલતો જણાતો રહેતો.
તે સરોવર પાસેની એક નાની હોસ્પિટલમાં કામ કરતી. હોસ્પિટલ ની ફ્લોર સાફ કરતી. આ એક એવી જગ્યા હતી, કે જ્યાં દર્દ અને પ્રાર્થના બંનેના પ્રતિધ્વનિ સતત ગુંજતા મળતા હતા .
તેના ટૂંકા પગારમાંથી માતાની દવાઓ ખરીદવી મુશ્કેલ પડતી. ઘર ખર્ચ માટે આવક જાવક ના છેડા મેળવવાના પ્રયાસ વચ્ચે રોજ રાત્રે તે રસ્તાના ખૂણે આવેલા Nuestra Señora del Silencio — “મૌનની માતા”ના મંદિર પાસે અન્ન દાનનો દીવો પ્રગટાવતી.
ગામના લોકો માટે તે સામાન્ય હતી.
એક રાતે જ્યારે આખું વેનેઝુએલા અંધકારમાં ડૂબી ગયું.
વીજળી ડૂલ થઈ ગઈ, પાણી બંધ, ફોનની લાઈનો પણ રણકતી બંધ .
શહેરનું હૃદય ધીમું પડ્યું.
બાળકો રડ્યા, વૃદ્ધો સરકારને શાપ આપતા રહ્યા.
પણ મારિયા, તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને ધીમેથી બોલી,
“કદાચ મૌનને હવે બોલવા નો સમય આવ્યો છે.”
રાત્રે બાર વાગે, ધરતીની અંદરથી ધબકાર જેવો એક અવાજ આવ્યો.
ઝાંઝવા જેવી ગરમ હવા સરોવર તરફથી ઉઠી, ચેરીના ફૂલોની સુગંધ સાથે.
અને જ્યારે મારિયાએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું —
તેનો ચહેરો નહીં, પણ બીજા હજારો ચહેરા દેખાયા.જે બધા એકસાથે એકી અવાજે બોલ્યા
“મારિયા એસ્ટ્રેલા… તું અખંડ જ્યોત છે જે મુશીબતો ના વાવાઝોડામાં ક્યારેય બુઝાતી નથી.”
સવાર થઈ, પણ ઘણાં ઘરમાં હજી અંધકાર યથાવત્ હતો.
પણ સાન લુઈસનું એક ઘર હવે ઝગમગતું હતું તે ઘર મારિયાનું હતું.
એ પ્રકાશ દીવો કે વીજળીનો નહોતો, એ એક જીવંત ધબકી રહેલી મમતાનો પ્રકાશ હતો.
લોકો તેની બારીની બહાર ભેગા થયા.
તેમણે જોયું — વૃદ્ધ અને પીડિત તેના સ્પર્શથી ઠીક થઈ રહ્યા હતા. સંતોષ ની છત્રી નીચે ભૂખ્યા લોકો વચ્ચે, પણ ભોજન વધતું જતું હતું.
અનેક બાળકો અંધકાર વચ્ચે પણ આશાની જ્યોત સાથે હસતા હતા. જાણે આખું ગામ, મારિયાની મમતાની ભેંટથી ઊભરાઈ રહ્યું હોય.
પાદરીએ કહ્યું " મારિયા તો ઈશ્વરની વેનેજુએલાને આપેલી "બક્ષીશ" છે.”
સરકાર બોલી “આવું કશું નથી, અફવા છે.”
ત્યારે મારિયા હસીને બોલી,
“હું, આમ જન, કદીય કોઈથી ઉપર નથી
હું તો માત્ર "નિમિત્ત" છું, અથવા તમામાંથી કોઈ એકની દીકરી તરીકે.”
એક મહિના ના લાંબા સમય પછી જ્યારે વીજળી ફરી આવી,ત્યારે બારિયો સાન લુઈસને એની જરૂર ન રહી.
હવે દરેક ઘરમાં કોઈને કોઈ મારિયા પ્રકાશ બની ઝળહળી રહી દયા અને "સહિષણતા" શબ્દનો સાચો સ્પેલિંગ છે: સહિષ્ણુતા વહાવી રહી હતી.
અને મારિયા એસ્ટ્રેલા, જે ક્યારેક હોસ્પિટલના ફ્લોર ધોઈ રહી હતી ,
એ હવે આખા વેનેઝુએલા લોકો માટે દંતકથા બની ગઈ.
“જ્યારે અંધકાર આવે , ત્યારે પ્રભુ કોઈને નિમિત્ત બનાવાનું પસંદ કરે છે.”
---
શબ્દ પુષ્પ પરિચય
" નિમિત્ત "
🔹 નિમિત્ત (નિ + મિત્ત) — સંસ્કૃત મૂળ ધરાવતો શબ્દ છે, જેનો અર્થ થાય છે:
- કારણ
- ઉપાધિ
- માધ્યમ
- યંત્રણા માટેનું સાધન
📚 ઉદાહરણ:
- "ભગવાન તો માત્ર નિમિત્ત છે, કર્મ તો આપણું છે."
- "આ દુઃખનો નિમિત્ત કોણ છે?"
"સહિષ્ણુતા " અર્થ:
સહિષ્ણુતા એટલે સહનશીલતા, અન્યના વિચારો, વર્તન, અને માન્યતાઓ પ્રત્યે સહન કરવાની ક્ષમતા.
🔹 ઉદાહરણ:
- "સહિષ્ણુતા એ સમાજની શાંતિ માટે આવશ્યક ગુણ છે."
- "અમે વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સહિષ્ણુતા રાખવી જોઈએ."
📚 આ શબ્દ સંસ્કૃત મૂળ ધરાવે છે: "સહિ" (સહન કરવું) + "ષણુ" (શીલતા/ગુણ)
